તમારે પણ બનવું છે બેસ્ટ મોમ તો બનાવો તમારા બાળકો માટે આ સરસ ડીશ

you-also-want-to-be-the-best-mom-to-make-this-great-dish-for-your-kids
you-also-want-to-be-the-best-mom-to-make-this-great-dish-for-your-kids

ચોલેટ મમરા બનાવવા જોઈશે  :

  • બે કપ મમરા
  • ૧/૩ કપ ચોકલેટ મેલ્ટ
  • બે ટેબલ-સ્પૂન બટર
  • અડધી વેનિલા એસેન્સ

ચોલેટ મમરા બનાવવાની રીત :

૧. એક પેનમાં મમરાને શેકી લેવા (જાડા અથવા પાતળા મમરા લઈ શકાય).

૨. ડબલ બોઇલર અથવા માઇક્રોવેવમાં ચોકલેટ બટર સાથે મેલ્ટ કરી લેવી. એમાં એસેન્સ ઉમેરવું.

૩. એમાં શેકેલા મમરા ઉમેરી ગ્રીસ કરેલા સિલિકોન મફિન્સ કપમાં આ મિશ્રણને ચમચીની મદદથી અથવા આઇસક્રીમ સ્કૂપરની મદદથી ભરી એને ફ્રિજમાં સેટ કરી ઍરટાઇટ ડબ્બામાં ભરી લેવું.

નોંધ

૧. બટરની જગ્યાએ પીનટ બટર લઈ શકાય.

૨. હેઝલનટ પેસ્ટ પણ લઈ શકો છો.(ન્યુટેલાની)

૩. મમરાની જગ્યાએ જુવારની ધાણી પણ લઈ શકાઈ.