Abtak Media Google News

સોમવારે વિશ્ર્વ ચકલી દિવસ: દેવ ચકલી ભાગ્યે જ જોવા મળે છે: ચકલીના અસ્તિત્વ પર ખતરો

આધુનિકરણનાં લીધે દિવસે ને દિવસે માનવ જીવન, વન્ય પ્રાણીઓ તેમજ ઘર આંગણાનાં પશુ પક્ષીઓનું સ્વાસ્થય જોખમાતુ જાય છે. ત્યારે દરેક માણસની એ ફરજ બને છે કે પર્યાવરણની જાળવણી કરવી અને માત્ર કોઈ એક દિવસને ન ઉજવતા બારેય માસ પ્રકૃતિના તમામ જીવોની તંદુરસ્તી જળવાય રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

૨૦ માર્ચે સમગ્ર વિશ્ર્વ ચકલી દિવસ ઉજવશે ત્યારે છેલ્લા ઘણા લાંબા સમયથી કે જયારે દુનિયામાં કયાંય ચકલીદિન Vlcsnap 2017 03 18 10H42M04S76Vlcsnap 2017 03 18 10H44M03S237ઉજવવામાં નહોતો આવતો એ સમયથી જ પૂર્વ અર.એફ.ઓ. તથા નવરંગ નેચર કલબના વી.ડી.બાલા ચકલીના માળાના વિતરણ કાર્યની શ‚આત હતી વષૅ ૨૦૧૦થી દર વર્ષ લગભગ ૫૦ હજારથી પણ વધુ ચકલીના માળાનું તેઓ વિતરણ કરે છે. વિશ્ર્વ ચકલી દિવસ નિમિતે અબતક સાથે વિશેષ વાતચીત કરતા વી.ડી.બાલાએ કહ્યું હતુ કે વિશ્ર્વમાં વિશ્ર્વચકલી દિવસ ઉજવાતો નહોતો તે પહેલાથી જ હું ચકલી પ્રત્યે જાગૃત છું ચકલી આપણા ઘર આંગણાનું નિદોર્ષ પંખી છે. જે આંગણામાં ચકલી ન આવતી હોય એ અધુ‚ આંગણું છે. ચકલીને આપણા ઘરે આવતી કરવા માટે પુઠ્ઠાનામાળા બનાવી તેમજ પાણીનું કુંડુ મૂકી અને જ‚રી ખોરાકની વ્યવસ્થા કરવી જોઈએ ચકલી ઝાડ પર માળો બાંધવા માટે સક્ષમ નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે ટેકનોલોજી અને આધુનિકરણને લીધે આપણા મકાનો બાંધવાની સ્ટાઈલ બદલાય ગઈ છે. ઉપરાંત કયાંય પણ નળીયાવાળા મકાનો પણ જોવા મળતા નથી આથી ખાચા-ખૂચાના અભાવે ચકલી માળો બનાવી શકતી નથી. ત્યારે લોકોએ માત્ર એક જ દિવસ નહી બારે મહિના ચકલીને બચાવવાના પ્રયત્નો કરવા જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.