સોશિયલ મીડિયાએ બનાવી દીધી “નવા અફઘાનની નવી મિનિસ્ટ્રિ”, તાલિબાનીઓ પરના આ Memes જોઈ તમે હસવું રોકી નહીં શકો..!!

તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કરી લેતા વિશ્વ આખામાં ખળભળાટ મચી ગયો છે. અહીના સ્થાનિકો તેમજ અન્ય નાગરિકો પોતાના વતન પરત ફરવા ભાગ દોડ કરી રહ્યા છે. વિમાન હાઉસફૂલના પણ ઘણા આશ્ચર્યમય વીડિયો સામે આવ્યા છે. અફઘાનિસ્તાનના મુદ્દે પણ સોશિયલ વીડિયોમાં “વાયરસ” ઘૂસ્યો હોય તેમ ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ તેમજ ઈન્સ્ટાગ્રામ પર ગતિવિધિઓ તેજ બની છે.

અફઘાન પર તાલિબાનીઓના રાજના સમાચારે તો માંનો સોશ્યિલ મીડિયા પર અફરાતફરી મચાવી દીધી છે. કોઈ લોકો ટ્વિટર દ્વારા રોષ વ્યક્ત કરી રહ્યા છે તો કોઈ લોકોએ સંપૂર્ણ સ્તિથિને હળવી કરવા માટે હાલ સોશ્યલ મીડિયા પર જે ખુબ ટ્રેન્ડિંગ છે “મિમ્ઝ” બનાવામાં આવ્યા છે. લોકોમાં આજે ઈન્ટરનેટ પર ખુબ સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી જોવા મળી રહી છે..!!

આ તસ્વીર જે હાલ ટ્રેન્ડિંગ “મીમ” બની ગયું છે. સાઇકલ પર સવાર આ શખ્સને મીમ ક્રેટટર દ્વારા  “મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ”નો હાસ્યસ્પદ રીતે હોદ્દો આપવામાં આવ્યો છે!!

આ તસ્વીરમાં દેખાતો “બંટી બોય”ને તો મીમ બનાવનારે પોતાની સર્જનાત્મકતાથી “એજ્યુકેશન મિનિસ્ટર ઓફ અફઘાનિસ્તાન”નો હોદ્દો આપી દીધો..!!

આ તસ્વીરમાં બે શખ્સ સામાન્ય રીતે બેઠા છે ત્યારે કટાક્ષરૂપે આ તસ્વીરને કાંઈક આમ વર્ણવ્યું: અફઘાનિસ્તાનમાં કાબુલ વિશ્વવિદ્યાલયમાં કબ્જો કર્યા બાદ વિદ્યાર્થીઓને ઓનલાઇન ક્લાસ ભણાવતા બે પ્રોફેસર!!

આ હાસ્યસ્પદ તસ્વીર…. સોશિયલ મીડિયાએ આમને “ટ્રાફિક પોલીસ” ઓફ અફઘાનનો હોદ્દો આપ્યો છે..!! 

આ તસ્વીર કે જેમાં તાલિબાન શ્ખ્શને “મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ એન્ડ અલાઇડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ અફઘાનિસ્તાન” હોદ્દો અપાયો છે.