યોગ ભગાવે રોગ:મંત્રી,મેયર સહિતના મહાનુભાવોએ કર્યા યોગ

રાજકોટમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા યોગ દિવસનીઓ ઉજવણીમાં સામેલ થયા: અધિકારીઓ – પદઅધિકારીઓથી માંડી સામાન્ય નાગરિક પણ જોડાયા

આજે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં મહાનગરપાલિકા તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રેસકોર્સ ખાતે સામુહિક યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે યોગ અભિયાન હાથ ધરવામાં આવ્યા છે તેનાથી લોકો ખરાઅર્થમાં જાગૃત થયા છે. જેના ફળ સ્વ‚પ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ પાંચ મુખ્ય જગ્યાઓ પર યોગદિવસનું આયોજન કરવામાં આવ્યું છે. ખુબ જ વિશાળ સંખ્યામાં લોકોને ઉપસ્થિત જોઈ લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન હતું કે, લોકો સ્વાસ્થ્ય સમાન બને યોગ માત્ર શારીરિક શ્રમ નહીં માનસિક શાંતીનું પણ કેન્દ્રબિંદુ છે.