તમે જોઇ જેઠાલાલની ‘ગુલાબો’ની આ તસવીરો,..? સુંદરતા એવી કે બબિતાને પણ આપે ટક્કર

ભાગ્યે જ એવું કોઇ ઘર હશે જ્યાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ જોવાતી નહીં હોય. વર્ષો બાદ પણ આ સીરિયલની પ્રસિદ્ધિમાં જરાય ઘટાડો થયો નથી. આ સીરિયલ એવી છે કે નાના બાળકોથી લઇને મોટી ઉંમરના વ્યક્તિને જોવી ખુબ પસંદ આવે છે. આ સીરિયલમાં આવતા તમામ પાત્રો લોકોને યાદ રહી જાય છે. પછી તે દયાભાભી, બબીતા, જેઠાલાલ હોય કે પછી બાઘો, બાવરી કે નટુકાકા તમામ કેરેક્ટર્સને ખુબ પસંદ કરવામાં આવે છે. તો કેટલાક એવા પણ પાત્રો છે જે એક બે એપિસોડમાં નજર આવે છે. ભલે ટૂંકા ગાળા માટે આ સીરિયલનો ભાગ બને પરંતુ તેઓ હંમેશ માટે યાદગાર બની જાય છે.


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવું જ એક કેરેક્ટર્સ હતું જેઠાલાલની કાશ્મીરી પત્નીનું. બે કે ત્રણ એપિસોડ સુધી જેઠાલાલ પાછળ પડેલી તેની બીજી પત્ની એટલે કે કાશ્મીરી પત્નીએ ગોકુલધામ માથે લીધું હતું.

આ કાશ્મીરી પત્નીનું પાત્ર ભજવનાર કલાકારનું રિયલ નામ છે સિંપલ કોલે.

સિંપલ કોલે સોશિયલ મીડિયા પર હાલ ખુબ જ ચર્ચામાં છે. આ ચર્ચા પાછળનું કારણ બીજું કંઇ નહીં પરંતુ તેની સુંદરતા છે.

‘ગુલાબો’ એટલે કે સિંપલ કોલ રિયલ લાઇફમાં ખુબ જ ગ્લેમર્સ છે. સિંપલ સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે.

સિંપલ કોલ અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. જેને તેના લાખો ફેન્સ લાઇક અને કોમેન્ટ કરતાં રહે છે.

વાત સિંપલ કોલેના અંગત જીવનની કરીએ તો સિંપલે વર્ષ 2002માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તારક મહેતા પહેલા સિંપલ ‘કુસુમ’ ‘કુટુંબ’, ‘શરારત’, ‘યે મેરી લાઈફ હૈ’, ‘ બા બહુ ઓર બેબી’, ‘એસા દેશ હૈ મેરા’, ‘તીન બહૂરાનિયાં’, ‘સાસ બિના સસુરાલ’, ‘જીની ઓર જુજૂ’, ‘સુવ્રીન ગુગ્ગલ-ટોપર ઓફ દ ઈયર’ અને ‘ભાખડવાલી’ જેવી અનેક પ્રસિદ્ધ ટીવી સિરિયલ્સમાં નજર આવી ચૂકી છે.

એટલું જ નહીં સિંપલ કોલ મ્યૂઝિકલ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનું નસીબ અજમાવી ચુકી છે. સિંપલ કોલે શાસ્ત્રીય સંગીત સિવાય વેસ્ટર્ન મ્યૂઝિક અંગે પણ શિક્ષણ લીધું છે.

તમને જાણીને નવાઇ લાગશે કે ફિલ્મી કરિયર સિવાય સિંપલ કોલ એક સફળ બિઝનેસની પણ માલકીન છે. સિંપલ મુંબઇમાં ત્રણ રેસ્ટોરન્ટની માલિક પણ છે.