Abtak Media Google News

મને પણ ફુગ્ગા ગમે જ છે,

પણ તોય ફુગ્ગાથી રમવાની ઉંમરે ફુગ્ગા વેચું છું ને,

પણ હા હું પણ છું તો એક બાળક જ !

મને પણ નવા કપડા પહેરી હરવું-ફરવું ગમે છે,

પણ તોય ફાટેલા કપડા પહેરી કામ કરું છું,

પણ હા હું પણ છું તો એક બાળક જ !

હા મને પણ તાજુ અને સ્વાદિષ્ટ જમવાનું ભાવે જ છે,

પણ તોય ઘણીવાર ભુખ્યા સુઈ જાવ છું,

Admin

પણ હા હું પણ છું તો એક બાળક જ !

મને પણ ગાડીમાં ફરવું ગમે છે,

પણ તોય ઉઘાડા પગે ફરવું પડે છે,

પણ હા હું પણ છું તો એક બાળક જ !

હા મને પણ પીગીબેન રાખવાનું મન થાય જ છે,

પણ તોય લાચારીથી હાથ લાંબા કરી માંગવું પડે છે

પણ હા હું પણ છું તો એક બાળક જ !

સંકલન ઇસીતા રાજવીર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.