Abtak Media Google News

ઈન્ડિયન યોગ એસો દ્વારા ગુજરાત ચેપ્ટરની રચના,જેની પ્રથમ મીટીંગ અમદાવાદમાં મળી

ઈન્ડિયન યોગ એસોસિએશન એક સ્વાયત્ત સંંસ્થા છે. જેમાં દેશના તમામ પ્રતિષ્ઠિત યોગ સંસ્થાઓ જોડાયા છે. દેશના અલગ-અલગ રાજયોના ૩૬ સંસ્થાઓ મેમ્બર ઈન્સ્ટિીટ્યૂશન અને ૨૦ સંસ્થાઓ એસોસિએટ ઈન્સ્ટિીટ્યૂશન તરીકે ઈન્ડિયન યોગ એસોસિએશન સાથે જોડાયા છે. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રોજેકટ લાઈફ રાજકોટ ઈન્ડિયન યોગ એસોશિએશનમાં એસોશિએટ ઈન્સ્ટિીટ્યૂશન  તરીકે જોડાયા છે.

તાજેતરમાં અમદવાદ ખાતે ઈન્ડિયન યોગ એસોશિએશન ગુજરાત ચેપ્ટરની મિટિંગ અહમદાવાદ ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાતના અનેકો યોગ સંસ્થાઓની ઉપસ્થિતિ રહી હતી.ડો.એસ.પી.મિશ્રા, વાઈસ પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ.ઈન્ડિયન યોગ એસોશિએશન દિલ્હીથી મિટિંગ માટે અહમદાવાદ આવ્યાં હતા. આચાર્ય બિરજુ મહારાજ-આઈ.એ.વાય.ટી.ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડો.એસ.પી.મિશ્રાએ ઈન્ડિયન યોગ એસોશિએશન વિશે ચર્ચા કરતાં કહ્યું કે યોગ આપણા દેશની સંસ્કૃતિ છે.યોગ લોકોના સુખાકારી માટે અત્યંત ઉપયોગી બનતું જાય છે.દેશની તમામ પ્રતિષ્ઠિત યોગ સંસ્થાઓ એક સાથે મળી ઈન્ડિયન યોગ એસોસિએશનની સ્થાપના કરી છે અને એમના કાર્યક્ષેત્ર વધારવા માટે દરએક રાજયોમાં સ્ટેટ ચેપ્ટરની સ્થાપનાની પ્રકિયા શુરૂ થઈ ગયું છે.આ સંદર્ભે તેઓ પ્રસન્નતા વ્યકત કરી કે ગુજરાતની વિભિન્ન યોગ સંસ્થાઓ એક સાથે મળી યોગના ક્ષેત્રમાં વ્યાપક કાર્ય કરી શકે છે.

મીતલ કોટિચા શાહને લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર,પ્રોજેકટ લાઈફ રાજકોટથી વિશેષ રૂપથી  આમંત્રિત કરવામાં આવ્યું હતું. મીતલ કોટિચા શાહએ ઈન્ડિયન યોગ એસોસિએશનના ગુજરાત ચેપ્ટરની રચના થાય છે માટે પ્રસન્નતા વ્યકત કરી હતી અને યોગના ક્ષેત્રમાં ગુજરાત ઉલ્લેખનીય કાર્ય કરશે તેવી આશા વ્યકત કરી હતી. તેમને સૂચન આપતાં કહ્યું કે અલ્પકાલીન અને દીર્ઘકાલીન યોજનાઓ બનાવવી જરૂરી છે જેથી યોગના માર્ગમાં ખૂબજ વ્યવસ્થિત અને યોજનાબદ્ધ રૂપથી કાર્યને આગળ વધારી શકાય છે.

આ મિટિંગમાં પ્રોજેકટ લાઈફના સીનિયર મેનેજર અને યોગ ગુરૂ રાજીવ કુમાર મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતાં અને દરેક યોગ સંસ્થાઓના યોગ સંસ્થાપકો અને ઉપસ્થિત લોકો સાથે મુલાકાત કરી પ્રોજેકટ લાઈફ વિશે માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.