વિશ્વનાં સૌથી ભયાનક અને સુંદર કાચના પુલ: બહાદુર લોકો જ કરી શકે પુલ ક્રોસ !!

વિયેટત્ત્નામ દેશમાં વિશ્વનો સૌથી લાંબો કાચના તળિયા વાળો પુલ આવેલો છે: બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ છે: આવા પુલ ફ્રેન્ચ ટેમ્પર્ડ ગ્લાસમાંથી બનેલા હોય છે: એક સાથે 450 મુલાકાતીઓને પ્રવેશ અપાય છે
બે પહાડોની વચ્ચેની ખીણ ઉપર લટકતા કાચના તળિયાવાળા પુલમાં હિંમતબાજ મુલાકાતી ક્રોસ કરી શકે છે: અધ વચ્ચે તકલીફ પડે તો નિષ્ણાંત બચાવ

 ટુકડી ખડે પગે હોય છે: આપણાં દેશમાં પણ બે ગ્લ

સ બ્રિજ છે

દુનિયામાં અજીબો-ગરીબ નાના-મોટા મકાનો, ડુંગર કોતરીને બનાવેલા રસ્તા, જોખમી હાઇવે વિગેરે જોવા મળે છે ત્યારે સ્કાય ગ્લાસ બ્રિજનો યુગ આવ્યો છે. વિશ્ર્વમાં ઘણા બધા દેશોમાં આવા પુલો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બને છે. વિશ્ર્વના ટોપ-10 સ્કાય ગ્લાસ બ્રિજ આવેલા છે. જેમાં બહાદુર લોકો જ આ બ્રિજ ક્રોસ કરી શકે છે. બે પહાડો વચ્ચે આવેલી જંગલોની ઊંડી ખીણ ઉપર લટકતો કાચના તળિયાવાળા પુલ પર વોક કરવા સ્ટીલની છાતી જોઇએ કારણે હજારો ફૂટ નીચેનો નજારો તમને ચાલતાં ચાલતાં દેખાય ત્યારે ડર વધી જાય છે. કેટલાક પુલની રડતાં રડતાં સૂઇ જાય છે, આંખો બંધ કરી લે છે. આજે આ લેખમાં દુનિયાના આવા વિવિધ ટોપ-10 સ્કાલ ગ્લાસ બ્રિજની રસપ્રદ વાત કરવી છે.

દુનિયાનો સૌથી મોટો ગ્લાસ બોટમ બ્રિજ વિયેટનામ દેશમાં આવેલો છે, જેને બાય લોંગ પદયાત્રી પુલ પણ કહેવાય છે. 2073 ફૂટ લાંબો આ પુલ 492 ફૂટ ઉંચો છે જે વિશાળ જંગલની ઉપર બંધાયો છે. ચીનનાં ગુઆંગ ડોંગમાં આવેલો ગ્લાસ બોટમ બ્રિજ કરતાં પણ લાંબો છે. બેચ લોંગ પેડેસ્ટ્રિયન બ્રિજનો અર્થ વિયેટનામમાં ‘વ્હાઇટ ડ્રેગન’ થાય છે. આ બ્રિજ રેઇન ફોરેસ્ટ ઉપર લટકતો છે. 450 વ્યક્તિનો વજન ખમી શકતો આ પુલ ફ્લોર ટેમ્પર્ડ ગ્લાસમાંથી બનાવાયો છે. દેશની 47મી વર્ષગાંઠ નિમિતે પુલ ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજ દુબઇના બુર્જ ખલીફા ટાવર કરતા સાડા ત્રણ ગણો ઊંચો છે. આ પુલમાં મુલાકાતીઓના રક્ષણ માટે રક્ષકોની દેખરેખ હેઠળ છે. ટ્રાફિક માત્ર એક સાઇડ હોય છે. આવા પુલો અનન્ય સ્થાપત્ય માળખુ અને ડિઝાઇન ધરાવે છે. આ પુલ ભયાનક પર્વતોની આસપાસ વણાંક લે ત્યારે સૌથી વધુ ડર લાગે છે. ઉપર, નીચે, આજુબાજું બધે પારદર્શક હોવાથી 99 ટકા લોકોને ડર સાથે પરસેવો છૂટી જાય છે.

ભારતમાં બિહાર રાજ્યમાં નાલંદા સહિત બે ગ્લાસ બ્રિજ આવેલા છે. આ સ્કાય-વોકની લંબાઇ 85 ફૂટ છે અને તેની પહોળાઇ 6 ફૂટ છે. ઝાંગજીઆજી લાંબો અને 300 મીટર ઊંચો જોવા મળે છે. આ પુલના લોકો ડરતા હોય, રડતા હોય તેવા ઘણા વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ જ જાણીતા બન્યા છે. આ ઉપરાંત કેનેડામાં આવેલ ગ્લેશિયર સ્કાયવોક અદ્ભૂત ખડકાળ પર્વતોમાં છે જે ગોળાકાર વોકવે ખડકની ઉપરથી બહાર નીકળે છે. આ પુલ સનવાપ્તા ખીણની 270 મીટર ઉપર છે. અમેરિકામાં ગ્રાન્ડ કેન્યોન સ્કાયવોક આવેલો છે જે જમીનથી 290 મીટરની ઊંચાઇએ આવેલો છે. આ પુલ ફરતો હોવાથી મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશ્ર્વમાં આજે પ્રવાસન વિકાસના ભાગરૂપે મુલાકાતીઓનું આકર્ષણ વધારવા ઘણા દેશોમાં આવા પુલો નિર્માણ થયા છે જે સુરક્ષાની દ્રષ્ટિએ પણ નંબર વન છે. અદ્યતન ડીઝાઇન સાથે લોકોની સુરક્ષાની 100 ટકા ગેરેન્ટી આપે છે. ગ્લાસ ઉપર તમે મારો કે તમે પડો તો અથવા લોખંડના હથોડા મારો તો પણ ના તૂટે તેવા મજબૂત હોય છે, તેમાં ક્રેચીસ પણ પડતાં નથી.

ચીન દેશમાં આવેલ તિયાનમેન સ્કાય વોક દુનિયાભરમાંથી લાખો લોકો આવ્યા છે. પહાડ ઉપર 4700 ફૂટ ઉપર છે. આ પુલની આજુબાજુના કુદરતી દ્રશ્યો મન મોહી લે છે. આ પુલ પર ચાલતી વખતે રોમાંચ સાથે ડર પણ લાગે છે. ક્રિસ્ટલ ક્લિયર પુલ 3 ફૂટ પહોળો છે. ઓસ્ટ્રીયા દેશમાં આવેલ ડાચસ્ટીન સ્કાયવોક આલટસમાં જોવા માટેનું સૌથી અદ્ભૂત પ્લેટફોર્મ છે. ઘોડાના નાળ આકારનો ચીનમાં આવેલ યુઅન્યુઆન ગ્લાસ સ્કાયવોક વર્ટીગો પ્રેરીત ખડની બાજુથી 85 ફૂટ જેટલો છે. જે ગ્રાન્ડ કેન્યોના સ્કાયવોકથી 16 ફૂટ લાંબો છે. ચીનનો બીજો પુલ હોંગ્યાગુગ્લાસ બ્રિજ છે. પિંગશાન કાઉન્ટીમાં હોંગ્યાવેલી ઉપર આવેલો છે. 1600 ફૂટ લાંબો અને 13 ફૂટ પહોળો આ પુલ બે ખડકોને જોડતો બનાવાયો છે. વિયેટનામમાં આવેલો ગ્લાસ લવ બ્રિજ દુનિયાનો પહેલો 5ડી ઇફેક્ટ કાચનો બનાવ્યો છે. પુલના ગ્લાસની ટેકનોલોજીને કારણે નીચેના દ્રશ્યો સાવ નજીક અને ચોખ્ખા લાગતાં હોવાથી બહુ જ ડર લાગે છે.

ચીનમાં વધારે આ પુલો છે. જેમાં તિયાન્યુન માઉન્ટેન ગ્લાસ બ્રિજ ડ્રેગન ક્લિક સ્કાયવોક તરીકે વધુ જાણીતો છે. પુલનો વોકવે 100 મીટર લાંબો અને પર્વતોની આસપાસ 100થી વધુ વણાંકો ધરાવતો હોવાથી હિંમતબાજ લોકો જ તેને ક્રોસ કરવાની હિંમત કરે છે. વિયેટનામના બાચલોંગ બ્રિજને વિશ્ર્વનો સૌથી લાંબા પુલનો દરજ્જો મળ્યો છે. આવા પુલો પાર કરતી વખતે પ્રવાસીઓ નીચું જોવાની હિંમત નથી કરી શકતા કારણ કે તેને ઊંચાઇથી ડર લાગે છે. આ પુલનાં કાચમાં ત્રણ સ્તર જોવા મળે છે અને દરેક 40 મીટર જાડા હોય છે. પુલની આસપાસના ખડકો, પર્યાવરણ વિગેરે જાળવીને આ પુલની રચના કરવામાં આવી છે. પુલની વચ્ચે ઊભા રહીને તમે પ્રકૃત્તિની અફાટ સુંદરતા ઉપર, નીચે, આસપાસ બધે જ નિહાળી શકો છો.

ચીનમાં સૌથી વધુ આવા પુલો આવેલા છે. એવરેજ દરરોજ 10 હજારથી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે. બ્રિજ પર પાકિટ અને મોબાઇલ ફોન સિવાય કોઇ અંગત સામાનને લઇ જવા દેવામાં આવતો નથી. લેડીઝને ઊંચી હીલ પહેરવાની મંજૂરી નથી. ડર લાગે ત્યારે રેલીંગના સહારે તમે ચાલી શકો છો, અમુક કિસ્સામાં નિષ્ણાંત રક્ષકોની મદદ પણ યાત્રીઓએ લેવી પડતી હોય છે. ભારતમાં માઉન્ટેન ગ્લાસ બ્રિજ જે ઊંચા પહાડોના 360 ડિગ્રીના સુંદર દ્રશ્યોને નજારો સાથે રોમાંચ ખડો કરે છે. ઝાંગ જિયાજીમાં અદ્ભૂત સ્કાયવોક પુલ છે. બિહારના રાજગીરમાં કાચનો પુલ છે. ઊંડી ખીણ ઉપર 200 ફૂટ ઊંચો લટકતો ગ્લાસ બ્રિજ છે, જે 85 ફૂટ લાંબો અને 6 ફૂટ પહોળો છે. દેશમાં બીજો પુલ સિક્કિમમાં આવેલો છે. પેલિંગ વિસ્તારમાં આવેલો આ પુલ દેશમાં પ્રથમ ગ્લાસ બ્રિજનું સન્માન મેળવે છે. પુલ ઉપરથી તિસ્તા અને રંગિત નદીના અદ્ભૂત દ્રશ્યો જોવા મળે છે. કેરળમાં થોલ્લીરામકાંડીમાં વાયનાડ ગ્લાસ બ્રિજ આવેલો છે. જમીનથી 100 ફૂટ ઉપર અનબ્રેકેબલ ફાઇબર ગ્લાસથી બન્યો છે, જે ઇટાલીથી આયાત કરવામાં આવેલ હતું. આ પુલ પરથી પહાડો, વાદળો અને જંગલોનો અદ્ભૂત નઝારો સ્વર્ગખડું કરે છે. આવા પુલો ઉપરથી પ્રકૃત્તિને માણવાનો રોમાંચ કંઇક અલગ જ જોવા મળે છે.

આ છે, ભારતનાં ત્રણ સ્કાયવોક ગ્લાસ બ્રિજ !!

વિશ્વભરમાં ગ્લાસ બ્રિજે પ્રવાસીઓને આકર્ષિત કર્યા છે પણ આપણાં દેશમાં પણ આવા કાચના તળિયાવાળા પુલો આવેલ છે જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ બન્યા છે. બિહાર રાજ્યમાં રાજગીરમાં કાચનો પુલ આવેલો છે. બે પહાડો વચ્ચે 200 ફૂટ ઊંચો લટકતો પુલ છે. 85 ફૂટ લાંબો અને આ પુલ 6 ફૂટ પહોળો છે. સિક્કિમમાં ગ્લાસ સ્કાયવોક આવેલો છે. જે દરિયાની સપાટીથી 7200 ફૂટ ઊંચાઇએ આવેલો છે. અહીંથી બરફમાં ઢંકાયેલ હિમાલય, પક્ષીઓ તિસ્તા અને રંગિત નદીઓના અદ્ભૂત દ્રશ્યો જોવા મળે છે. કેરળમાં પણ થોલ્લીરામકાંડીમાં વાયનાડ ગ્લાસ બ્રિજ આવેલો છે, જે એક ખાનગી રિસોર્ટમાં છે. અનબ્રેકેબલ ફાઇબર જે ઇટાલીથી આયાત કરીને ગ્લાસ બ્રિજ બનાવાયો છે. જંગલોના 30 મિનિટના મનમોહક દ્રશ્યો તમે આ પુલ ક્રોસ કરતી વખતે માણી શકો છે. આ પુલ પર જવાની ટીકીટ લેવી પડે છે.