Abtak Media Google News

સીંગલ યુઝ પ્લાસ્ટીક ખૂબ જ નુકશાન કર્તા છે તમામ લોકો હવે પ્લાસ્ટીક નો ઉપયોગ બંધ કરવા વન અને પર્યાવરણ મંત્રીએ તેમના જન્મ દિવસે લોકોને કરી અપીલ
Screenshot 4 2

રાજ્ય ના કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રીના 58 માં જન્મ દિવસ નિમિત્તે લીંબડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

Screenshot 2 2

લીંબડી તાલુકા ભલગામડા સરકારી માધ્યમિક શાળા ખાતે ગ્રામજનો એ 58 વૃક્ષો વાવી તેને ઉછેર માટે દત્તક લીધા હતા. તો આ પ્રસંગે રક્તદાન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણા એ પોતાના જન્મ દિવસ નિમિત્તે સંદેશ ચેનલ મારફત રાજ્યના પ્રજાજનોને સીંગલ યુઝ પ્લાસ્ટીક ઉપયોગ બંધ કરવા અપીલ કરી હતી અને વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ ની જાળવણી કરવા અપીલ કરી હતી.

Screenshot 3 4
ભલગામડા સરકારી માધ્યમિક હાઇસ્કૂલ ખાતે ગામ સમસ્ત આયોજિત આ કાર્યક્રમમાં આ પ્રસંગે નાયબ કલેકટર હર્ષવર્ધનસિંહ સોલંકી, જીલ્લા વન અધિકારી, તથા સરપંચ સુખદેવસિંહ ઝાલા, વાઘુભા રાણા નિરૂભા.કે.રાણા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.