Abtak Media Google News

કોરોના મહામારીએ લોકોને એક અલગ પ્રકારની દુનિયામાં જીવતા શીખવાડી દીધું છે. જેમાં રોજબરોજની જિંદગીમાં માસ્કથી લઈ સોશ્યિલ ડિસ્ટન્સ જેવા વગેરે ફેરફારો આવ્યા છે. આ બધાની વચ્ચે માણસ પોતાનો રસ્તો શોધી જ લે છે. આવી રીતે કોરોનાથી બચવા બે લોકોએ જે ઉપાય કર્યો તેનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થયેલો

કોરોનાને ભગાડવાનો બે યુવકોનો અદભૂત જુગાડ કર્યો છે. બંને યુવક બાઈક પર જાય છે અને કોરોનાથી બચવા માટે ગાડીને પ્લાસ્ટિકથી કવર કરી લે છે. તેના પછી બંને મોજ માં ગાડીની સવારી માણે છે. એવો અનોખો પ્રયોગ જોતા લોકોએ તેમનો વીડિયો ઉતાર્યો.


વીડિયો જેવો સોશ્યિલ મીડિયા પર મુક્ત થોડા સમયમાં ખુબ વાયરલ થઈ ગયો. આ બે યુવક કોણ છે તે બાબતની માહિતી હાજી સુધી મળી નથી . પણ લોકો આ વીડિયો ખુબ પસંદ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.