યોગીજી મહારાજ કહેતા કે યુવકો મારૂ હૃદય છે અને યુવકો એટલે સેવક: મહંત સ્વામી

યુવા સંસ્કાર દિને વિવિધ ક્ષેત્રના  મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

યોગીજી મહારાજે 1952માં યુવા પ્રવૃત્તિની કરી હતી શરૂઆત

સંધ્યા કાર્યક્રમ સાથે  સાંજે 4.45 વાગ્યે ધૂન અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો. ત્યારબાદ વિશ્વવ્યાપી બી. એ પી. એસ. યુવાપ્રવૃત્તિનિ ઝલક દર્શાવતી વિડીયો દર્શાવવામાં આવી હતી. બીએપીએસનાા પૂ. વિવેકમુનિ સ્વામી દ્વારા  યુવાપ્રવૃત્તિના હેતુ, ઇતિહાસ અને પરિચય વિષયક પ્રવચન  કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું,

બી.એ.પી.એસની યુવાપ્રવૃત્તિ નો પાયો સને 1952માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે નાખ્યો હતો અને તેઓ યુવકો માટે કહેતા હતા કે , “યુવકો મારું હૃદય છે”. મોરબી રેલ હોનારત વખતે પ્રમુખસ્વામી મહારાજની એક હાકલે 1500 જેટલા યુવકો રાહતકાર્યમાં જોડાયા હતા. છાત્રાલય પ્રવૃત્તિ નો પ્રારંભ યોગીજી મહારાજે યુવાપ્રવૃત્તિ દ્વારા કરાવ્યો હતો એ આજે ચૈતન્ય મંદિરો બની ગયા છે. પ્રમુખસ્વામી મહારાજે યુવા તાલીમ કેન્દ્રની શરૂઆત 2015 માં કરી હતી જે આજે ચારિત્ર્યયુક્ત યુવાનોનું સર્જન કરી રહ્યું છે.

ત્યારબાદ યુવાપ્રવૃત્તિની ફળશ્રુતિ વિષયક વિડિયો બતાવવામાં આવી હતી.

બીએપીએસના વરિષ્ઠ સંત યજ્ઞપ્રિય સ્વામીએ ‘ યુવાનોના વિરલ ઘડવૈયા પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન કરતાં જણાવ્યું,

પ્રમુખસ્વામી મહારાજ  યુવાનોના વિરલ ઘડવૈયા હતા. બાળકો અને યુવકો હંમેશા પ્રેમ અને લાગણીને ઝંખે છે માટે પ્રમુખસ્વામી મહારાજે હંમેશા યુવકોને પ્રેમ આપ્યો છે અને તેમની ભૂલોને અવગણીને અને માફ કરીને પણ પ્રેમ આપ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે પૂજા કર્યા વગર પાણી પણ ના પીવે તેવા નિયમધર્મની દૃઢતા વાળા યુવકોનું નિર્માણ કર્યું છે.પ્રમુખસ્વામી મહારાજે અજોડ સેવા કરે તેવા અને સમર્પિત યુવકોનું નિર્માણ કર્યું છે.

યુવાપ્રવૃત્તિમાં જોડાયેલાં યુવક-યુવતીઓના સ્વાનુભવ વિડિયો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા.બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ વિડિયો પ્રસ્તુતિ રૂપે દર્શાવવામાં આવ્યા હતા.  કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું,યોગીજી મહારાજ કહેતા કે,‘યુવકો મારું હૃદય છે’ અને યુવકો એટલે સેવક. યોગીજી મહારાજે કહેતા કે ‘અભ્યાસ કરવો એટલે કરવો જ અને ભગવાન ભજવા એટલે ભજવા જ’.    ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ અને લોકસભાના સાંસદ  તેજસ્વી સૂર્યાએ જણાવ્યું, આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજના અવતાર અને કાર્યોનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ કારણકે તેઓએ એક જન્મમાં એટલું કાર્ય કર્યું છે જેટલું અનેક જન્મોમાં ના થઈ શકે માટે આજે અનેક યુવાનોને તેમને દર્શાવેલા પથ પર ચાલવાની પ્રેરણા મળે છે.

પ્રમુખ સ્વામી મહારાજ “ત્યાગની મૂર્તિ” હતા માટે આજે આખું ભારત વર્ષ તેમનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યું છે.આજે પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને અદ્ભુત ચમત્કારની અનુભૂતિ થઈ છે જેની પાછળ પ્રમુખસ્વામી મહારાજ અને સંતો હરિભક્તો નો અથાગ પુરુષાર્થ રહેલો છે.

આ પ્રમુખ સ્વામી મહારાજ નગર માં સ્વચ્છતા , હરિયાળી અને પવિત્રતા જોવા મળે છે.હું આજે અહી અતિથિ તરીકે નહિ પરંતુ સત્સંગી થઈને આવ્યો છું અને મારી સાથે સમગ્ર ભારતના યુવા મોરચાના પ્રમુખ આવ્યા છે કારણકે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી ઘણું શીખવાનું છે જે ઉજ્જવળ ભારતના નિર્માણમાં ઉપયોગી બનશે. પ્રમુખસ્વામી મહારાજ આજે ભલે આપણી વચ્ચે નથી પરંતુ તેમની દિવ્ય ચેતનાના દર્શન હું અહીંના સંતો હરિભક્તો માં જોઈ રહ્યો છું. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં “નવા ભારતનું” દર્શન થાય છે.

દક્ષિણ ભારતમાં અનેક વિશાળ મંદિરો આવેલા છે જે આપણા પૂર્વજોની આવડત અને કલાનું પ્રતિક છે પરંતુ અક્ષરધામ મંદિર અને બીએપીએસ સંસ્થાએ આ કલાને જીવંત રાખવાનું કાર્ય કર્યું છે જ્યાં ભારતીય સંસ્કૃતિનું દર્શન થાય છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં તમામ યુવાનો એ આવું જોઈએ જેથી તેઓ દેશ ભક્તિ અને દેવ ભક્તિ શીખી શકે.

પ્રમુખસ્વામી મહારાજ આજના યુગમાં સાચા અર્થમાં “યુવાનોના આદર્શ” છે કારણકે તેઓએ યુવાનોને સાચું અને સારું જીવન જીવવાની પ્રેરણા આપી છે.આવનારા 25 વર્ષ એ ભારત માટે અમૃતકાળ સમાન છે અને તે માટે ઉચ્ચ આદર્શ ધરાવતા નાગરિકોની જરૂર છે અને તેવા આદર્શો અને મૂલ્યો પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યા છે.

ગુજરાત હાઇ કોર્ટના સિનિયર એડવોકેટ  દેવાંગ નાણાવટીએ જણાવ્યું,

આજે હું મારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને શ્રધ્ધાંજલિ આપવા આવ્યો છું. પ્રમુખસ્વામી મહારાજ સાથે મારી પ્રથમ મુલાકાત બોચાસણ મુકામે થઈ હતી અને મને સાક્ષાત્ ભગવાનની સામે બેઠો હોઉં તેવી અનુભૂતિ થઈ હતી.

પ્રમુખસ્વામી મહારાજે આપેલી માળા હું 24 કલાક મારી બેગમાં જ રાખું છું. પ્રમુખસ્વામી મહારાજે ભગવાનમાં કેવી શ્રદ્ધા રાખવી જોઈએ તે શીખવ્યું છે અને ભગવાનના વચનમાં વિશ્વાસ રાખવાનું શીખવ્યું છે. અડધા ગ્લાસ પાણીને જોઈને લોકો તર્ક કરતા હોય છે કે આ ગ્લાસ આખો ભરેલો છે કે અડધો, પરંતુ પ્રમુખસ્વામી મહારાજની આંખો તે ગ્લાસને જોઈને તરસ્યા માણસને શોધતી હતી તેવા પરોપકારી પુરુષ હતા.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું,

પ્રમુખસ્વામી મહારાજે ભગવા રંગ ને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું છે અને વિશ્વભરમાં ભગવા કપડાં પહેરેલાં સંતોને આદરપૂર્વક વંદન કરવામાં આવે છે.પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલા મંદીરોના નિર્માણથી અનેક માનવ ચેતનાના મંદિરોનું નિર્માણ થયું છે.મંદિર, શાસ્ત્ર અને સંતને સંસ્કૃતિના આધાર સ્તંભ કહેવામાં આવ્યા છે અને આ ત્રણેય તત્વો બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થામાં જોવા મળે છે. 600 એકરમાં નિર્માણ પામેલા નગરની પાછળ 80,000 થી વધારે સ્વયં સેવકોનો પુરુષાર્થ રહેલો છે તે વિશ્વભર માટે ઉદાહરણ રૂપ છે કે સ્વયંસેવકોની શક્તિ શું છે અને પ્રમુખસ્વામી મહારાજ જ તેમના આદર્શ છે. બાળનગરી એ જ્ઞાનનગરી છે જેમાં મનોરંજનની સાથે રસપ્રદ જ્ઞાન આપવામાં આવે છે. અનેક કુદરતી અને કૃત્રિમ આપત્તિઓ માં પ્રમુખસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ અનેક રાહતકાર્યો આ સંસ્થાએ કર્યા છે તે માટે હું તેમનો અને આ સંસ્થાનો આભારી છું.

હું 80,000 સ્વયંસેવકો એ આપેલા નિ:સ્વાર્થ યોગદાન અને સમર્પણને લાખ લાખ વંદન કરું છું કારણકે તેમના વગર આ આયોજન શક્ય નહોતું.પ્રમુખસ્વામી મહારાજે નાનામાં નાની વ્યક્તિઓના દુક દૂર કરવા માટે પુરુષાર્થ કર્યો છે અને તેઓ એ ને સેવાને નારાયણ સેવા માનીને સમાજસેવાના કાર્યો કર્યા છે.પ્રમુખસ્વામી મહારાજે અનેક લોકોને વ્યસનમુક્ત કરીને,ધર્મની ભાવના જાગૃત કરીને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપી છે.