યારી હે ઈમાન મેરા, યાર મેરી જિંદગી: અમરગીતોના સુરિલા ગાયક મન્નાડે

પ્રબોધચંદ્ર ડે જેને આપણે હિન્દી ફિલ્મના મહાન ગાયક મન્નાડે તરીકે ઓળખીય છીએ. તેમનો જન્મ કલકતામાં 1 મે 1919ના રોજ થયો. અમરગીતોનાં સુરિલા ગાયકનું અવસાન 24 ઓકટોબર 2013ના રોજ 93 વર્ષની વયે બેંગલોર ખાતે થયું હતુ. તેમની કારકિર્દી 1942થી 2013 સુધીની રહી હતી તેમની ગાયન શૈલીમાં ફિલ્મી કવ્વાલી, ગઝલ, શાસ્ત્રીયગીતો સાથે રોક એન્ડ રોલ ટાઈપના ગીતો પણ ગાયા હતા 2007માં તેમને સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત કરાયા હતા. તે ફિલ્મ જગતનાં બહુમુખી પ્રતિભા ધરાવતા ગાયકો પૈકી એક હતા.

તેમનો સુવર્ણકાળ 1953 થી 1976 વચ્ચેની ફિલ્મો હતી: જીવનના અંત સુધી સ્ટેજ શો કરીને ચાહકોના દિલ જીત્યા હતા: 1942માં આવેલી ફિલ્મ ‘તમન્ના’માં સુરૈયા સાથે પ્રથમ યુગલ ગીત ગાયું હતું

હિન્દી ફિલ્મના શાસ્ત્રીય રાગ આધારીત શ્રેષ્ઠગીતો મન્નાડેએ સૌથી વધુ ગાયા છે. તેમની ફિલ્મી કેરીયર 1942માં ફિલ્મ ‘તમન્ના’થી શરૂ થઈ હતી તેમણે 4 હજારથી વધુ ગીતો ગાયા હતા 1971માં પદ્મશ્રી, 2005માં પદ્મભૂષણ અને 2012માં પદ્મવિભૂષણ જેવા શ્રેષ્ઠ સન્માનો મળ્યા હતા. તેઓ ગાયક ઉપરાંત સારા સંગીતકાર હતા. તેમને જીવનનાં અંત સુધી વિવિધ સ્ટેજ શો કર્યા હતા. તેઓ હારમોનિયમ, તબલા, સિતાર અને તાજપુરામાં ખૂબજ નિષ્ણાંત હતા. તેમણે ભારતની વિવિધ ભાષાઓમાં ગીતો ગાયા જેમાં બંગાલી, ભોજપુરી, ગુજરાતી, પંજાબી, આસામી, કોંકણી, ઓડિયા, સિંધી, કન્નડ, મલયાલમ અને નેપાળીમાં ગીતોને સ્વર આપ્યો હતો.

હિન્દી ફિલ્મ જગતમાં તેમનો સિતારો 1953થી 1976 વચ્ચે ચમકતો રહ્યો ને અઢીથી વધુ દાયકામાં ફિલ્મ જગતનાં શ્રેષ્ઠ ગીતો ગાયા. તેમની ગાયકી સરળ અને હંમેશા શાસ્ત્રીય ટચ વાળી હતી. 70 થી 80ના દાયકામાં બોલીવુડના બદલાતા યુગમાં તેમણે ગાવાનું બંધ કરી દીધું. તેઓ શાળાકક્ષાએ જ 1929માં સ્ટેજ શો ભાગ લીધો હતો. તેઓ 1942માં મુંબઈ આવ્યા હતા. આજ વર્ષે ‘તમન્ના’ ફિલ્મમાં જાણીતા ગાયિકા સુરૈયા સાથે યુગલ ગીત ગાયું જે સુપરડુપર હીટ થઈ ગયું. 1943માં ‘રામરાજય’ ફિલ્મમાં તક મળી ગઈ હતી. અને ત્યારથી તેમની ફિલ્મી ગાયનની યાત્રા શરૂ થઈ હતી. બાદમાં તો ‘ચલતે ચલતે’ ફિલ્મમાં મીનાકપૂર સાથે તથા ‘કમલા’ અને રાજકુમારી જેવી હિટ ત્રફલ્મોમાં ગાવાની તક મળી હતી. 1950માં એસ.ડી. બર્મન સાથે ફિલ્મ ‘મશાલ’માં સુંદર ગીતો ગાયા હતા.

1942થી 2013 સુધીની લાંબી કારકિર્દીમાં ગીત-ગઝલ-કવ્વાલી-શાસ્ત્રીય ગીતો સાથે રોક એન્ડ રોલ ટાઈપના ગીતો પણ ગાયા હતા: 2007માં તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ અપાયો હતો: 4 હજારથી વધુ ગીતો ગાનાર મન્નાડેને પદ્મશ્રી અને પદ્માભૂષણથી સન્માનિત કરાયા હતા

1947 આઝાદી પછી મન્નાડે ને નિયમિત રૂપે ફિલ્મી સંગીતકારો અનિલ વિશ્ર્વાસ, ખેમચંદ પ્રકાશ, શંકરરાવ વ્યાસ, એસ.કે. પાલ જેવા પ્રસિધ્ધ સંગીતકારોની પ્રથમ પસંદ બની ગયા હતા. ગજરે, હમભી ઈન્સાન હૈ, દો સિતારે, હમદર્દ, મહાત્મા કબીર, પ્યાસી, જેવી ફિલ્મોમાં સુંદર ગીતો ગાયા હતા. જોકે અનિલ વિશ્ર્વાસ સાથે બહુ ઓછા ગીતો ગાયા હતા. તેમણે પહેલુ યુગલ ગીત શમશાદબેગમ સાથે ગાયું હતુ. વસંત દેસાઈના સંગીતમાં મન્નાડે એ લત્તાજી સાથે ગીતો ગાયા હતા. 1948થી 1954ના ગાળામાં તેમણે શાસ્ત્રીય આધારિત ફિલ્મી ગીતો વધુ ગાયા હતા.

પશ્ર્ચિમી સંગીત સાથે તેમના પ્રયોગોમાં કેટલાક સુંદર હિન્દી ફિલ્મી ગીતો આપણને મળ્યા હતા. તેમણે 1953માં પ્રથમ ફિલ્મી ગઝલ પણ ગાઈ હતી. 1953માં ‘દો બીઘા જમીન’ ફિલ્મમાં સંગીતકાર સલિલ ચૌધરી સાથે શ્રેષ્ઠ ગીતો ગાઈને રાષ્ટ્રીય સ્તરે પ્રસિધ્ધ મન્નાડે થઈ ગયા હતા. સલિલ ચૌધરી સાથે 1953થી 1992 સુધી શ્રેષ્ઠ ગીતો ગાયા. રાજકપુર અને શંકર જયકિશન સાથે એમનો સંબંધ ફિલ્મ ‘આવારા’થી શરૂ થયો હતો. બાદમાં ‘બુટપોલિસ’ ફિલ્મ સાથે 1954થી 1971 સુધી આર.કે. બેનરની ફિલ્મોમા ગીતોને સ્વર આપ્યો, જેમાં શ્રી 420, મેરાનામ જોકર, ચોરી-ચોરી, પરવરિશ, દિલ હી તો હે, શ્રીમાન સત્યવાદી, કલઆજઔર કલ, અબ્દુલા જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.

મન્નાડેના શ્રેષ્ઠ યુગલ ગીતો રાજકપૂરની ફિલ્મોમાં વધુ હતા. તેમણે રણધીરકપૂર, ઋષીકપૂર માટે પણ ગીતો ગાયા હતા. 1955માં સી.રામચંદ્ર સાથે ગીતોની શરૂઆત કરી ને ઈન્સાનિય ફિલ્મ બાદ તલ્લાક (1959) નવરંગ, પૈગામ, સ્ત્રી (1961) અને વિર ભિમસેન જેવી ફિલ્મોમાં ગીતો ગાયા હતા 1956માં સુધા મલ્હોત્રા સાથે ‘ઘર ઘર દિપ જલાવો’ હિટ ગીત ગાયું હતુ. આગાળામાં માત્ર બે વર્ષમાં 50થી વધુ ગીતોને 1956માં 45 હિન્દી ફિલ્મીગીતો ગાયને રેકોર્ડ કર્યો હતો. તેમણે નૌશાદ, એસ.એન. ત્રિપાઠી, હુશ્નલાલ ભગતરામ, ઓ.પી.નૈયર, અવિનાશ વ્યાસ જેવા વિવિધ સંગીતકારો સાથે ગીતો ગાયા હતા.

1958માં કલ્યાણજી આણંદજીને 1964માં લક્ષ્મીકાંત પ્યારે લાલ જેવા નવા યુગના સંગીતકારો સાથે ફિલ્મજગતને શ્રેષ્ઠ ગીતો આપ્યા હતા. રાહુલ દેવ બર્મનના રોક એન્ડ રોલ ટાઈપ સોંગ આવો ટવીસ્ટ કરે, પ્યાર કરતા જા જે બ્લોક બસ્ટર બની ગયા હતા 1955થી 1969 વચ્ચે શ્રેષ્ઠ ગીતો ફિલ્મ જગતને મન્નાડેએ આપ્યા હતા. સીમા ફિલ્મમાં ‘તુ પ્યાર કા સાગર હૈ’, લાગા ચુનરીમે દાગ-ફિલ્મ દિલ હી તો જેવા હિટ ગીતો આપ્યા હતા.

કાબુલીવાલા ફિલ્મનું ગીત ‘એ મેરે પ્યારે વતન’ આજે પણ એટલું જ લોકપ્રિય છે. ઉપકાર ફિલ્મનું ‘કસ્મે વાદે પ્યાર વફાસબ’ મેરા નામ જોકરનું ‘એ ભાઈ જરા દેખ કે ચલો’ ને જંજીરની કવ્વાલી ‘યારી હૈ ઈમાનમેરા યાર મેરી જીંદગી’ જેવા હિટ ગીતો ફિલ્મજગતને આપ્યા હતા. 1960નાં દશકામાં ભુત બંગલા, ગોમતીકે કિનારે, પડોશન, ચંદનકા પલના, બહારો કે સપને જેવી ફિલ્મો મન્નાડેના ગીતોને કારણે જ હીટ થઈ ગઈ હતી. 1960થી 1975મં કેટલીક ફિલ્મોમાં મહેમુદ અને અનુપકુમાર માટે પણ સ્વર આપ્યો હતો.

સુમનકલ્યારપૂર સાથે મન્નાડે ના યુગલ ગીતોનો એ જમાનામાં બહુ જ ક્રેઝ હતો. તે બંને લગભગ 45 યુગલ ગીતો ગાયા છે.જેમાં સખીરોબીન, જીંદગી ઔર ખ્વાબ જેવી ફિલ્મ હિટ ફિલ્મો સામેલ હતી. મન્નાડેએ રફીજી સાથે 101 ગીતો ગાયા છે.જેમાં 58 યુગલ ગીતોમાં બરસાત કી રાત, પરવરિશ, ઉસ્તાદ, હિન્દુસ્તાન કી કસમ, શાર્ગિદ જેવી ફિલ્મો સામેલ છે. તેમણે આશાભોસલે સાથે પણ શ્રેષ્ઠ ગીતો ગાયા હતા. કિશોરકુમાર સાથે ફકત 6 ગીતો ગાયા છે. પડોશન ફિલ્મનું ‘એક ચતુર નાર બડી હોંશિયાર’ ખૂબજ હીટ થયું હતુ.

1992થી ફિલ્મી ગીતો ગાવાનું બંધ કર્યું ને ફકત ભજન-ગઝલ સાથે 1992થી 2012 સુધી વિવિધ સ્ટેજ શો કર્યા હતા. 1968માં ફિલ્મ ‘મેરે હુજુર’ માટે શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મળ્યો હતો.

મન્નાડેએ ફિલ્મ ગીત-ગઝલ, યુગલ ગીતો સાથે શ્રેષ્ઠ શાસ્ત્રીય ગીતો ગાયા હતા 1942થી 2013 સુધી ગાયનયાત્રામાં 4 હજારથી વધુ ગીતો ગાયા હતા 2007માં તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. તેમના શ્રેષ્ઠ ગીતોની ફિલ્મોમાં દો બીઘા જમીન, સીમા-ઉપકાર-આનંદ- મેરાનામ જોકર- ઉપકાર- ચોરી ચોરી શ્રી 420 નવરંગ, કાબુલી વાલા જેવી ફિલ્મો આજે પણ તેના ગીતોથી અમર બની છે: 1956ના એક જ વર્ષમાં 45 હિન્દી ફિલ્મી ગીતો ગાયને રેકોર્ડ બનાવ્યો હતો

 

મન્નાડેનાં હિટ ગીતો

* તુ પ્યાર કા સાગર હૈ…. સીમા

* એ ભાઈ જરા દેખકે ચલો…. મેરાનામ જોકર

* કસમે વાદે પ્યાર વફા સબ…. ઉપકાર

* યારી હે ઈમાન મેરા યાર મેરી જીંદગી ….જંજીર

* જીંદગી કેસી હે પહેલી… આનંદ

* યે રાત ભીગી ભીગી…. ચોરી ચોરી

* તુજે સુરજ કહું યા ચંદા… એક ફુલ દો માલી

* દિલકા હાલ સુને દિલવાલા…. શ્રી 420

* પ્યાર હુઆ ઈકરાર હુઆ… શ્રી 420

* તુ છુપી હે કહાર્ં… મે તડપતા યહા… નવરંગ

* એ મેરે પ્યારે વતન…. કાબુલી વાલા