ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ સમાજ માટે યોગી શાસન એટલે સુવર્ણ યુગ: ઈરફાન અહેમદ

ઉત્તરપ્રદેશમાં વારંવાર થતાં કોમી તોફાનો માફિયાગીરી પર લગામ આવતા મુસ્લિમોને જ સાચું સુરક્ષાકવચ મળ્યું: માફિયા અને ગુંડા વિરોધી કાર્યવાહીને મુસ્લિમવિરોધી ગણાવતા આગેવાનો હવે પ્રજા વચ્ચે જઈ શકે તેમ નથી

ઉત્તરપ્રદેશમાં મોટાભાગની મુસ્લિમ વસતી ગરીબીરેખા નીચે જીવતી હતી તેમને સૌ પ્રથમવાર મફત શિક્ષણ શિષ્યવૃત્તિ રોજગારી ગેસ શૌચાલય અને આવકમાં વધારાની તક આપીને યોગી સરકારે લાખો પરિવારોની જીંદગી પ્રકાશિત કરી છે

 

અબતક, રાજકોટ

ઉત્તર પ્રદેશના નવનિર્માણ માં સમગ્ર મુસ્લિમ સમાજ યોગી આદિત્યનાથ સાથે કદમ થી કદમ મિલાવી રહ્યા છે પરંતુ કેટલાક માફિયા અને ગુંડાઓ જ વિરોધ કરે છે  લખનઉ લઘુમતી આગેવાન અને ભાજપના નેતા ઈરફાન અહેમદ ઉત્તર પ્રદેશના મુસ્લિમોની મનો સ્થિતિ અંગે એક નિવેદન આપતા જણાવ્યું છે કે માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં દેશના તમામ મુસ્લિમ સમાજ રાષ્ટ્ર નિર્માણમાં ભાજપને ટેકો આપે છે તેનો પુરાવો આપવાની જરૂર નથી,

ઈરફાન અહેમદેજણાવ્યું હતું કે હું વારંવાર મુસ્લિમ સમાજ વચ્ચે જાવ છું, સામાન્ય મુસલમાનોની આંખો મેં પોતે વાંચી છે, અને જોઉં છું કે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે તમામ વર્ગો નું જતન કર્યું છે, સત્તામાં આવ્યા પછી તુરત જ યોગી આદિત્યનાથ એ મદરેસામાં શિક્ષણ લેનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે ગણવેશ થી લઈને પુસ્તકો આપવાની જાહેરાત કરી હતી પરંતુ કેટલાક કટ્ટરવાદી મુસ્લિમ આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે શાંતિપ્રિય મુસ્લિમ સમાજે તેની પ્રશંસા કરી હતી પરંતુ યોગી સરકારે મુસ્લિમ સમાજ ના વિરોધ ની પરવા કર્યા વગર તમામ સરકારી યોજનાઓનો મુસ્લિમ સમાજને વધુમાં વધુ લાભ મળે અને કોઈપણ સરકારી યોજનાથી વંચિત ના રહે તેની તકેદારી રાખી હતી,

આજે ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર ના ચતુર્મુખી વિકાસ માં મુસ્લિમ સમાજ જ નહીં પરંતુ તમામ વર્ગના લોકોની ખેવના કરવામાં આવીરહી છે કેમ કે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ગરીબી રેખાથી પણ નીચે જીવે છે, ભારત સરકારની તમામ યોજનાઓ તમામ વર્ગ માટે આશાનું કિરણ બની રહી છે તે પછી શોચાલય, જન ધન, અનાજ વિતરણ, ઉજવલા, આયુષ્યમાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, સુક્ધયા યોજના, શ્રમિક કાર્ડ યોજના, સહિતની તમામ યોજનાઓના લાભ એવા મુસ્લિમ પરિવારને મળી રહ્યા છે જે 60 વર્ષથી સરકારી યોજનાઓને લાભ થી વંચિત રહ્યા હતા

ભાજપ સરકારમાં સૌથી વધુ ફાયદો મુસ્લિમ સમાજ ના હુન્નર શાળા ના માધ્યમથી પોતાના ગૃહ ઉદ્યોગ અને રોજગારની પ્રદર્શન લગાવીને પોતાનો માલ વ્યાજબી ભાવે વેચવા નો અવસર મળ્યો છે, લઘુમતી સમાજ માટે આ સરકાર થી અગાઉ કોઈએ અત્યાર સુધી દરકાર નથી કરી, હા એક વર્ગ એવો છે જે પોતાના “સ્વાર્થ” માટે સરકારનો વિરોધ કરે છે, આવા લોકોનેનથીદેશસાથે, નથી મુસ્લિમ સમાજ સાથે ,નથી ગરીબ અને વંચિત લોકો ના હિતો સાથે કોઈ લેવાદેવા.. તે માત્ર ને માત્ર રાજકારણ માટે ભાજપનો વિરોધ કરી રહ્યા છે જે ગરીબ મજુર સમાજ છે તે સાર્વજનિક હિતની ખેવના કરનારા ભાજપ સાથે છે,

અગાઉની સરકારો માં જે મુસ્લિમ બાહુબલી અને ભૂમાફિયાઓ દ્વારા ઉત્તર પ્રદેશમાં આંતક મચાવ્યો હતો, તેમને યોગી સરકારે આવતાવેંત જ નેસ્ત નાબૂદ કરી દીધા આજે આ તમામ માફિયાઓને ઉત્તર પ્રદેશ છોડીને ભાગી જવા માટે મજબૂર કરવામાં આવ્યા છે,  યોગી સરકારે તમામ બાહુબલી અને માફિયાઓના સામ્રાજ્ય ને ખતમ કરી દીધા અને સરકારી જમીનો પર ના કબજા ખાલી કરાવી બે નંબરી પૈસા જ કરી કરીને સરકારી તિજોરીમાં જમા કરાવી દેશને સમાજનું ભલું કર્યું હતું.આજેઉતર પરદેશમાં કોઈ બાહુબલી માફિયા ડોન દેખાતું નથી, જ્યાં સુધી અગાઉની સરકારો હતી ત્યારે બાહુબલી માફિયા ડોન ઉપર કોઈએ કાર્યવાહી કરી નથી હવે જ્યારે ડોન અને ગુંડાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય છે, ત્યારે તેને મુસ્લિમો પર અત્યાચાર ગણવામાં આવી રહ્યો છે, આ સરકારમાં અત્યાર સુધી કોઈ  કોમી તોફાનો ભ્રષ્ટાચાર થયા નથી, કેમકે તોફાન અને ભ્રષ્ટાચારમાં સૌથી વધારે મુસ્લિમોને પીડાવું પડતું હતું આમ સરેરાશ જોવા જઈએ તો મુસલમાનો યોગી શાસનમાં ખૂબ જ ખુશી છે કેમ કે સામાન્ય મુસલમાન ના બાળકો ને શિક્ષણ મળવા મળ્યું, રસોડામાં ગેસ આવ્યું, કોરોના કાળમાં ભૂખ્યા પરિવારને અનાજ મળ્યું ,બેઘર લોકો ને ઘરના ઘર મળ્યા, બીમાર લોકોને મફતમાં ઇલાજ, દવા ,મળી કોઈ એ વાત તો જણાવે કે યોગી ના રાજ માં એક પણ મુસલમાન ભુખે મરી ગયા હોય, મુસલમાનો માટે આ પ્રદેશ ને આઝાદી પછી સૌથી પહેલીવાર સુવર્ણયુગ મળ્યો છે, જોકે આ મુસલમાન ના દુશ્મન મુસલમાન ગુંડા માફિયા છે, જે પોતાના સ્વાર્થ માટે ખોટા કામો કરીને મુસ્લિમોની રાષ્ટ્રવાદી છબીને ખરાબ કરે છે, જ્યારે પકડાઈ છે ત્યારે તે લોકો યોગી સરકાર ને મુસલમાનો ના દુશ્મન ગણાવે છે, ખરેખર ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે આઝાદી પછી સૌ પ્રથમવાર મુસ્લિમો માટે સુવર્ણ યુગની સ્થાપના કરી હોય તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી,

ઉત્તરપ્રદેશમાં મુસ્લિમોને મુખ્યધારામાં ભેળવવા માટેની યોગી આદિત્યનાથ સરકારની માનવતાવાદી સેવાનો સૌથી વધુ આદર મુસ્લિમો કરે છે