બિમાર માટે નહીં, બિમારીને દૂર રાખવા યોગ જરૂરી: પારૂલબેન દેસાઇ

પ્રાણાયામ, આસનથી મનુષ્યની શારીરિક માનસિક, આર્થિક, સામાજીક તથા આઘ્યાત્મિક ઉન્નતિ થાય છે

યોગ એ જ કલ્યાણ, યોગ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે

ભસ્ત્રિકા પ્રાણાયામથી ફેફસા તથા ભ્રામરી પ્રાણાયામથી માનસિક સ્થિતિ મજબુત બને છે

‘યોગક્ષેમંવહામ્યહં’ ભારતીય સંસ્કૃતિની યોગ પરંપરાને ઋષિ મુનિઓએ ઉજાગર કરી છે. આ યોગ-પ્રાણાયામને આજે વિશ્ર્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત થઇ છે. આમ તો પ્રતિદિન યોગ દિવસ હોવો જોઇએ, કારણ કે યોગ કોઇ માત્ર એક દિવસ કરવામાં આવતી પ્રકિ્રયા નથી. અને આજે આ વાતના તથ્યને લાખો લોકોએ અપનાવીને યોગને નિયમિત પણે અપનાવીને દિનચર્ચાનો એક ભાગ બનાવ્યો છે. અને યોગએ માત્ર બીમાર માટે જ નથી દરેક ઉંમરના વ્યકિતઓ પોતાને અપનાવીને જીવનશૈલી સ્વસ્થ બનાવી શકે છે.

પ્રશ્ન:- યોગની શરૂઆત પ્રાર્થનાથી થાય છે એક ઇ છે? અને તેનો અર્થ શું થાય?

જવાબ:- પ્રાર્થનાનો અર્થ એ છે કે આપણે સૌ એક સાથે, ચાલીએ, બોલીએ, મન એક બને તેવો થાય છે.

પ્રશ્ન:- યોગ શું છે?

જવાબ:- આમ તો યોગ એ પાતાળથી પણ ઉંડો વિષય છે. છતાં કહીએ તો યોગ એટલે અનુશાસન, શિસ્ત, સંસ્કૃત શબ્દ ‘યુજ’ઘાતુ પરથી આવેલો શબ્દ યોગ એટલે ‘જોડ’, જોડવુ, જોડાવું, બાંધવુ, બંધાવુ, સંગઠન કરવુ, કોને કોનાથી જોડવાની વાત એવો સવાલ થાય તો તેનો જવાબ છે. આપણે આપણા શરીર અને મન બન્નેને જોડવું એ છે યોગ ભગવાન પતંજલીએ કહ્યું છે કે આપણી ચિત વૃતિનો નિરોધ કરવો અ યોગ છે. ગીતામાં પણ યોગનલ ઉલ્લેખ છે, કર્મની કૌશલ્ય એ પણ યોગ છે.

પ્રશ્ન:- શારિરીક મુદ્રા એ યોગનો એક ભાગ છે કે એ જ યોગ છે?

જવાબ:- આ જ યોગ નથી. પતંજલીએ આપેલ અષ્ટાંગ યોગ આપ્યો છે. થમ, નિયમ, ઘ્યાન, સમાધિ વગેરે યોગ કરવાની શરૂઆત આપણા યમ નિયમથી કરવી જોઇએ, એટલે કે જીવનમાં સૌથી વધુ જરૂરી છે કે સત્ય બોલીએ હિંસા નકરીએ તન, મન, વાણી, વર્તનથી કોઇને પીડા ન પહોંચે.એ પણ યોગનો જ ભાગ છે. સંતોષ રાખીએ, દેખાદેખી ઇષ્યાં  ન કરવી વગેરે…. જરૂરીયાત મુજબ કોઇ વસ્તુનો ઉપયોગ કરવો એ પણ યોગ છે. યોગાસનની વાત કરીએ તો યોગાસન પ્રાણાયામથી શરીરમાં સ્થિરતા આવે તેથી સ્વાભાવિક દરેક કાર્ય સુચારૂ રીતે થાય છે, તે જ પ્રમાણે આસનોથી સ્નાયુઓ સુદ્રઢ બને છે. મજબુત બને છે. વજન ઘટે છે, રોગ પ્રતિકારક શકિત વધે છે.આસન પ્રાણાયામથી શારીરિક માનસિક, આર્થિક, સામાજીક આઘ્યાત્મિક ઉન્નતિ થવાથી કાર્યક્ષમતા વધે છે. રહી વાત પ્રાણાયામની તો પ્રાણાયામ એટલે પ્રાણ + આયામ પ્રાણ એટલે શ્ર્વાસ પર નિયંત્રણ કરવું તે પ્રાણાયામ જેનાથી શ્ર્વાચ્છો શ્ર્વાસની પ્રક્રિયા તાલમાં આવે છે એક લયમાં આવે છે. અને ઓકિસજન પૂરેપુરો ફેફસામાં પહોંચે છે.

પ્રશ્ન:- કોરોના કાળમાં આ વાયરસ ફેફસા પર અટેક કરે છે ત્યારે અત્યારે પ્રાણાયામ કેટલું જરૂરી છે?

જવાબ:- પ્રાણાયામ એ જ ઔષધ છે અને હવે તો ‘યોગ એ જ કલ્યાણ છે.’

ભસ્ત્રિકા પ્રાણાયામથી ફેફસા મજબુત બને છે, ભ્રામરી પ્રાણાયામથી માનસિક સ્થિતિ બહુ સારી થાય છે. કપાલભાતી તથા અનુલોમ વિલોમ  પ્રાણાયામ જેને નિર્દોષ પ્રાણાયામ કહે છે તે કરવું જોઇએ, એ પ્રાણાયામથી તમામ પ્રકારની શારીરિક માનસિક બીમારીઓ દૂર થાય જ છે. નિયમિતતા જરૂરી છે.

પ્રશ્ન:- અનુલોમન- વિલોમ પ્રાણાયામ વિશે વિસ્તૃત સમજાવશો?

જવાબ:- આ પ્રાણાયામ માટે જમણી નાસિકા બંધ કરીને ડાબી નાસિકાથી શ્ર્વાસ લેવાનો હોય છે. ત્યારબાદ ડાબી નાસિક બંધ કરી જમણી નાસિકાથી શ્ર્વાસ બહાર કાઢવાનો આ એક ચક્ર છે. જેનાથી આપણા શરીરની 10,201 નાડીઓ શુઘ્ધ થાય છે.દરેક વ્યકિત આ પ્રાણાયામ કરી શકે બી.પી.ના દર્દીઓએ ધીમે ધીમે આ પ્રાણાયામ કરવું જોઇએ.

પ્રશ્ન:- વચ્ચેના સમયગાળામાં આ યોગ પરંપરાથી દૂર થયા પુન: બાબા રામદેવને કારણે જાગૃત થયા તો આ બરાબર છે?

જવાબ:- યોગ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. પ્રાચીન કાળથી ઋષિ મુનિઓ કરતાં આપણે કોઇપણ કારણસર ભૂલી ગયા હતા.આ વિશે એક ભ્રામક માન્યતા હતી કે મોટી ઉમરના જ યોગ કરે બાબા રામદેવજી એ યોગને જગાડયો લોકોમાં જાગૃતિ ફેલાવી સ્વસ્થ રહેવા યોગ અનિવાર્ય છે તે જન જન સુધી ફેલાવ્યું

પ્રશ્ન:- યોગ કંઇ ઉંમરના લોકો અથવા વર્ગ કરી શકે?

જવાબ:- વિદ્યાર્થી જીવનથી જ યોગાસન પ્રાણાયામ કરવા જોઇએ જેથી તેને સાચી માહીતી આપી શકાયું.જેથી સંસ્કારોનું બાળપણથી જ સિંચન થાય તો આપણું ભાવી ઉજજવળ બને.

દરેક શાળામાં ફરજીયાત આસન, યોગ, પ્રાણાયામ કરાવવા જોઇએ, મોબાઇલ યુગમાં અત્યારે ‘માયોટેકસ ટેકસ પીડિયા’ નામની બીમારી થાય છે. જેના માથાનો દુખાવો, ચીડિયાપણુ, ગુસ્સો, હતાશા નિરાશા જેવા લક્ષણો બાળકોમાં દેખાય છે. આત્મહત્યાના વિચારો વગેરેથી બચવા પ્રાણાયામને અપનાવવું જ પડશે. જે યુગમાં જીવીએ છીએ તે યુગમાં ટકી રહેવું અધરું છે તેથી આપણા માટે યોગ એ જ કલ્યાણ છે. ટીન ચેજર્સ માટે યોગ ખુબ જરૂરી છે.

પ્રશ્ન:- મેડીકલ સાયન્સે પણ યોગને સ્વીકાયુૃ છે. આ વિશે તમે શું કહેશો ?

જવાબ:- યોગ આંતરિક વિજ્ઞાન સાથે આઘ્યાત્મિક શાખા પણ છે. તબીબો માનસિક બીમારી જેવી કે સ્કીઝોફેનીયા, ડિપ્રેશન જેવી બીમારી હોય એવા લોકોએ યોગ ખાસ કરવો, અને ભ્રામરી પ્રાણાયામ કરવું આવશ્યક છે. કારણ કે આવા રોગીઓ મોટાભાગે સ્થૂળતાના શિકાર હોવાથી આસનો બહુ નથી કરી શકતા.

પ્રશ્ન:- 21મી જુન વિશ્ર્ય યોગ દિવસ તરીકે ઉજવાય છે. ભારતની આ પરંપરા વિશ્ર્વભરમાં છવાઇ ગઇ છે એવું લાવે છે?

જવાબ:- યોગી વડાપ્રધાનને યોગની ખબર હતી, યોગની એ સમજતો હતી કે યોગ વિજ્ઞાનને અપનાવ્યા વગર હવે નહીં ચાલે, ત્યારે વિશ્ર્વના દેશોએ પણ આ વાત સ્વીકારી અને સાત વર્ષ પૂર્વેથી વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીની શરુઆત કરી છે. અષ્ટાંગ યોગ અપનાવીને શારીરિક, માનસિક, આઘ્યાત્મિક ઉન્નતિ કરી શકાય.

પ્રશ્ન:- યોગ પ્રાણાયામને ધર્મના ચોકઠામાં બાંધવું એ વ્યાજબી છે?

જવાબ:- ના, જરાય નહીં, કારણ કે ૐ નું ઉચ્ચારણ એ હિન્દુ છે. એવું નથી આ એક બ્રહ્માંડની શકિત અને નાદ છે. આને કોઇ ધર્મ સાથે ન જોડીને તેના ફાયદાઓ જોવા જોઇએ  વિવેક બુઘ્ધિથી કામ લઇને યોગ અપનાવવો જોઇઅ.

પ્રશ્ન:- યોગથી કયા કયા પ્રકારના રોગોને દૂર રાખી શકાય છે?

જવાબ:- યોગ એ કોઇ દવા નથી કે એ રોગ થયા પછી કયોર કરે ખરેખર આ નિરોગ રહેવાની પ્રક્રિયા છે તેથી બાળકોથી શરુ કરવું જોઇએ બીમારી થઇ ગયા પછી યોગની શરુઆત થશે તો લાભ ચોકકસ મળશે. પણ સમય લાગશે. ડાયાબીટીસ અને બી.પી. હોય તો અમુક પ્રાણાયામ ન કરવા જોઇએ થાઇરોઇડ હોય તેના માટે ઉજજૈઇ શ્રેષ્ઠ પ્રાણાયામ છે મટી જ જાય છે. રોગ થયા પછી તેને દૂર કરવો અધરો થઇ જાય, પરંતુ અનુલોમ વિલોમ પ્રાણાયામથી દરેક રોગ મટી શકે છે.

પ્રશ્ન:- યોગ પ્રાણાયામથી વજન પર કંટ્રોલ મેળવી શકાય કે કેમ?

જવાબ:- ચોકકસ મેળવી શકાય છે, ઘણા આસનો છે. આસન પર્ટીકયુલર દર્દ માટે છે. તેવી જ અને ઓબેસીટી માટે પણ આસનો શ્રેષ્ઠ છે.આશનો શ્રેષ્ઠ છે. આસન અને પ્રાણાયામનો સમન્વય કરવાથી તેવી જ રીતે વજન વધારવા માટે પણ યોગ પ્રાણાયામ કરી શકાય છે.

પ્રશ્ન:- રાજય સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘યોગ બોર્ડ’ શું પ્રવૃતિ કરે છે? તેની ડિઝાઇન કયા પ્રકારની છે?

જવાબ:- ગુજરાત રાજય યોગ બોર્ડની સ્થાપના થઇ તેના ચેરમેન શિશુપાલજીએ આ કાર્ય હાથમાં લીધું છે. અને તેઓ એમ ઇચ્છે છે કે ગુજરાતના દરેક લોકો યોગ-પ્રાણાયામ અપનાવે એમણે પહેલા આખા ગુજરાતમાં કોચ બનાવ્યા તેના થકી એક લાખ ટ્રેનરો ડીસેમ્બર સુધીમાં પૂરા કરવાના છે. જે યોગનું મહત્વ સમજાવી શકે હાલ ર1 હજાર થઇ ગયા છે.

હાલ કોરોના કાળમાં થોડું અટકી ગયુ છે પણ અમને શ્રઘ્ધા છે આ કાર્ય વેગવંતુ બનશે, કોચ પોતાના વિસ્તારમાં નિ:શુલ્ક કલાસ ચલાવે એ અભિયાન સફળ થશે જ એ શ્રઘ્ધા છે. પોતાના વિસ્તારમાં નિ:શુલ્ક યોગ કક્ષા થાય તો લોકોને દૂર ન જવું પડે, એનો પ્રોટોકોલ એવો છે કે યોગાસન પહેલા વોર્મ અપ કરવું, ત્યારબાદ આસનો, સૂર્ય નમસ્કાર, ત્યારબાદ પ્રાણાયામ અને ઘ્યાન આ રીતે ક્ષમતા અને જરુરીયાત મુજબ કરવાની રચના કરાઇ છે.

સૂર્ય નમસ્કાર સર્વાગી વ્યાપામ છે. સૂર્ય પ્રકાશ, ઉર્જાનું સ્ત્રોત છે. તેની પેટર્ન એવી છે તેમાં બધા આસનો આવી જાય અને ચક્રો વિકસીત બને ત્યારપછી પ્રાણાયામ કરવું જોઇએ.

પ્રશ્ન:- યોગ કોચ તરીકે લોકોને શું સંદેશો આપશો?

જવાબ:- સૌ પ્રથમ તો માત્ર એક દિવસ યોગ દિવસે જ યોગ કરવો, સ્પર્ધામાં ભાગ લીધો એમ નહીં યોગને નિયમિત દિનચર્યાનો એક ભાગ બનાવીએ સાથે સાથે તેના વિશે માહીતી મેળવી યોગ કરવો, શ્ર્વાસ ભરવો, છોડવો વગેરે ઘ્યાન ચોકસાઇ પૂર્વક રાખવાનું છે એ ચોકકસ  ઘ્યાનમાં રાખવુ: જોઇએ યોગ કસરત નથી શ્ર્વાસોશ્ર્વાસનું નિયમન રાખીને યોગ પ્રાણાયામ કરવો, યોગ અપનાવો, તન, મનથી સ્વસ્થ રહો, અને દવા પાછળ ખર્ચા નહીં થાય, સાથે સાથે સામાજીક ઉન્નતિ એ રીતે થશે કે ગુસ્સો, ઇર્ષ્યા અસંતોષ નહીં હોય એટલે સંબંધોમાં પણ મધુરતા આવશે. આઘ્યાત્મિક ઉન્નતિ પણ ખુબ જરરી છે તેથી ‘કરો યોગ રહો નિરોગ’ અને હવે યોગ એ જ કલ્યાણ