Abtak Media Google News
ભીમાબાઈની કુખે જન્મનારૂં ચૌદમું સંતાન વિશ્ર્વ માનવ બનશે એવા આશીર્વાદ ફળ્યાને ડો.ભીમરાવ આંબેડકર જેવા વીરલ  પુરૂષ આપણને મળ્યા

ભગ વદગી તામાં અર્જુનને ઉપદેશ આપતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું ’ અર્જુનને કહો ચડાવે બાણ , અબ યુદ્ધ એ જ કલ્યાણ’.બારમાં અધ્યાયમાં એનું સમર્થન કરતા વળી પાછુ કહ્યુ  તે રીતે યુદ્ધ કરવાથી તું પાપને પ્રાપ્ત નહીં થાય.કદાચ રશિયન પ્રમુખ વ્હાલાદિમીર પુતીનને પ્રધાનમંત્રી  મોદીએ ભેટમાં આપેલ ભગવદ ગીતાનો આ શ્ર્લોક અને આ જ્ઞાન વધારે લાદ્યુ હશે એવું અત્યારે તો યુક્રેનની સ્થિતી જોતા દેખાય છે.આમપણ રશિયનો ભારતનાં દિવાના ખરાને ? પછી એ રાજ કપુર હોય કે ભગવત ગીતા.પરંતુ અધુરુ જ્ઞાન હંમેશા વિનાશકારી હોય છે.યાદકરો ગાંધીજીનું એ વાંકય ’ અહિસા પરમો ધર્મ ’.પછી ભલેને કોઇ આપણા દેશની ભૂમિ લુટી જાય આપણે ગાંધી ચિંધ્યામાર્ગે જ.બારમાં અધ્યાયનો બાકીનો અડધો શ્ર્લોક સ્થિતી સ્પષ્ટ કરતા કહે છે સુખ દુખ સમેકૃત્વા, લાભા-લાભો જયા જયો  એટલે હાનિ-લાભ , જય-પરાજયનાં અહંકારરુપી મોહથી પર થઇ અને ધર્મની સ્થાપનાં માટે યુદ્ધ કર.

પુતિન સાહેબ કયા ધર્મની સ્થાપનાં માટે યુદ્ધ કરી રહ્યા છે એ આપણને ખબર નથી , હોય શકે ગઅઝઘ ની વધતી દાદાગીરી સામે હોય.પરિણામ એટલુ તો નક્કી જ છે કે આપસી અહંકારમાંથી જન્મેલો આ ઉન્માદ એ હજારો-લાખોની લાગણીને પગતળે કચડી નાખે છે.જયાં આમ નાગરિક રોતો – કકળતો રહી જાય છે.યાદકરો યુક્રેનનું એ દૃશ્ય જેમાં એક લાચાર બાપ પોતાની દિકરીનાં હાથ પોતાનાં હાથમાં લઇ ઘૂટણીયે પડીને એક બાળકની જેમ રડી રહ્યો છે.

આતો વાત થઇ એક દેશ અને બીજા દેશ વચ્ચેનાં રાજકીય યુદ્ધની .પરંતુ કુરિતી , સતીપ્રથા , જ્ઞાતિપ્રથા , અસ્પૃશ્યતા , જેવા સામાજિક અન્યાયો વિરુદ્ધ ખેલાયેલા યુદ્ધોનો ઇતિહાસ પણ કંઇક આવો જ રહ્યો છે. વર્તમાનમાં જે ગઅઝઘ શબ્દ આપણાં કાને વારંવાર સંભળાય છે.એનાં મુખ્ય સભ્ય દેશો યુરોપનાં છે.વર્તમાનમાં આધુનિક વિચારસરણી ધરાવતું યુરોપ મધ્યયુગ ( 9 મી થી 12 મી સદી ) દરમ્યાન એનાં સૌથી વધારે કપરા સમય માંથી પસાર થયો.જયાં રાજસત્તા તો હતી પરંતુ એ નામ માત્રની.ખરુ શાસન તો કેથોલીક ખ્રિસ્તી ધર્મગુરુઓનું હતુ.એ જે કહે એ જ નિયમ હતો , એ જ રિતિ-નિતી રહેતી.આમાં કયાંય પ્રજાનો અવાજ નહોતો.કપરી મજુરી કરતી યુરોપીયન પ્રજા ફકત ટેક્ષ ભરવા માટે હતી.બાકી શિક્ષણ , અધિકારો , સામાજિક સમાનતા કે રાજકીય ભાગીદારી જેવું કશુ ન હતુ.પ્રજાને કોઇ અન્ય દેશનો પ્રવાસ ખેડવાની પરવાનગી પણ ન હતી.એટલે જ તો જયારે ગેલીલીયોએ ધર્મસત્તા વિરુદ્ધ જઇ અને વૈજ્ઞાનિક સિદ્ધાંતોનાં આધારે એવુ કહ્યું કે પૃથ્વી ગોળ છે અને તે એની ધરી પર ફરે છે.ત્યારે ધર્મગુરુઓનાં આદેશથી એની પથ્થર મારી હત્યા કરી દેવામાં આવેલી.બીજી બાજુ હતું સામંતોનું શાસન , આ સામંતો રાજાએ બનાવેલા નાના-નાના વિસ્તારોનાં શાસકો હતા.જેનાં દ્રારા ચલાવવામાં આવતા શાસન પર રાજાએ આધારિત રહેવું પડતું.જેઓ પ્રજાને સતત દબાયેલી અને કચડાયેલી રાખવામાં જ માનતા હતા અને તો જ એનું શાસન કાયમ રહે.પ્રથમ વખત પેલેસ્ટાઇનનાં યુદ્ધમાં લશ્કરનાં સ્વરુપમાં બહાર નિકળેલા નાગરિકોએ ખુલ્લી હવા , મુકતતાનો શ્ર્વાસ લીધો.ધર્મસત્તા અને સામંતશાહીની બહારનું વિશ્ર્વ કેટલું મુકત અને વિકસેલું છે એ અનુભવ્યુ.ત્યારબાદ જે મુકત વિચારસરણી વાળા લોકોએ જડ ધર્મસત્તાને પડકારી એકચક્રી અહંકારી સત્તાનો અંત આણ્યો અને તેમાંથી જનમ્યો પ્રોટેસટન્ટ વિચારધારાનો નવો પ્રવાહ જેણે શિક્ષણ, સાહિત્ય,સંશોધન અને વિકાસને પ્રાધાન્ય આપ્યું .આમાંથી જ ઉદારતાવાદી લોકશાહી તંત્રનો જન્મ થયો.જેને આપણે ફ્રેંચ રિવોલ્યુશન તરીકે ઓળખીએ છીએ.આ પ્રક્રિયા ઘણી ધીમી રહી પરિણામ રશિયા-યુક્રેન યુદ્ધની માફક જ રહ્યું અનેકો નિર્દોષનાં ફાળે અપાર યાતનાઓ ભોગવવાનો વારો આવ્યો.

ભારતમાં દબાયેલા – કચડાયેલા – શોષિત – પિડીત વંચીતોને ન્યાય અપાવવા અંગ્રેજોનાં રાજકીય  શાસન સમયે પરતંત્ર ભારતની સામાજીક વ્યવસ્થામાં પ્રાથમિક શાળાકીય શિક્ષણ થી લઇ જીવનનાં અંતિમશ્ર્વાસ સુધીનો લાંબો સંઘર્ષ લડનારા આવા જ એક યોદ્ધા થઇ ગયા એ એટલે ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર. સંયોગવશ એનું કુટુયબ પણ શ્રીરામ અને કૃષ્ણની અનન્ય ભક્તિને વરેલું કબીરપંથી.તેઓ હંમેશા આવુ ગાતા : જાત પાંત પૂછે ના કોઇ, હરકો ભજે સો હરકા હોઇ. ટીળક , કર્વે અને પરાંજપે જેવા પ્રખર બુદ્ધિશાળી યોદ્ધાઓ ભારતનાં ચરણે ભેટ ધરનારી કોંકણ પ્રદેશની એ પૂન્યધરા. હિન્દુઓમાં અસ્પૃશ્ય પરંતું શરીરે ખડતલ , લડાયક મિજાજવાળી , હિમ્મત અને બુદ્ધિવાન એવી મહાર જાતિમાં એમનો જન્મ.માતા-પિતા તરફથી વારસામાં જ પરગજ્જુ , લડાયક , બુદ્ધિમતા અને  અનન્ય ભક્તિનાં સંસ્કારો મલેલા.એટલે જ તો એમનાં જન્મપૂર્વે સંન્યાસી બનેલા કુટુમ્બી કાકાએ આ સકપાલ પતિ-પત્નીને આશિર્વાદ આપતા કહેલું કે ભીમાબાઇની કુખે જન્મનારું એમનું ચૌદમું સંતાન વિશ્ર્વમાનવ બનશે.એમની ખ્યાતિ ચારે દિશાઓમાં વ્યાપ્ત થશે.પરંતું આ ખ્યાતિ પૂર્વેનો સંઘર્ષ ઘણો કઠીન હતો.હર કદમ પર તિરસ્કાર , ધૃણા અને નફરત જ મલ્યા.અને એ પણ કોઇ પરધર્મિઓ દ્રારા નહીં પણ પોતાનાં જ હિન્દુ બાંધવો દ્રારા. કારણ હતું એમનો અસ્પૃશ્ય એવી મહાર જાતિમાં જન્મ.એક વાયકા પ્રમાણે ’મહાર’ પરથી જ ’ મહારાષ્ટ્ર’ નામ ઉતરી આવ્યું. સામાજિક રીતે એક વર્ગ હતો અસ્પૃશ્ય કે જેને સ્પર્શ બાધ હતો , બીજી હતી બહિષ્કૃત જેની સાથે સામાજીક આંતરક્રિયાઓ બાદ્ય હતી તો ત્રીજી હતી અર્દષ્ટની હતી જેની સામે જોવું પણ પાપ હતુ.જેમનો પડછાયો પણ જો લાગી જાય તો સમાજનો એક વર્ગ ઘરે જઇ સ્નાન કરી લેતો.ગમે તેવી તરસ લાગી હોય તો પણ ગ્રિષ્મરુતુનાં તાપમાં કોઇ પાણીનું ટીપુંય તો ન આપતું.ઉલ્ટુ ગંદા શોષ ખાડા અને સડેલુ ખાબોચીયાનું પાણી પીવા બાધ્ય કરાતુ.માથે ફાટેલું કપડાનું ફાળીયુ,કમર પર ટુંકી ગોઠણ સુધીનું પહેરણ અને ખભ્ભે ધાબળા જેવું આ પહેરવેશ અને હાથમાં ઝાડુ તો ખરુ જ.આવી દારુણ સ્થિતી સમાજે કરી હોય ત્યાં શિક્ષણની તો વાત જ કયાં આવે.અને એમાંય પાછું બ્રિટીશ રાજ જેમાં રાજકીય અધિકારની વાત ટીળકે કરી અને સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવી વાત કરવી એ રાજદ્રોહ ગણાતો અને કાંતો ફાંસી થાય નહીંતર જેલવાસ તો નક્કી.આખા દેશની આ સ્થિતી હોય ત્યાં આ વંચીત સમાજનાં રાજકીય અધીકારોની તો વાત જ કોણ કરવી એ ઝાંઝવાનાં જળ સમાન હતું.આવા તિવ્ર તમસની મધ્યે પણ આતો રામજી સકપાલનો દીકરો હતો.જેણે મન લગાવી અભ્યાસ કર્યો , અપમાનો સહન કર્યા , આર્થિક ગરબાઇમાં પણ આ દિવાએ આત્મદિપો ભવની માફક ભૂખ્યા રહીને પણ એ મુંબઇનાં લોઅર પરેલની એક ઓરડીમાં રહી એલફીસ્ટન કોલેજમાં ભણી ગ્રેજ્યુએશન કરી વડોદરાનાં મહારાજાની આર્થિક મદદથી અમેરિકા જઇ ઙવ.ઉ સુધીનો અભ્યાસ કર્યો. બાદમાં ઇંગ્લેન્ડમાં ઉજઈ,ખજઈ સુધીનો અભ્યાસ કર્યો.

દેશમાં પરત આવી અને પોતાનાં પિડીત બંધુઓનો અવાજ બનવા કલમ નાંમનું શસ્ત્ર હાથમાં લીધુ.ભારતનું એ સત્વ લોકો સુધી પહોંચાડી અને લોકજાગૃતિ આણી અને એ પણ કોઇપણ પ્રકારનાં આંતરકલહ કે હિંસાનો આસરો લીધા વગર ગાંધી ચિંધ્યા માર્ગે બૌદ્ધ ધર્મનાં સત્ય -અહિંસા અને પ્રેમનાં માર્ગે સમાજને વાળી જય-પરાજય કે અંગત લાભ અને સ્વાર્થથી પરે ઉઠી કબીરવાણીની એ કૃષ્ણ ભક્તિને સત્ય સાબિત કરી.પોતાની અડગ શ્રદ્ધા, વિશ્ર્વાસ અને અનન્ય એવી રાષ્ટ્રભક્તિથી , સમાજનાં એક વર્ગને પુન: મુખ્યધારામાં લાવવા માટે એક લાંબુ યુદ્ધ આરંભ્યું એ હતુ સમરષ સમાજની રચનાં માટેનું જેમાં સમતા,સમાનતા અને બંધુતાનાં ત્રિવીધ સંગમનો સમન્વય હતો.એવા ડો.બાબાસાહેબે એ કૃષ્ણનાં ઉપદેશ મુજબ જ ’ અર્જુનને કહો ચડાવે બાણ અબ યુદ્ધ એ જ કલ્યાણ’નાં મંત્રને વાસ્તવિક જીવનમાં ચરિતાર્થ કર્યો હતો.અને એટલે જ તો આજે પણ ભારત અનેક પડકારોનો સામનો કરીને પણ વગર ગઅઝઘ એ વૈશ્ર્વિક મહાસત્તા બનવા તરફ મક્કમગતિએ સામાજિક અને રાજકીય ઐકય સાથે આગળ વધી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.