Abtak Media Google News

દક્ષિણ કોરિયન ટેકનોલોજી કંપની સેમસંગે ફરી એકવાર ચીની કંપની હ્યુઆવેઇને પાછળ છોડી દીધી છે અને નંબર -1નો તાજ મેળવ્યો છે. આ આંકડા તાજેતરમાં રીસર્ચ ફર્મ કેનાલિસ દ્વારા કરવામાં આવેલા સંશોધન પરથી ફલિત થાય છે.

ચીની કંપની હ્યુઆવેઇ અને દક્ષિણ કોરિયન સેમસંગ કેટલાક સમયથી નંબર -1ના સ્થાન માટે સ્પર્ધા કરી રહ્યા છે. ત્રણ મહિના પહેલા હ્યુઆવેઇ સેમસંગને પહેલી વાર પછાડીને વિશ્વની નંબર -1 સ્માર્ટફોન કંપની બની હતી. પરંતુ હવે ફરી સેમસંગે નંબર -1નું સ્થાન હાંસલ કર્યું છે.

ચીની સ્માર્ટફોન ઉત્પાદક શાઓમી વિશે વાત કરીએ તો તેણે એપ્લાને પાછળ છોડી દીધી છે અને નંબર -3 પર આવી છે. આ પહેલી વાર છે જ્યારે દુનિયામાં શાઓમી એપલથી આગળ નીકળી ગઈ હોય. શાઓમીએ 4.5 કરોડ સ્માર્ટફોન વેચ્યા છે અને હવે તે વૈશ્વિક યાદીમાં ત્રીજા નંબરે છે. તેનો માર્કેટ શેર 13.1% છે. જ્યારે એપલમો માર્કેટ શેર 11.8% પર આવી ગયો છે.

નોંધનીય છે કે, આ વખતે એપલે કેટલાક નવો આઇફોન થોડો મોડો લોન્ચ કર્યો હતો. મોડું લોન્ચ થવાને કારણે, તેનું વેચાણ શરૂ કરવામાં પણ હવે સમય લાગ્યો હતો અને તેથી જ શિપમેન્ટને અસર થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.