જાણીને પણ તું બને છે અજાણ , ને કે છે પ્રેમ નથી

જાણીને પણ તું બને છે અજાણ , ને કે છે પ્રેમ નથી
છલકે છે તારા હોઠ પર પ્રેમ ની લાલી , ને કે છે પ્રેમ નથી

તારી આખોમાં પ્રેમની છે પ્યાસ ભરી , ને કે છે પ્રેમ નથી
શરમથી તારા ગાલ થાય છે ગુલાબી, ને કે છે પ્રેમ નથી

હૈયે તારા ઉભરાય છે ઉમંગ પ્રેમનો , ને કે છે પ્રેમ નથી
મારા પ્રેમના વહાલ માં તું ભીંજાય છે , ને કે છે પ્રેમ નથી

આખી દુનિયાને દેખાય છે નજરોમાં , ને કે છે પ્રેમ નથી
તારી સખીઓમાં ચર્ચા છે મારી , ને કે છે પ્રેમ નથી

આંખોમાં તારી દેખાય તસ્વીર સૌને મારી , ને કે છે પ્રેમ નથી
શોધે છે તારી નજર મને બધે જ , ને કે છે પ્રેમ નથી

રાત્રીના સપના માં તુંજ મને જગાડે છે ,ને કે છે પ્રેમ નથી
વહેલી સવારે તારી યાદ મને જગાડે છે, ને કે છે પ્રેમ નથી

તારા દિલમાં છે મારી યાદોની મહેફિલ ,ને કે છે પ્રેમ નથી

ક્યાં સુધી મનાવીશ તારા મનને તું ,
ને કહીશ કે તને પ્રેમ નથી?

– આર. કે. ચોટલીયા