Abtak Media Google News

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સાઉથમ્પટનમાં 18 જૂનથી ફાઇનલ જંગ જામશે, ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ નજીક જ છે ત્યારે છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલની બેતાબીથી રાહ જોવાય રહી છે, બંને ટીમોને ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચવા ઉત્સાહ વધી ગયો છે.

18 જૂનથી બંને ટિમો વચ્ચે ટક્કર થશે. મેચને લઇ જેટલો ઉત્સાહ છે એટલો જ ઉત્સાહ એ પણ છે કે ચેમ્પિયન ટિમ ને ઇનામ માં શું મળશે? કઈ ટ્રોફીથી વિજેતા ટીમને સન્માનિત કરાશે આ બધા પ્રશ્નોનો જવાબ મળી ગયો છે.

Southhamptan

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શરુ થનાર ફાઇનલ મેચ પાંચ દિવસનો છે, સ્વાભાવિક છે કે મેચ વચ્ચે વરસાદ કે અન્ય કારણોસર દિવસોમાં વધારો પણ થઇ શકે છે જેથી પાંચમાંથી કોઈ એક દિવસ વરસાદ પડે તો મેચને છઠ્ઠા દિવસે પણ રમાડી શકાય. ટેસ્ટ મેચ માં જો કોઈ ટિમને જીત ના મળે તો તે મેચ ડ્રો પણ થઇ શકે છે.

બીજી બાજુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ પહેલા 10 દિવસીય ક્વારન્ટીન પીરિયડમાંથી પસાર થઇ રહેલા ભારતીય ક્રિકટરોએ હેમ્પશાયર બાઉલમાં બે દિવસની એક ઇન્ટ્ર-સ્કવોડ પ્રેક્ટિસ મેચ રમી હતી. આ મેચ શુક્રવારે શરૂ થઈ હતી. આ બંને ટીમોના કેપ્ટન વિરાટ કોહલી અને કેએલ રાહુલ હતા.ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પહેલા સાઉથેમ્પટનમાં ઇન્ટ્રા સ્કવોડ મેચ રમી. તેને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ અસલી ટક્કર પહેલા એક તૈયારી તરીકે જોવામાં આવી રહ્યુ છે. આ મેચની નાનો વીડિયો બીસીસીઆઈએ પોસ્ટ કર્યો. જેમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ કરતા નજરે પડે છે. સાથે જ શુભમન ગિલ શોટ મારતા નજરે પડે છે.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ બોલિંગ કરતા નજરે પડે છે. આ ઇન્ટ્રા-સ્ક્વોડ અભ્યાસ મેતમાં વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત અને ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ શાનદારબેટિંગ કરી. પંતે પહેલા દિવસે હાફ સેન્ચુરી ફટકારી, જ્યારે બીજા દિવસે પણ તેની શાનદાર ફોર્મ જારી રાખતા 94 બોલમાં અણનમ 121 રનની શાનદાર ઇનિંગ રમી. ઉપરાંત ગિલે પણ 135 માં 85 રન કર્યા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાના બે બેટ્સમેન સારા ફોર્મમાં છે.

Wtc 2

ત્યારે જ વિજેતા ટિમને 11.71 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત થઇ છે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ દ્વારા સોમવારે વિજેતા ટિમને કેટલી રકમ મળશે તે જાહેરાત કરવામાં આવી છે.

ક્રિકેટ વેબસાઈટ ઈએસપીએન, ક્રિકન્ફોના મુખ્ય કાર્યકારી અધિકારી જ્યોફ એલડાઇસે જણાવ્યું હતું કે ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા ટીમને 11.71 કરોડ રૂપિયાનું ઇનામ મળશે, ત્યારે રનર અપ ટિમને 8 લાખ ડોલર એટલે કે 5.85 કરોડ રૂપિયા મળશે. તેમજ વિજેતા ટીમને ટ્રોફી પણ એનાયત કરવામાં આવશે.

તેમજ આઈસીસી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેચ જો ડ્રો થાય તો બંને ટિમો ને સહભાગે વિજેતા જાહેર કરવામાં આવશે. જયારે ચેમ્પિયનશિપ ટ્રોફી હાર હંમેશા જે ટિમ ટોપ પોઝિશન પર હોય તેને એનાયત કરવામાં આવે છે. તેમજ ત્રીજા નંબરે આવેલી ટિમ ને પણ 3.29 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

આઈસીસીના ટેસ્ટ ક્રિકેટ વિશ્વકપમાં ઘણા નિયમો જાહેર કરવામાં આવ્યા છે

રિઝર્વ ડે હોવાને લઈને 5 દિવસની મેચ પુરી રમાશે. રિઝર્વ ડેના ઉપયોગ માટેનો આખરી નિર્ણય 5માં દિવસની રમતના અંતિમ કલાક દરમ્યાન લેવાશે. જો પાંચ દિવસની રમત પુરી થયા બાદ પણ પરિણામ નથી આવતુ તો રિઝર્વ ડે નહીં મળી શકે. આવી સ્થિતીમાં મેચ ડ્રો જાહેર કરવામાં આવશે.
ચેમ્પિયનશીપનો બોલ

ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે આ બોલથી મેચ રમવામાં આવશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે WTC Final મેચ ગ્રેડ 1 ડ્યૂક ક્રિકેટ બોલ વડે રમાડવામાં આવશે. શોર્ટ રનના મામલામાં થર્ડ અંપાયર ફિલ્ડ અંપાયરના કોલ પર રિવ્યૂ કરી શકે છે. તેમની સાથે વાત કરીને અંતિમ નિર્ણય લઇ શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.