- અકસ્માત, આપઘાત સહિતના કારણો જવાબદાર : સરકારી હોસ્પિટલમાં મૃતકોના પરિજનોનો કલ્પાંત
રાજકોટની સરકારી હોસ્પિટલમાં યમરાજે જાણે ડેરા તંબુ નાખ્યા હોય તેમ ફક્ત 24 કલાકમાં જ સિવિલ હોસ્પિટલમાં 28લોકોના મૃતદેહના પોસ્ટમોર્ટમ થવા પામ્યાં છે. અત્યંત ઉલ્લેખનીય બાબત છે કે, અલગ અલગ બનાવોમાં મોતના મુખમાં ધકેલાયેલા 28 લોકો પૈકી 26 તો ફક્ત રાજકોટ જિલ્લાના વતની છે. તેમજ 28 લોકોના મોત પાછળ આપઘાત, અકસ્માત સહિતના કારણો જવાબદાર છે. 28 બનાવને પગલે સિવિલ હોસ્પિટલમાં 28 મૃતકોના પરિજનોનો કલ્પાંત સર્જાયો હતો.
રાજકોટની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં કુલ 28 મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે આવ્યા હતા. જેના લીધે ગત આખી રાત એક બાદ એક મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. મૃતકોની જો વાત કરવામાં આવે તો લાતી પ્લોટ શેરી નંબર-11માં રહેતા 22 વર્ષીય સાગરભાઈ ભરતભાઈ મકવાણા નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતકના માસીયાઈ ભાઈ ભાવેશભાઈના જણાવ્યા અનુસાર મૃતક સાગરભાઈએ એકથી વધુ લોકો પાસે વ્યાજે નાણાં લીધા હોય વ્યાજખોરો વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા માનસિક રીતે કંટાળી સાગરભાઈએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. હાલ આ મામલે બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય મૃતકોની જો વાત કરવામાં આવે તો ઉમાબેન જેન્તીભાઇ સાવલિયા(ઉ.વ. 57 રહે. સેન્ટ્રલ જેલ પાછળ) નામના પ્રૌઢા મવડીના સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક હતા ત્યારે બેભાન થઇ જતાં તેમનું મોત નીપજ્યું હતું. વિજયભાઈ ચંદુભાઈ જાદવ(ઉ.વ.40 રહે. કિશન પાર્ક), દિનેશભાઇ લીલાધરભાઈ રાઠોડ(ઉ.વ.58 રહે. આલાપ ગ્રીન સીટી), હેમુભાઈ ભાણજીભાઈ ચાવડા(ઉ.વ.52 રહે. આંબેડકરનગર, 80 ફૂટ રોડ), કિશન હરેશભાઇ વેજિયા(ઉ.વ.15 રહે. માંડા ડુંગર, માધવ વાટીકા સોસાયટી), માનસિંગ રઘુવંશીસીંગ શર્મા(ઉ.વ. 58 રહે. સત્યમ પાર્ક, હ્યુન્ડાઇ સો રૂમ પાસે), વિક્રમ વિભાવ્હાઈ જળું(ઉ.વ.47 રહે કૈલાશપાર્ક, રણુજા મંદિર પાસે, કોઠારીયા રોડ), ઠાકરશીભાઈ ગોબરભાઈ ખસિયા(ઉ.વ. 57 રહે. ઘનશ્યામનગર, કોઠારીયા રોડ), કમલેશભાઈ વિનુભાઈ સોલંકી(ઉ.વ.48 રહે હરિજનવાસ, મોચી બજાર), શાંતાબેન ગોબરભાઈ બુસા(ઉ.વ. 75 રહે સદભાવના વૃદ્ધાશ્રમ), કાંતિભાઈ ખોડીદાસભાઈ સોઢા(ઉ.વ.81 રહે સદભાવના વૃદ્ધાશ્રમ), મંજુબેન રમેશભાઈ પરમાર(ઉ.વ.52 રહે લક્ષ્મીનો ઢોરો, કાલાવડ રોડ), સુરેશભાઈ મગનભાઈ વાળા(ઉ.વ.54 રહે. લક્ષ્મી છાંયા સોસાયટી, ગાંધીગ્રામ) કોઈ કારણોસર બેભાન થઇ જતાં મોત નીપજ્યા છે.
ઉપરાંત લોકમાન્ય તિલક ટાઉનશીપમાં હરદેવભાઈ સુરેશભાઈ પરમાર (ઉ.વ.33)એ સાતમા માળેથી પડતું મુકી જીવન ટુંકાવ્યું, મોરબીના જયંતિભાઈ છગનભાઈ ટાંક (ઉ.વ.65)નું કાગદડી પાસે વાહન સ્લીપ થતાં મૃત્યુ, ઘંટેશ્વર સનરાઇઝ પ્રાઈમના ભુમિકાબેન મેહુલભાઈ ઠાકર (ઉ.વ.39)નું બ્રેઈન કેન્સરને કારણે મૃત્યુ, રૈયાધાર સ્લમ ક્વાર્ટરના વીણાબેન શૈલેષભાઈ ભટ્ટ (ઉ.વ.49)નું પણ કેન્સરથી મૃત્યુ, તબિબે પોલીસ કેસ જાહેર કરતાં પોસ્ટમોર્ટમ કરાયું, પારેવડી ચોક સદગુરૂધામ એપાર્ટમેન્ટમાં રહેતાં બારદાનના વેપારી નિતીનભાઈ લક્ષ્મીદાસ કેસરીયા (ઉ.વ.58)નું હાર્ટ એટેકથી મૃત્યુ, કોઠારીયા રાધેશ્યામ સોસાયટીના મણીબેન કુરજીભાઇ સખીયા (ઉ.વ.80)એ અગાસીએ સળગીને આત્મ હત્યા કરી, મોચીબજાર શ્રધ્ધાનંદ હરિજનવાસના કમલેશભાઇ વિનુભાઈ સોલંકી (ઉ.વ.47)નું હૃદય બંધ પડી જતાં મોત, જામનગર રોડ સ્લમ ક્વાર્ટરના ધનજીભાઈ ગોવિંદભાઈ વાઘેલા (ઉ.વ.55)નું ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશન સામે ચા પીતી વખતે ઢળી પડતાં મૃત્યુ, કોઠારીયા રોડ ઘનશ્યામનગરના ઠાકરશીભાઈ ગોબરભાઈ ખસીયા (ઉ.વ.57)નું હાર્ટ એટેકથી મૃત્યુ, કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળે રહેતાં મંજુબેન રમેશમાઈ પરમાર (ઉં.વ.53)નું હાર્ટએટેકથી મોત, બાડમેર રાજસ્થાનના રૂખારામ ભીખારામ બેનીવાલ (ઉ.વ.45)નું શાપર પાસે અકસ્માતમાં મૃત્યુ, સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ, દોઢસો રીંગ રોડ લક્ષ્મીછાંયા સોસાયટીના સુરેશભાઈ મગનભાઈ વાળા (ઉ.વ.54)નું બેભાન હાલતમાં મૃત્યુ, જય ખોડીયાર સોસાયટીના શોભનાબેન કિશોરભાઈ પરમાર (ઉ.વ.58)નું વાહનની ઠોકરે ચડી જતાં મૃત્યુ, પારેવડી ચોક ઇઝી બેકરી પાસે રહેતાં નઈમ હુશેનભાઈ (ઉ.વ.24)નો ગળાફાંસો ખાઇ આપઘાત, કોઠારીયા રોડ તિરૂપતી સોસાયટીના દયાબેન આશિષભાઈ સોલંકીનું પ્રસુતિની પીડા ઉપડયા બાદ હોસ્પિટલમાં મોત, બેડી ચોકડી મેલડી માતાના મંદિર પાસે લીમડાના ઝાડમાં લટકી અજાણ્યા પુરૂષે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો, લીંબડી પાસે રિક્ષા પલ્ટી ખાઈ જતાં ઘવાયેલા વઢવાણના હસીનાબેન યુસુફભાઈ પરમાર (ઉ.વ.42)નું સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.