ધરતી પરના સ્વર્ગ સમાન વિશ્વના સૌથી મોંઘા અને સ્વપ્નશીલ મકાનો !!

  • વિશ્વમાં ઘણી ગગનચુંબી ઇમારતો છે, પણ સૌથી અદ્ભૂત અને વૈભવી મકાનો ભદ્ર પરિવારોના આવાસો છે: ઇંગ્લેન્ડની રાણીનું નિવાસસ્થાન વૈશ્ર્વિકસ્તરે  પ્રથમક્રમે છે તો આપણાં અંબાણી પરિવારનું એન્ટિલીયા બીજા સ્થાને છે
  • બકિંગહામ પેલેસ વિશ્વનું સૌથી ધનિક ઘર છે, જેમાં 775 રૂમ સાથે 40 એકરનો વિશાળ વિસ્તાર આવરી લેવાયો છે: 8ની તીવ્રતાવાળો ભુકંપ સહન કરતું એન્ટિલિયામાં 3 હેલીપેડ સાથે 27 માળીની ઇમારતમાં છ માળ તો કાર પાર્કિંગ માટે જ છે: 600 વ્યક્તિના સ્ટાફ સાથે 168 કારનું વિશિષ્ટ પાર્કિંગ છે

ઘરનું ઘર દરેક માણસનું સ્વપ્ન હોય છે પણ આજે પૃથ્વી પર લાખો લોકો ફૂટપાથ પર આસરો લેવો પડે છે. દુનિયાનો છેડો ઘર છે, અને દરેક માનવી આરામ કરવા અને પરિવાર સાથે સમય ગાળવા પોતાના ઘેર જ આવે છે. પહેલાના ઘરો અને આજના ઘરોમાં ઘણો તફાવત જોવા મળે છે. નળિયા વાળા કે કાચા મકાનો, ઝુંપડીઓમાં બદલાવ આવતા છતવાળા પાકા મકાનો આવી ગયા છે.

જગ્યા ન હોવાથી હવે વિશાળ ફ્લેટ યોજનાનો દિવસે-દિવસે ક્રેઝ વધતો જાય છે. સરકારી આવાસ યોજનાઓ પણ હવે ફ્લેટ સ્વરૂપે જ આવે છે. એક રૂમ રસોડું કે બે-ત્રણ કે ચાર રૂમના ફ્લેટોમાં પૃથ્વીનાં 60 ટકાથી વધુ રહે છે. વિશ્વના 1 ટકા ઘનાટ્ય લોકોના વૈભવી બંગલાઓ આપણને સપના જેવા લાગે છે. મોંઘા અને આધુનિક મકાનો 8ની તીવ્રતાવાળો ભુકંપ સહન કરે તેવા હોય છે. ગરીબ અને શ્રીમંતોના તફાવતમાં તેમના આવાસો ઉપરથી જ દેખાય જાય છે.

આજે આ લેખમાં ધરતી પરના સ્વર્ગસમા વિશ્વના સૌથી મોંઘા અને સ્વપ્નશીલ મકાનોની વાત કરવી છે. આજે વિશ્ર્વમાં ઘણી ગગનચુંબી ઇમારતો છે, પણ આ વૈભવી મકાનોની વાત નિરાળી છે. આ બધા વૈભવશાળી મકાનો વિશ્ર્વનાં સૌથી ધનિક લોકોના છે જેમાં અંબાણી પરિવાર અને ઇંગ્લેન્ડ નીરાણીના આવાસો સૌથી ટોચ ઉપર છે. આ બધા વૈભવી મકાનોમાં તમામ અદ્યતન સુવિધાથી સજ્જ હોય છે અને 30 થી 40 એકરમાં તેનો વિસ્તાર પથરાયેલો હોવાથી આ પરિવારો તેના આવાસમાંથી જ આકાશી ઉડાન ભરે છે.

વિશ્ર્વના ટોપ-10 ઘરોની યાદી દર વર્ષે બહાર પડતી હોય છે. પણ તેમાં પણ અલગ-અલગ ક્રમ જોવા મળે છે, આ બધા આવાસો તેની સુરક્ષા માટે પણ સુવિખ્યાત છે. આ આવાસોમાં રહેતા પરિવારોના સુખી જીવન, સામાજીક મોભો અને તેની આર્થિક તાકાત બતાવે છે. વિશ્ર્વનું સૌથી મોટું ઘર બ્રુનેઇનું ઇસ્તાના નુરૂલઇમામ પેલેસ છે, જે વિશ્ર્વનું સૌથી મોટું ખાનગી નિવાસ છે. ઘણા વૈભવી મકાનોના માલિકોમાં ફેરફાર પણ થયેલ છે. વિશ્ર્વના સૌથી સુંદર, વૈભવી, મોંઘા અને આધુનિક સુવિધાથી સંપન્ન ઘરોમાં આપણા અંબાણી પરિવારનો પણ સમાવેશ થાય છે. દુનિયાના 1 ટકા લોકો માટે ઘર, તેના કરતાં પણ વિશેષ મહત્વનું છે. અમુક આવાસો તો પાંચ-છ કે દશ દાયકાઓ જૂના છે. પણ આજે પણ ભવ્ય છે. આ તમામ વૈભવી આવાસો પ્રખ્યાત બિઝનેસ માલિકો અને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓના છે. આ તમામ મકાનોની કિંમત 100 મિલિયન ડોલરથી પણ વધુ જોવા મળે છે.

વિશ્ર્વના ટોપ-10 મોંઘા મકાનોની સૂચિમાં બકિંગહામ પેલેસ, એન્ટિલિયા (ભારત), વિલાલિયોપોલ્ડા, વિલાલેસ સેડ્રેસ, લેસ પેલેસ બુલ્સ, ઓડિયન ટાવર પેન્ટ હાઉસ, ચાર ફેર ફિલ્ડલેક, એલિસન એસ્ટેટ, કેન્સિંગન ગાર્ડન અને પ્લાઝો ડીમોરનો સમાવેશ થાય છે. દુનિયાના સૌથી મોંઘા મકાનોમાં બેવર્લી હિલ્સમાં આવેલ અમેરિકન રિયલ એસ્ટેટ, ઉદ્યોગપતિ જેફ ગ્રીનનું છે. જેની કિંમત 35 મિલિયન ડોલર છે.

– બકિંગહામ પેલેસ, લંડન : ઇંગ્લેન્ડની રાણીનું નિવાસસ્થાન છે. જેમાં 775 રૂમ, 78 બાથરૂમ, 92 ઓફિસ છે. લંડનના વેસ્ટ મિનિસ્ટર શહેરમાં આવેલ આ કિલ્લા સમાન આવાસ 1837થી બ્રિટીશ રાજાશાહીનું પ્રતિક છે.

– એન્ટિલિયા ટાવર, મુંબઇ : દેશના જાણિતા ઉદ્યોગપતિ અંબાણી પરિવારના નિવાસસ્થાનમાં 27 માળ છે, અને ત્રણ હેલીપેડ છે. 150થી વધુ કાર પાર્કિંગ સુવિધા સાથે વાસ્તુ વિજ્ઞાનના ઉપયોગથી વૈશ્ર્વિકસ્તરે બીજું શ્રેષ્ઠ આવાસ છે.

– વિલા લિયોપોલ્ડા, ફ્રાન્સ : બ્રાઝિલના સૌથી ધનાઢ્ય પરિવારના આવાસમાં 11 બેડરૂમ સાથે 50 એકર જમીનમાં નિર્માણ થયેલ છે. મૂળ માલિકના નામ પરથી આ નામ છે પણ હાલ વિશ્ર્વના અગ્રણી બેંકર લીલી સફ્રાનીનું નિવાસસ્થાન છે.

– વિન્ટનહર્સ્ટ, લંડન : 20મી સદીના પ્રારંભે ડિઝાઇન કરેલ આ આવાસ નેવું હજાર ચોરસ ફૂટમાં આવેલું છે. મૂળ મિલકત પાર્ક ફિલ્ડ તરીકે જાણીતી હતી, જે હાલ 2008થી રશિયન અબજોપતિનું નિવાસસ્થાન છે.

– વિલાલેસ સેડ્રેસ, ફ્રાન્સ : 18 હજાર ચોરસ ફૂટનું આવાસ 1830માં બેલ્જિયમના રાજા માટે નિર્માણ થયેલ હતું. પ્રાચિન કલાકૃત્તિ અને ફર્નિચર અને શાહી શૈલીથી સજ્જ આ આવાસ છેલ્લા બસો વર્ષથી આજ શૈલીમાં અડિખમ છે.

– ફેર ફિલ્ડ મેન્શન, ન્યુયોર્ક : અમેરિકન બિલિયોનરની માલિકીનું 63 એકરમાં આવેલ આ ઇમારત યુ.એસ.ની સૌથી મોંઘી છે. જેમાં 29 રૂમો સાથે પોતાનો વિજળી પાવર પ્લાન્ટ છે.

– 18.19 કેન્સિંગ્ટન પેલેસ, લંડન : ભારતીય મૂળના સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલનું આવાસ છે. આ મકાન વિશ્ર્વની સૌથી મોંઘી બીજી શેરીમાં આવેલ છે. 1845માં નિર્માણ આવાસને ‘તાજ મિત્તલ’ નામે નવીનીકરણ કર્યું હતું. આમાં કુલ ત્રણ ઘરનો સમાવેશ થાય છે.

– એલિસન એસ્ટેટ, કેલિફોર્નિયા : ઓરેકલના સ્થાપક લેરી એલિસનના આ આવાસ બનતા 9 વર્ષ લાગ્યા હતા. જાપાની શૈલીમાં બનેલ આ મકાનમાં તળાવ બનાવાયું છે. પાંચ એકરમાં પથરાયેલ આ મકાનની કિંમત 200 મિલિયન ડોલર છે.

– પેલેઝોડીએમોર, કેલિફોર્નિયા : બેવર્લી હિલ્સ દેશના સૌથી મોંઘા ઘરો પૈકી એક આ આવાસ 53 હજાર ચો.ફૂટનું છે. 12 રૂમ સાથે તમામ સુવિધા છે. જૂની મિલ્કતને રિનોવેટ કરીને 7 વર્ષ સુધી નવીનીકરણ કરાયું હતું.

– બિલગેટ્સ વિલા, વોશિંગ્ટનડીસી : પૃથ્વી પરનો સૌથી ધનિક વ્યક્તિ વિશ્ર્વના સૌથી મોંઘા ઘરમાં રહે છે તે છે બિલ ગેટ્સ 125 મિલિયન ડોલરની કિંમતનું આ આવાસ કેટલીક વિશિષ્ટ વિશિષ્ટતા જોવા મળે છે, જેમાં 60 ફૂટનો પુલ, વિશાળ લાયબ્રેરી સાથે રીમોટ, કંટ્રોલ જેવી સુવિધા સાથે ઘર આર્ટવર્કથી સજ્જ છે.

આ છે, ભારતનાં ટોપ-5 વૈભવી આવાસો !!

આપણાં દેશમાં પણ વિદેશોને ટક્કર મારે તેવા કરોડોની કિંમતના આવાસો છે જેમાં અંબાણી પરિવારનું એન્ટિલા પ્રથમક્રમે આવે છે, જો કે આ ઘર વિશ્ર્વની યાદીમાં પણ બીજા સ્થાને છે. અનિલ અંબાણીનું બ્રાંદ્રામાં આવેલ પાંચ હજાર કરોડના ખર્ચે બનેલ છે. જેમાં 66 માળ છે. ત્રીજા સ્થાને પુનાવાલા ગૃપના ચેરમેન સાયરસ પુનાવાલાનું આવે છે, જે 750 કરોડની કિંમતનું છે.

દેશમાં બંગલાઓમાં મોંઘામાં મોંઘો સોદો 2015માં આ બંગલાનો થયો હતો. ચોથા ક્રમે આદિત્ય બિરલા ગૃપના ચેરમેન મંગલમ બિરલાનું આવાસ છે, જે 30 હજાર ચોરસ ફૂટમાં પથરાયેલ છે. આ મકાનની કિંમત 425 કરોડ છે. આ યાદીમાં પાંચમા ક્રમે અભિનેતા શાહરૂખ ખાનનો બંગલો આવે છે, જેની કિંમત બસો કરોડ છે. ઘણા બધા ફિલ્મ સ્ટારો, ઉદ્યોગપતી, ક્રિકેટરોની આવાસો પણ વૈભવી છે પણ આ યાદી તેની અદ્યતન સુવિધા, જગ્યા અને કિંમત પરથી નક્કી કરાતી હોય છે. આપણાં દેશમાં વિશ્વમાં અબજોપતિઓની ત્રીજી સૌથી મોટી સંખ્યા છે.