Abtak Media Google News

બેંક માટે રૂા.૫૦૦૦ કરોડનું ફંડ એકઠુ કરવા બોર્ડ દ્વારા મંજુરી અપાઈ

સંચાલનમાં બેદરકારીના કારણે યસ બેંકમાં થાપણદારો, રોકાણકારોના નાણા સંકટમાં મુકાયા હતા. યસ બેંકને ફડચામાંથી બહાર લાવવા માટે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ તેમજ ખાનગી ક્ષેત્રની આઈસીઆઈસીઆઈ સહિતની બેંકો અને રોકાણકારો દ્વારા મુડી રોકાણ કરવામાં આવશે. દરમિયાન યસ બેંક પોતાની આવડત મુજબ પણ ફંડ ઉભુ કરશે.

યસ બેંકનાં શેરનું વેચાણ, રાઈટસના વેચાણ સહિતના વિકલ્પોથી યસ બેંક માટે રૂા.૫૦૦૦ કરોડનું ફંડ એકઠુ કરવામાં આવશે. તાજેતરમાં યસ બેંકની બોર્ડ મીટીંગ મળી હતી. જેમાં આ પ્લાન માટે મંજુરી અપાઈ હતી. નવા ફંડનાં માધ્યમથી યસ બેંક કૌભાંડની મહામારીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

તાજેતરમાં યસ બેંકનાં નવા સીઈઓ તરીકે પ્રશાંત કુમારની વરણી થઈ હતી. આ સાથે જ નવું બોર્ડ પણ અસ્તિત્વમાં આવ્યું છે. ગત તા.૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ રૂા.૧૦ હજાર કરોડના ફંડ માટેનો તખ્તો ઘડાયો હતો. પબ્લીક ઈસ્યુ, રાઈટસ ઈસ્યુ, ગ્લોબલ ડિપોઝીટરી, અમેરિકન ડિપોઝીટરી, ફોરેન કરન્સીમાં ક્ધવર્ટેબલ બોન્ડ સહિતના વિકલ્પોથી ફંડ ઉભુ કરવાની મંજુરી મળી છે. ઉલ્લેખનીય છે કે, યસ બેંક દેશની ચોથા ક્રમની સૌથી મોટી ખાનગી બેંક હતી. સંચાલનમાં કૌભાંડનાં આક્ષેપો વચ્ચે બેંકની હાલત કફોડી બની હતી. પરિણામે આરબીઆઈ દ્વારા યસ બેંકના સંચાલનમાં જડમુળથી ફેરફાર કરાયા હતા ત્યારબાદ તા.૧૪ માર્ચના રોજ સરકારે રેસ્કયુ પ્લાન ઘડી કાઢયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.