Abtak Media Google News

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ રાજયભરમાં કોરોનાએ ફરી અજગરી ભરડો લીધો છે. ત્યારે ભાવનગર શહેર પણ તેમાંથી બાકાત રહ્યું નથી. સતત કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાના ધ્યાનમાં રાખી આજથી શહેરમાં તમામ સ્વિમીંગ પૂલ બંધ રાખવાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. શહેરનાં તમામ સ્વિમીંગ પૂલ અચોકકસ મુદત સુધી બંધ રાખવામાં આવશે.

રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમા ડબલ કેસો થઈ ગયા છે. રાજય સરકાર દ્વારા અલગ અલગ પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. હોળી પ્રગટાવવાની લીમીટેડ છૂટ આપવામાં આવી છે. પરંતુ ધુળેટીએ રંગે રમવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં કોરોનાનું સંક્રમણ ચરમસીમાએ છે. ભાવનગર અને જામનગરમાં પણ કોરોના કેસોમાં ખૂબજ ઝડપથી વધારો થઈરહ્યો છે. આવામાં સંક્રમણને રોકવા માટે આજથી ભાવનગરમાં તમામ સ્વિમીંગ પૂલ અચોકકસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય મહાપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રાજયનાં મહાનગરોમાં પ્રતિબંધ વધુકડક બનાવવામાં આવે તેવી સંભાવનો પણ જણાય રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.