Abtak Media Google News

ન્યુઝીલેન્ડના મહિલા વડાપ્રધાન ઝેસીન્ડા અર્ડન એ સોમવારે દ્દઢ આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો. કે ન્યુઝીલેન્ડ કોરોના સંક્રમણને કાબુમાં લેવામાં સંપૂર્ણ પણે સફળ થયું છે. દેશનો અંતિમ દર્દી પણ કોરોનાની બિમારીમાંથી સાજો થઈ ગયો છે.

સત્તર દિવસ પહેલા નવો કોરોનાનો કેસ નોંધાયો હતો. ફેબ્રુઆરી મહિનામાં કોરોના સંક્રમણના કેસો સામે આવવા લાગ્યા હતા. ગઈકાલે સોમવારે છેલ્લો દર્દી પણ સંક્રમણથી સાજો થઈ ગયો હોવાની જાહેરાત થઈ છે છેલ્લા ૧૭ દિવસમાં થયેલા ૫૦,૦૦૦ પરીક્ષણોમાં એક પણ વ્યકિતને કોરોના પોઝીટીવ આવ્યો ન હતો. અને બાર દિવસમાં કોરોનાનો એક પણ કેસ દાખલ થટો નથી.

તેમ વડાપ્રધાને પત્રકાર પરિષદમાં કહ્યું હતુ તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે સરકારની કેબીનેટએ દેશ વય્પી અનલોકનો બીજો તબકકો મધરાતથી શરૂ કરાશે. અમને આત્મ વિશ્વાસ છે. કે ન્યુઝીલેન્ડમાં વાયરસનું સંક્રમણ કાબુમાં છે. પરંતુ હજુ સમયનો તકાજો સમજીને સાવચેતી રાખવી પડશે.

હજુ નવા કેસોની શકયતા રહેલી છે. ત્યારે આપણે નિષ્ફળ થવાના એકપણ સંજોગો ઉભ થવા દેવા નથી આ વાયરસનો ફેલાવો હજુ અટકશે નહિ તે વાસ્તવિકતા છે. પરંતુ આપણે તેનો ઈલાજરી શકીએ છીએ તેનો મતલબ એ છે આપણે તેનીસામે સુજજ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.