મહાત્મા ગાંધીજીના સંસ્મણો સાથે સંકળાયેલા ઐતિહાસિક સ્થળોએ યોગ દિન ઉજવાયો

ક.બા ગાંધીનો ડેલો, મહાત્માગાંધી મ્યુઝિયમઅને રાષ્ટ્રીય શાળા ખાતે સામુહિક યોગાભ્યાસ

આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી અન્વયે રાજકોટ સ્થિત પૂ. મહાત્માગાંધીના સંસ્મરણો સાથે સંકળાયેલ ઐતિહાસિક સ્થળોએ પણ સામુહિક યોગાઅભ્યાસ કરાયો હતો.

મોહનમાંથી મહાત્મા બનવાના પૂજ્ય.ગાંધીજીના સંસ્કારોનું ઉદગમસ્થાન અને ગાંધીજીના જીવનના સારા માઠા પ્રસંગોનું અને તેમાંથી થયેલા તેમના ઘડતરનું સાક્ષી એ જ આપણા રાજકોટનો કબા ગાંધીનો ડેલો. રાજકોટમમાં ક.બા. ગાંધીના ડેલામાં પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પતંજલિ યોગ મિશન દ્વારા યોગ કરવામાં આવ્યો હતો. દુલા ભગત આશ્રમ અને શાળા નં.51 માં ચાલતા પતંજલિ યોગ ગ્રુપો દ્વારા અહી યોગ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત રાજકોટ સ્થિત હાલના મહત્મા મ્યુઝિયમ તથા તત્કાલીન આલફ્રેડ હાઈસ્કુલ કે જયાં પૂ. ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો. ઐતિહાસિક સ્થળે પણ રાજકોટમહાનગરપાલિકા દ્વારા આયોજીત યોગશિબીરમાં નગરજનો દ્વારા યોગકોચ શ્રી જયોતીબેન પરમાર દ્વારા મોટીસંખ્યામાં નગરજનો જોડાયા હતા.

જેમ કે ગાંધીજીના ઉપવાસની અને આંદોલનની સાક્ષી એવી રાજકોટની રાષ્ટ્રીય શાળામાં સવારે યોગમય વાતાવરણ સર્જાયું હતું. ઓશો કમ્યુન, રાજકોટ દ્વારા યોગ દિન નિમિત્તે ખાસ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ. યુવાનની માંડીને વૃદ્ધ વયના લગભગ 80થી વધુ શિબીરાર્થીઓ શાળાના હોલ ખાતે ઉત્સાહપૂર્વક જોડાયા હતાં. અહીં   દિલીપભાઈ પટેલ દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું.