Abtak Media Google News

જૂનાગઢ, કેશોદ, માંગરોળ અને માળીયાહાટીના આપઘાતથી ચારે જીવન ટુંકાવ્યું

જુનાગઢ શહેર સહિત સોરઠ પંથકમાં યમરાજાનું કાળ ચક્ર ફરી વળતા પાંચ જીવ લીધા હોવાનું નોંધાયું છે. જેમાં જૂનાગઢ શહેરમાંથી એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. તો જૂનાગઢના એક યુવકે ગળાફાંસો ખાધો હોવાનું અને કેશોદના એક યુવકે ઝેરી ટીકડા પી આત્મહત્યા કર્યા હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે.

જુનાગઢ શહેરના અન્નપુર્ણા મંદીર, અદીતીનગર મધુરમ પાસેથી ગત તા. 8/2/2023 ના રાત્રિના પોણા આઠ વાગ્યાના અરસામાં આશરે 70 વર્ષના અજાણ્યા પરુષ કોઇપણ બીમારી સબબ અથવા કોઇપણ કારણોસર મરણ હાલતમાં મળી આવતા તેની ડેડ બોડી સરકારી હોસ્પિટલ જુનાગઢ ખાતે લઇ આવવામાં આવેલ હતી.

મરણ જનાર અજાણ્યા પુરુષ એ શરીરે ક્રીમ કલરનો શર્ટ તથા બ્લુ કલરનુ પેન્ટ પેહરેલ છે. તથા છાતી પર સફેદ દાગના નીશાન છે અને જમણા હાથની કલાઇ ઉપર સામાન્ય વાગેલાનુ નીશાન છે જેને ઓનડ્યુટી તબીબે મરણ જાહેર કર્યા હતા.

જૂનાગઢના  કૈલાશ પાર્ક બ્લોક નં.-3 મહેશ નગર પાછળ ઝાંઝરડા રોડ ઉપર રહેતા ચંદ્રેશ નંદલાલ પોબરા (ઉ.વ. 38) એ કોઇપણ કારણોસર ગળાફાંસો ખાઇ મરણ ગયા હોવાની જ્યારે કેશોદની રણુજાધામ સોસાયટી ખાતે રહેતા  કિશનકુમાર અશોકભાઇ ખાણદલ (ઉ.વ.35)  કોઇપણ અગમ્ય કારણસર પોતાના ઘરે પોતાની મેળે ઝેરી દવાના ટીકડા પી જતા પોલીસમાં મરણ નોંધ થયેલ છે.

માંગરોળના દરસાલી ગામના સકરાભાઇ ભીમાભાઇ માવદીયા (ઉ.વ.45) ને ઘણા સમયથી માથાના દુખાવાની તકલીફ હોય અને દુખાવામાં કોઇ ફર્ક પડતો ન હોય જે માથાના અસહ્ય દુખાવાને કારણે પોતે પોતાની રીતે ઝેરી દવા પી જતા મરણ ગયા હોવાની તથા માળીયા હાટીના તાલુકાના ઘુંઘટી ગામે રહેતા કિરણબેન જીલુભાઇ  સિસોદીયા (ઉ.વ.34) છેલ્લા એકાદ વર્ષથી માનસિક બીમારી રહેતા હોય જેથી પોતાની જીંદગીથી કંટાળી રાત્રીના સમયે પોતે પોતાની મેળે ઝેરી દવાના સેલફોસના ટીકડા પી લેતા મરણ ગયા હોવાની પોલીસ દફતરે નોંધ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.