યે થપ્પડ કી ગુંજ સુપ્રીમ તક સુનાઈ દે ગી: પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ સામે કાનૂની જંગ લડી લેવા મક્ક

વડોદરાના રાજવી પરિવારના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ ફોજદાર સામે કાનૂની જંગ લડી લેવા મક્કમ…….

May i help you… ના પોલીસ મથકમાં લટકતા પાટીયા ના મતલબ ને પોલીસ અધિકારીઓ જ્યારે મતલબ વગરના સાબિત થાય તેવી હરકતો કરે ત્યારે સભ્ય સમાજ જરૂરથી નારાજ થયા વગર નહીં રહે વડોદરામાં પોલીસ અધિકારીની ગેરવર્તણૂક નો મામલો ચેક સુપ્રીમ સુધી પહોંચે તેવી ઘટનાએ સમગ્ર રાજ્યની કાયદા પ્રિય આલમમાં ચર્ચા જગાવી છે વડોદરાના રાજવી અને પૂર્વ ધારાસભ્ય સત્યજીત રાવ સાથે ફોજદાર  પટેલ એ કરેલ અપમાનજનક વર્તન અને હાથ ઉગામી લેવાની ઘટના ઘેરા પડઘા પડયા છે ફોજદારની આ થપ્પડની ગુંજ છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચાડવાની મક્કમતા ફરિયાદીએ વ્યક્ત કરી છે સત્યજીત રાવ ગાયકવાડ સરદાર પટેલની આ ગેરવર્તણૂક સામે છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં છે