Abtak Media Google News

Table of Contents

રાજકોટ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે પણ શહેરીજનોની માનસિકતાનો વિકાસ કયારે?

ટ્રાફિક ન્યુસન્સ પેદા કરતા તત્વોને ઉઘાડા પાડવાનું “અબતક” ટીમનું અભિયાન

નિયમોનો ઉલાળીયો કરનારાઓને કાયદાના પાઠ ક્યારે ભણાવાશે?

રંગીલા રાજકોટ છેલ્લા એક દાયકાથી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. શહેરની ટ્રાફીક સમસ્યા હલ કરવા માટે રાજમાર્ગો પર ઓવર બ્રીજ  બનાવવામાં આવી રહ્યા છે પરંતુ શહેરીજનોની માનસીકતાનો વિકાસ કે દિવસે થશે તે કહેવું ઘણું અધરું છે. રાજકોટ શહેરની ટ્રાફીક સમસ્યા સુચારૂ બનાવવા માટે તંત્ર દ્વારા એક પછી એક અસરકારક પગલા લઇ રહ્યા છે. ત્યારે શહેરીજનોએ પણ ટ્રાફીક સેન્સ વિશે થોડું જ્ઞાન મેળવી તે રીતે વરતે તો ઘણી સમસ્યાઓ આપમેળે ઉકેલાઇ જાય.

Wrong Side Romio Rajkot 1 રાજકોટ શહેરની એક તાસીર છે બાઇક લઇને નીકળતા ‘રોંગ સાઇડ’ રોમીયો જાણે ઝડઘો કરવા જ નીકળ્યા હોય તેમ સામાન્ય બાબતમાં પોતનો ‘ઇગો’ ઘવાતો હોય તેમ કેમ મારી સામુ જોવે છે. કેમ કાવા મારે છે, વાહન સરખુ ચલાવને, હમ લાગી જાત તો, જોય ને ચલાવને જો તો નથી આ શબ્દો શહેરના રાજમાર્ગો પર સાંભળવા રોજીંદા બની ગયા છે.

શહેરીજનો માટે માથાના દુ:ખાવા રૂપ બની ગયેલા ‘રોગ સાઇડ રોમીયો’ પર ‘અબતક’ની ટીમ એક અભિયાન ચલાવવા જઇ રહી છે. ત્યારે આવી નાની નાની બાબતમાં ટ્રાફીક ન્યુશન્સ ઉભુ કરતા રોડ રોમીયોને છાપે ચડાવવા ‘અબતક’ની ટીમ લોકોને આહવાન કરી રહી છે કે આવા ટ્રાફીક ન્યુશન્સ પેદા કરતા તત્વોને ઉઘાડા પાડવા માટે તમારી આજુબાજુમાં બનતી આવી સામાન્ય લાગતી ઘટનાના ફોટા કે વિડીયો

‘અબતક’ની હેલ્પલાઇન પર મોકલાવો જેને અમે વાંચા આપી તમારી રજુઆતને ઉજાગર કરશું.

રાજકોટ શહેરમાં રોંગ સાઇડ વાહન ચલાવવું, જયાં પ્રવેશ બંધ લખ્યું હોય ત્યાંથી જ શોર્ટ કટ લઇને નીકળવું ટ્રાફીક સીગ્નલ બંધ હોય ત્યારે નિયમનો ભંગ કરી જાણે ઉતાવળે આંબા પકાવવા હોય તેમાં વાહન લઇને નીકળી જવું, સાઇડ સીંગ્નલ ખુલ્લે ત્યારે જ જાણે બગીચામાં ફરવા નીકળ્યા હોય તેમ રાહદારીઓ રસ્તા ઓળંગવાની ચેષ્ઠા કરે છે જેના કારણે દરરોજ અનેક સ્થળે નાના મોટા અકસ્માતો સર્જાય અને ઘણી વખત આવી સામાન્ય બાબતોએ મોટા સ્વરૂપ ધારણ કરી લીધા હોવાના અનેક દાખલા પોલીસ ચોપડે નોંધાવ્યા છે.

આજે રોગ સાઇડ રોમીયો અભિયાનના પ્રથમ દિવસે અબતકની ટીમ શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફરીને રોંગ સાઇડ વાહન ચલાવી બિન્દાસ ફરતા વાહન ચાલકોને કેમેરામાં કેદ કરી લીધા હતા. જેમાં યાજ્ઞીક રોડ, ધર્મેન્દ્ર રોડ, બાપુના બાવલા પાસે, કરણસિંહજી રોડ, એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાસે,  કોટેચા ચોક, બીગબજાર ચોક સહીતના સ્થળોએ આ જનજાગૃતિ અભિયાનની પહેલ કરી હતી.

યાજ્ઞિક રોડ પર ત્રિપલ સવારી એક્ટિવા અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો ને બધડાટી બોલી

કેમ વાહન જોઇને ચલાવતા નથી  તે મુદ્દે તું… તું… મેં… મેં….. થઇ’ને ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવાની વાત વિસરાઇ ગઇ

Wrong Side Romio Rajkot 2

શહેરીજનોમાં ટ્રાફીક અંગે જાગૃતિ લાવવા ‘અબતક’ની ટીમે શરુ કરેલી પહેલમાં આજે ‘પ્રથમ ગ્રાસે મક્ષીકા’ જેવા તાલ સર્જાયો હતો જેમાં યાજ્ઞીક રોડ પર ત્રિપલ સ્વારી એકટીવા અને બુલેટ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકટીવા સ્વાર પ્રૌઢને હાથમાં ફેકચર જેવી ઇજા પહોંચી હોવા છતાં કેમ વાહન જોઇને ચલાવતા નથી તે મુદ્દે જાહેરમાં બઘડાટી બોલી ગઇ હતી. આ સમયે અબતકની ટીમ ત્યાંથી નીકળતી હોય આ બઘડાટી ને કેમરામાં કેદ પણ કરી લીધી હતી અને ઇજાગ્રસ્તને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે 108 ને ફોન કરી દીધો હતો અને પોલીસને પણ જાણ કરી દીધી હતી.

આ ઘટનાની માહીતી એવી છે કે યાજ્ઞીક રોડ પર ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગેઇટ પાસે એકટીવામાં એક જ પરિવારના ત્રણ વ્યકિત પસાર થઇ રહ્યા હતા ત્યારે પુરઝડપે આવતા બુલેટ સાથે અકસ્માત થતા પતિ-પત્ની અને જુવાનજોધ પુત્રી એકટીવામાંથી ફંગોળાઇ ગયા હતાં જેમાં પ્રૌઢને હાથમાં ફેકચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી આ ઘટના બાદ કેમ જોઇને ચલાવતો નથી તે મુદ્દે બઘડાટી બોલી ગઇ હતી. યાજ્ઞીક રોડ જેવા ટ્રાફીકથી ધમધમતા રાજમાર્ગો પર અકસ્માત બાદ બબાલ થતા લોકો મફતમાં તમાશો જોવા ટોળે વળી ગયા હતા. અકસ્માતમાં એકટીવાને ભારે નુકશાન થયુઁ હતું. અને ઇજાગ્રસ્તને 108 માં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા બાદ જાણ કશું બન્યું ન હોય તેમ રાહદારીઓ વિખેરાઇ ગયા હતા.

શહેરીજનોને તેમની આજુબાજુમાં બનતી આવી ઘટનાના ફોટા કે વીડિયો “અબતક હેલ્પલાઇન” પર મોકલવા આહવાન

’અબતક’ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો વિરુદ્ધ એક જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આવા લોકો ટ્રાફિકના નિયમોનું તો ઉલ્લંઘન કરે જ છે પરંતુ તેમના કારણે અનેકવાર ગમખ્વાર અકસ્માતો થતા હોય છે જેના કારણે ક્યારેક કોઈક માસુમે જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે આ પ્રકારના લોકોને કાયદાનું ભાન થાય અને રાજકોટ ટ્રાફિક પોલીસ પણ આ પ્રકારના તત્વો વિરુદ્ધ લાલ આંખ કરે તેના માટે આ અભિયાન ’અબતક’ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

આ અભિયાનમાં જાહેર જનતા પણ સહકાર આપી શકશે. કોઈ વ્યક્તિ ભયગ્રસ્ત રીતે વાહન ચલાવતો હોય જેના કારણે અકસ્માત સર્જાવાની શકયતા હોય તો તે વ્યક્તિનો ફોટો-વિડીયો જાહેર જનતા અબતક મીડિયાને વોટ્સએપ મારફત મોકલી શકશે. જાહેર જનતાએ મોકલેલા ફોટો-વિડીયો અમે અમારા દૈનિક તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ કરીશું. ઉપરાંત ’અબતક’ દ્વારા શરૂ કરાયેલા આ અભિયાન અંગે પણ જાહેર જનતા આ વોટ્સએપ નંબર થકી પોતાના અભિપ્રાય પણ આપી શકશે.

અબતક મીડિયા હેલ્પલાઈન નંબર 7048230007

પોલીસ અમને કંઇ કહેતી નથી એટલે અમે રોંગ સાઇડ ચલાવીએ છીએ

શહેરના ગૌરવ પથ કાલાવાડ રોડ કોટેચા ચોકમાં આજે સવારે અબતકની ટીમ દ્વારા ‘રોગ સાઇડ રોમીયો’ અભિયાન અંતર્ગત લોકોના અભિપ્રાયો જાળ્યા હતા આ વખતે સીકયુરીટીમાં નોકરી કરતા રમેશભાઇ નામના પ્રૌઢ કોટેચા ચોકથી રોંગ સાઇડમાં જલારામ પેટ્રોલ પંપ તરફ જતા મળી આવ્યા હતા.

રમેશભાઇનો અભિપ્રાય લેવામાં આવતા તેઓએ કેમેરા સમક્ષ પોતાનું નિદેદન આપ્યું હતું કે અક્ષરસ આ મુજબ છે ‘પોલીસ અમને કાંઇ જ કહેતી નથી તો તો પોલીસ અહીયા ઉભો ના હોય હું તો પેટ્રોલ ભરાવવા જાઉ છું સીધો જાવ તો છે કે ફરીને આવવું પડે છે. કોઇને નુકશાની થતી નથી. હું રોગ સાઇડમાં નીરાંતે જ આવું છું. ભટકાય તો હું ઝડપી સ્પીડમાં તો જતો નથી. બેફામ તો હું નથી ચલાવતો કોઇ ભટફાડી જ ના શકે માટે મોટું થાય છે. તેમ કહી જતા રહ્યા હતા.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.