- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતે 825 શાળાઓમાં પરીક્ષા કેન્દ્ર 8000થી વધુ પોલીસનો બંદોબસ્ત
લોકરક્ષક કેડરની 12000 જગ્યાઓની ભરતી માટે આવતીકાલે રવિવારે 2,47,803 ઉમેદવારોની લેખીત પરીક્ષા આવતી કાલે રાજકોટ સહિત અલગ અલગ સાત શહેરોમાં 825 શાળાઓમાં લેવામાં આવશે 8000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારીને જવાબદારી સોંપવામા આવી છે. 18000થી વધુ શિક્ષકો કામગીરી સંભાળશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આવતીકાલ લોકરક્ષક કેડરની કુલ-12000 જેટલી વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે. જાન્યુઆરી – ફેબ્રુઆરી 2025 દરમ્યાન યોજવામાં આવેલ શારીરિક કસોટીમાં 10,73000 જેટલા ઉમેદવારો પૈકી લોકરક્ષક કેડરના ઉતિર્ણ થયેંલા કુલ- 2,47,803 ઉમેદવારોની આ લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતેની 825 શાળાઓમાં સીસીટીવી નિગરાની હેઠળ યોજવામાં આવનાર છે.
આ પરીક્ષા પારદર્શક રીતે યોજાય અને કોઇપણ જાતની ગેરરિતી ન થાય તે માટે 8000 થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ અને 18000 થી વધુ શિક્ષણ વિભાગના અધિકારી અને કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે શારીરિક કસોટી દરમ્યાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક / ફોટોગ્રાફને લેખિત પરીક્ષા પહેલા વેરીફીકેશન કરવામાં આવનાર છે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને જીપીએસ મારફતે ટ્રેક કરી, રાજય ભરતી કંટ્રોલરૂમ, કરાઈ ખાતેથી મોનીટરીંગ કરવામાં આવશે અને પોલીસ એસ્કોર્ટ રાખવામાં આવેલ છે. સરકારના ગૃહવિભાગના 7 ફેબ્રુઆરી 2024ના જાહેરનામા મુજબ પરીક્ષા નિયમ અનુસાર પરીક્ષા ઓએમઆર પધ્ધતિમાં હશે અને 200 પ્રશ્ર્નો 200 ગુણ, સમય 3 કલાકનો રહેશે જેમા પાર્ટ એમાં 80 પ્રશ્ર્નો, 80 ગુણ અને પાર્ટ બી માં 120 પ્રશ્ર્નો 120 ગુણ હશે પરીક્ષામાં ઉતિર્ણ થવા માટે પાર્ટ એ અને પાર્ટ બીમાં અલગ અલગ 40 ગુણ મેળવવાના રહેશે
તમામ શહેર જિલ્લા ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશ્નર/રેન્જ વડાના સુપરવિઝન હેઠળ તેમજ એજીપી, ડીઆઈજીપી, એસપી કક્ષાના સિનીયર પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં યોજવામાં આવનાર છે. પરીક્ષાનો સમય સવારે 9.30 થી 12.30 કલાક દરમિયાન રહેશે.
પરંતુ, પરીક્ષા પહેલા ઉમેદવારોનું બાયોમેટ્રીક /ફોટોગ્રાફ વેરીફીકેશન કરવાનું હોવાથી કોલલેટરમાં 7/30 વાગે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવા જણાવેલ છે. જેથી ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી જાય તે હિતાવહ છે. ઉમેદવારોને પરીક્ષા સ્થળ સુધી પહોંચવા માટે અત્રેથી એસ.ટી. વિભાગને વિનંતી કરવામાં આવેલ અને તેને ધ્યાને લઇ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ આજે શનીવાર અને કાલે રવિવાર દરમ્યાન એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરેલ છે અને ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ એસ.ટી. નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વીસોનું ઓનલાઈન ટીકીટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.
એસ.ટી નિગમ આજે અને કાલે એક્સ્ટ્રા બસો દોડાવશે
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કાલે લોકરક્ષક કેડરની લેવાનારી લેખિત પરીક્ષામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ આજે અને આવતીકાલે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇને નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સેવા તથા ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સમયગાળા દરમિયાન નિગમ દ્વારા બસોના એક્સ્ટ્રા સંચાલન સેવાનું નિગમના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www. gsrtcin ઉપરથી તમામ ઉમેદવારો ટિકિટ કાઉન્ટર તેમજ એડવાન્સ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. ઉમેદવારોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. 1800 233 666666 ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે.