તું તારી જાત અને દોષને જોતા શીખીજા: પૂ.મહાસતીજી

જેમ સાબુની ગોટી પરથી રેપર કાઢયા વિના ગમે તેટલું સ્નાન કરીએ તો પણ ચોખ્ખા ન થઇએ તેમ આપણી સાધના આરાધનામાં અહમના રેપર કાઢયા વગર સાધના સાર્થક થશે નહી- મ.સ.

 

અબતક, રાજકોટ

જુનાગઢમાં જૈન સમાજ માટે તા. 4 થી 11-9 સુધીનો સમય ધર્મ આરાધનાનો છે અને આવા મહાપર્વમાં રાષ્ટ્રીય સંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાનજ સાહેબના સાજ્ઞાનવર્તી, પ્રખર પ્રવચનકાર ડો. ડોલરભાઇ મહાસતીજી આદીઠાણા-6 ના સાનિઘ્યે જુનાગઢમાં જગમાલ ચોકમાં આવેલ જૈન ભુવન તથા ઉ5રકોટ રોડ ઉપર આવેલ મહેતા નિદાન કેમ્પમાં રોજે રોજના આઘ્યાત્મીક પ્રવચનો તથા બાળકો અને મહીલાઓ માટેના ખાસ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનું અગાઉનું ચાર્તુમાસ જુનાગઢમાં હોય જુનાગઢ સ્થાનકવાસી સંઘની વિનંતીથી તેમના જ 6 મહાસતીજીઓને જુનાગઢમાં ચાર્તુમાસ કરવા માટે રોકેલા હતા. ફકત જૈન સમાજ માટે નહીં પરંતુ જૈનેતર માટે પણ ઉપયોગી એવા પર્વ પ્રવચનો અને વિવિધ આઘ્યાત્મિક એકટીવીટીઝ બન્ને જગ્યાએ ચાલી રહી છે. તેમા સાંથી મહત્વનો કાર્યક્રમ અને જેને નાવીન્ય પુર્ણ કહી શકાય તે દરરોજ સવારે 7 થી 8 કલાક જૈન ભુવનમાનં છે. જેનું નામ INNER CLEANIN COURSE છે રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના આદેશથી આ સુંદર એક કલાકનો સમય હદય અને મગજને ચોખ્ખા  કરવા માટેનો છે. પર્યુષણના ત્રૃતીય દિવસે મહાસતીજીએ સવારે  INNER CLEANIN COURSE

અને ત્યારબાદ નિયમિત વ્યાખ્યાનમાં હદયને સ્પર્શી જાય તેવા દ્રષ્ટાંતો સાથે પર્યુષણ મહાપર્વ રવિવારે વ્યાખ્યાનનો સુંદર વિષય હતો.  MY FIRST GOD MOTHER AND FATHER  લુક એન્ડ લર્નના બાળકો દ્વારા પર્યુષણ પર્વ પરંપરા થી ઉજવવાના કે પરીવર્તન એકટીવીટીશ મહીલાઓ માટે હતી. આજે વ્યાખ્યાનનો વિષય મારા NATURE  પર PARMATMA ની SIGNETURE  વિષય હતો જેમાં હદયોલ્લાસ સાથે પ્રવચનમાં જણાવાયું કે જેણે પ્રભુ ભકિતમાં ડુબતા આવડે તેને સંસાર સાગર તરતા આવડે, જુનાગઢમાં પર્યુષણ દરમ્યાન પ્રથમ વખત આત્માને વિશુઘ્ધિની દિશા આપવા, અંતરઆત્માને ઈકઊઅગ   કરવાના અનેક પ્રયોગો સાથે એક અનેક અનુભુતિ  કરવાની પ્રોસેસ એટલે ‘INNER CLEANIN COURSE પુ. મહાસતીજીએ શનિવારના પ્રવચનમાં હ્રદયને સ્પર્શે તે રીતે જણાવ્યું હતું કે જેમાં સાબુની ગોટી પર રેપર કાઢયા વગર ગમે તેટલું સ્નાન કરી એ તો પણ ચોખ્ખા ન થઇએ તેમ આપણી સાધના આરાધનામાં અહમને રેપર કાઢયા વગર સાધના સાર્થક થશે નહીં.  ઉપાશ્રયમાં પ્રવેશ કરતા પહેલા ખુલ્લા  અને ખાલી હ્રદયે પ્રવેશ કરવાનો છે. પર્વતાધીરાજ પર્યુષણ મહાપર્વમાં એક વાત યાદ રાખવાની કે ‘તું તારી જાતને જોતા શીખીજા તું તારા દોષને જોતા શીખીજા’

ઘણીવાર ખાસ માતા પિતાના ઉપકાર સબંધે પૂજય મહાસતીજીઓ મનનીય પ્રવચન કરીને જણાવેલ હતું કે આપણે ભગવાન સાથે રહ્યા નથી પણ આપણને જન્મ આપનારા આપણા સાક્ષાત ભગવાન આપણા માતા પિતા રહેલા છે આ પર્યુષણમાં સૌથી વધુ ક્ષમાચાયના કરવાની હોય તો આપણા માતા પિતા તથા વડીલોની કરવાની હોય છે. તા. 8-9-21 ને ગુરૂવારે બપોરના 3 કલાકે ભગવાન મહાવીર જન્મોત્સ સબંધે મનનીય વ્યાખ્યાન પુજય ડો. ડોલરબાઇ મહાસતીજીના શ્રીમુખેથી સાંભળવાનું છે. દાન કરીને પરીગ્રહ વૃતિથી નિવૃતિ મેળવવા માટે પર્યુષણના આઠે દિવસના જુદા જુદા દાન નકકી કરેલા છે. જેમા પ્રથમ દિવસે વસ્ત્રદાન, બીજા િેદવસે રવિવારે જ્ઞાન દાન, ત્રીજા દિવસે ચશ્માદાન,  ચોથે દિવસે પાત્રદાન, પાંચમે દિવસે મીઠાઇ દાન, છઠ્ઠે દિવસ સ્વાસ્દાન, સાતમે દિવસે સુરક્ષા દાન અને સૌથી અગત્યનું પર્યુષણ પર્વના છેલ્લા દિવસે મિચ્છાની દુકકડમ એટલે કે ક્ષમાદાન જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘ વતી જુનાગઢના દરેક ધર્મ પ્રેમી પ્રજાને આ મહામુલા અવસરનો લાભ લેવા માટે વિનંતી કરાયેલી છે. પુજય મહાસતીજી ઓના પ્રવચનમાં ફકત જૈન ધર્મ સંબંધે જ નહી પરંતુ જીવન જીવવાની પઘ્ધતિ વિશે કહેવામાં આવે છે.. આથી ફકત જૈન જ નહી પરંતુ જૈનેતરને પણ આ પ્રવચનમાળાનું તથા INNER CLEANIN COURSE નો લાભ લેવા માટે જાહેર આમંત્રણ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ લલીતભાઇ દોશી તથા કારોબારી સભ્યો દ્વારા પાઠવવામાં આવે છે.

આલેખન :- કિરીટ બી. સંઘવી – એડવોકેટ