ક્યારે અને ક્યાં ફોટો પાડ્યો તે પણ હવે ગૂગલ મેપથી જાણી શકાશે !!!

જેને ઇન્ટરનેટનું સર્ચ એન્જિન કહેવામાં આવે છે એ ગૂગલ લોકોને ઘણી બધી સેવાઓ પૂરી પાડતું હોય છે. ગૂગલ દ્વારા આપણે કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકીએ છીએ . ગૂગલ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માની એક છે ગૂગલ મેપ્સની એપ્લિકેશન જેના દ્વારા કોઈપણ સ્થળનો રસ્તો શોધી શકીએ છીએ .

હવે ગુગલ મેપ્સમાં રસ્તાની સાથે તમે ફોટો ક્યાં પાડેલો છે તે પણ સ્થળ બતાવશે અને ગૂગલ મેપ્સ તેની ટાઈમલાઇન દ્વારા ફોટાઓને તમારા સમક્ષ હાઈલાંઇટ કરશે.

આ ફીચરનો ઉપયોગ ગૂગલ ફોટોઝ v5.23.0 એપ્લિકેશન દ્વારા સકાશે

આ ફીચર ગૂગલ ફોટોઝ v5.23.0 એપ્લિકેશન પર દ્રશ્યમાન થશે. જ્યારે કોઈ યૂઝર ગૂગલ ફોટોઝમાં સર્ચ પર જઈને મેપ પર ક્લિક કરશે ત્યારે યુઝરને ચેતવણી બોક્સ દ્વારા જણાવવામાં આવશે કે તમારા ગૂગલ મેપ્સ માં એક નવો ફીચર ઉમેરવામાં આવ્યો છે. તમારા ફોટાઓનું સ્થાન ગૂગલ મેપ્સ શોધશે.

તમે ક્યાં સ્થાન પર ગયા હતા તે પણ તમારા ફોટાનાં આધારે જાણી શકાશે.

તમે તમારા જે ફોટાઓ લીધા હશે તે ફોટાઓનું લોકેશન શોધવામાં સરળતા રહેશે. ગુગલ મેપ્સ ફોટાઓ શોધવા માટે કેમેરામાં રહેલા જીપીએસનો ઉપયોગ કરે છે અને તેને સીમા ચિન્હો અને તે સ્થાનનો ઇતિહાસ તમારા ફોનમાં બતાવશે.

જો તમે આ સુવિધાને બંધ કરવા ઈચ્છતા હોય તો ગુગલ મેપ અને ગૂગલ ફોટોઝનું ઇન્ટરોગેશન ( એકીકરણ ) સેટિંગ્સમાં જઇને બંધ કરી દેવાથી આ સેવા બંધ થઇ જશે.

આ એકમાત્ર સુવિધા નહીં પરંતુ ગુગલ કંપનીએ સિનેમેટીક ફોટો ફીચર્સ, ન્યુકોલેજ ડિઝાઇન અને બીજી નવી સુવિધાઓ પણ ઉમેરી છે॰ જે ગૂગલ ફોટામાં પ્રવૃત્તિઓને હાઇલાઇટ કરે છે.