Abtak Media Google News

કર્તવ્ય અને નિષ્ઠાના સંગમને બિરદાવતા કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા

ભારત દેશની કૂલ વસ્તીના ૧૮ વર્ષથી ઉપરના રસી લેવાને લાયક લોકોમાંથી ૬૦% લોકોનું રસીકરણ પુર્ણ કર્યું જે વિશ્વનો એક અદ્ભુત રેકોર્ડ છે. દેશના કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના અથાગ પ્રયત્નો અને દેશદાઝથી જ શક્ય બની શકે.

Fhwkfcgwyamgv2A Copy

કોરોનાનું રસીકરણ અભિયાન પણ એક ચૂનોતી છે અને તે પણ ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશમાં જયા હિમાલયની ઊંચાઈ અને ગંગાના ઊંડા કોતરોથી કન્યાકુમારીના દરિયા કિનારા સુધી ઉત્તર-પૂર્વના અગમ્ય વિસ્તાર થી લઈને ગુજરાતના કચ્છ સુધીની દરેક જુદી જુદી ભોગોલિક પરિસ્થિતીને ધ્યાને લઈને રસી આપવી તે એક કઠિન પરીક્ષાથી કઈ ઓછું નથી.

હાલ દેશે ૧૪૦ કરોડ કોરોના રસીકરણના ટીકાનો અભૂતપૂર્વ લક્ષ્યાંક હાસિલ કર્યો.

દેશના કોરોના વોરિયર પોતાનાની ફરજને કર્તવ્ય અને નિષ્ઠાથી પૂરી કરે છે તેનું તાજું અને જવલંત ઉદાહરણ પૂરો પડતો કિસ્સો દેશના કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના ટ્વિટથી જાણી શકાય છે, રાજસ્થાનના બાડમેર જિલ્લાના એક નાના ગામમાં સ્વાસ્થ્ય કર્મીને પરિવહનની વયવસ્થા ન હોય અને રોડ પણ ન હોય તેથી ઊંટ પર બેસીને ત્યાં પહોચીને રસીકરણ કરવામાં આવ્યું હતું.

દેશમાં કહેવત છે “મેરા ભારત મહાન ૧૦૦ મે સે ૯૯ બેઈમાન”ને ખોટી સાબિત કરે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.