આપ અચ્છે લગને લગે…પંજાબમાં આપ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવામાં ભાજપ ડંકો વગાડશે

અબતક, રાજકોટ

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ટાઇમ્સ નાવ અને સી વોટર દ્વારા જારી કરવામાં આવેલા ઓપિનિયન પોલમાં ઉત્તર પ્રદેશ ,ઉત્તરાખંડ અને ગોવામાં ભાજપની વાપસી પંજાબમાં ત્રિશંકુ વિધાનસભા અને આપ ની બેઠકો વધે તેમ જણાવાયુ છે ઓપિનિયન પોલ ના મત મુજબ ઉત્તર પ્રદેશમાં ભાજપ માટે સમાજવાદી પાર્ટી અને પંજાબમાં આપનો પ્રભાવનો સામનો કરવો પડશે સી વોટર ના ઓપિનિયન પોલમાં ઉત્તરપ્રદેશમાં ભારે રસાકસી વચ્ચે પણ ભાજપ મેદાન મારી જશે અને 223 થી 235 બેઠકો પર કેસરિયો લહેરાયો તેમ જોવા મળી રહ્યું છે સમાજવાદી પાર્ટીના ફાળે ઉત્તર પ્રદેશમાં 157બેઠકો રહે તેવું દેખાઈ રહ્યું છે.

બીજી તરફ સી વોટર ઓપિનિયન પોલમાં પણ પંજાબમાં ત્રિશંકુ વિધાનસભા અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉત્તરાખંડમાં પણ ભારે રસાકસી રહેશે તેમ જણાવાયું છે ઉત્તર પ્રદેશ ની પરિસ્થિતિ અંગે જણાવાયું છે કે ભાજપ ઉત્તર પ્રદેશમાં સત્તામાં વાપસી કરશે પરંતુ કેટલીક બેઠકોઓછી થશે ઓપિનિયન પોલમાં આપેલા સંકેત મુજબ કેસરિયા બ્રિગેડ ને 227થી 254 બેઠકો મળશે 403 બેઠકોની વિધાનસભા માં 2017ની 312ની સંખ્યામાં ભાજપને ઘટાડો સહન કરવો પડશે બીજી તરફ સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવ ના નેતૃત્વમાં 136 થી 151 બેઠકો મેળવશે કોંગ્રેસને 2017 ની પરિસ્થિતિ જાળવી રાખવામાં એટલે કે છ થી 11 બેઠકો પર સંતોષ મેળવવો પડશે આ સર્વેમાં એવું પણ જણાવાયું છે કે માયાવતીની બહુજન સમાજ પાર્ટી ને 8થી14 નું અંતરાલ આવશે યોગી આદિત્યનાથ ના હાથે આ વખતે ઉત્તર પ્રદેશના રાજકારણનો એ સિલસિલો જેમાં છેલ્લા35 વર્ષથી બીજીવાર કોઈ મુખ્યમંત્રી બનતા નથી તે રેકોર્ડ તૂટશે.

“ટાઈમ્સ નાવ, વેટો ઓપીનીયન, સી-વોટરના ઓપિનિયન પોલમાં

ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ અને ગોવામાં ભાજપની વાપસીના સંકેતો

ઓપિનિયન પોલમાં ભાજપને 39.4 ટકા ની ટકાવારી એ જનાધાર મળશે જે 2017 કરતા બદલાશે સમાજવાદી પાર્ટી નો 2017 ના ઝના આધાર ની ટકાવારી માં સુધારો આવશે પરંતુ સત્તા માટે દિલ્હી થોડું દૂર રહી જશે બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ ને અનુક્રમે 12.9 અને 6.9નો આધાર મળશે આ સર્વેમાં આવેલા એક મહત્વના કારણમાં પંજાબમાં ના આપના પ્રભાવથી ત્રિશંકુ વિધાનસભા ની શક્યતા દેખાઈ રહી છે આપને 117 માંથી 54થી 58 બેઠકો મળશે કોંગ્રેસ માટે બહુમતીમાં 41થી 47 બેઠકો અંતર રહી જશે 14મી ફેબ્રુઆરીએ યોજનારા મતદાન માં ભાજપને કિસાન આંદોલન ની કિંમત ચૂકવવી પડશે અને એક થી ત્રણ બેઠકો મળશે શિરોમણી અકાલી દળ છેલ્લા કેટલાંક વરસ થી પંજાબના રાજકારણમાં પ્રભાવી બન્યો છે.

11 થી 15 બેઠકો પર શિરોમણી અકાલી દળ નો પ્રભાવ રહેલો છે સુખ બિર બદલના હાથમાં કિંગમેકર નું હુકમનું પાનું રહે તેવું દેખાઈ રહ્યું છે પંજાબમાં આપને 41% અને કોંગ્રેસને 21.7 ટકા જેટલું ધન આધાર મળે તેવું દેખાઈ રહ્યું છે 2017માં કોંગ્રેસે 70 બેઠકો જીતીને પંજાબમાં શાસન મેળવ્યું હતું આમ આદમી પાર્ટીને વિધાનસભા મ જીત મળી હતી પંજાબ કોંગ્રેસ ને કેપ્ટન અમરિંદર સિંહ ના ગયા વર્ષે અપાયેલા રાજીનામાની કિંમત ચૂકવવી પડશે કોંગ્રેસે ચરણજીતચેનનીની ના રૂપે ઉતારેલા દલિત કાર્ડ પણ ચૂંટણીમાં પ્રભાવ દેખાશે 2017માં ભાજપે ઉત્તરાખંડમાં 57 બેઠકો જીતીને શાસન મેળવ્યું હતું કોંગ્રેસને માત્ર 11 બેઠકો મળી હતી જોકે શાસક પક્ષ અને બે બે મુખ્યમંત્રીઓ બદલવા પડ્યા હતા જ્યારે આ વખતે આમ આદમી પાર્ટી ની એન્ટ્રી પણ કેટલાક ફેરફારો કરશે.

ટાઈમ્સનાવે કરેલા  વર્તારામાં ગોવા માં ભાજપ અને 40 સભ્યોની વિધાનસભામાં 17 થી 21 બેઠકો વધશે જ્યારે આમ આદમી પાર્ટીને 8થી 11કોંગ્રેસ માટે ચારથી છ બેઠકો હાથમાં આવશે ભાજપના 29.5 ટકા જનાધાર વિજય માટે નિમિત્ત બનશે ગોવામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કેટલીક બેઠકો પર નિર્ણાયક રહેશે 10ફેબ્રુઆરી નું મતદાન અને 10 માર્ચે પરિણામ જાહેર કરવામાં આવશે પાંચ રાજ્યોની ચૂંટણી ફેબ્રુઆરી દસથી માર્ચ સાત દરમિયાન યોજાશે અને ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન યોજાશે ત્યારે મણિપુરમાં બે તબક્કા મતદાર 27 ફેબ્રુઆરી અને ત્રણ મારશે જાશે પંજાબ ઉત્તરાખંડ ગોવા માં 14મી ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે.

ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવની રણનીતિ કારગત નિવડશે?

પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી ના રણ સંગ્રામ વચ્ચે સમગ્ર દેશની રાજનીતિ નું ધ્યાન ઉત્તરપ્રદેશની ચૂંટણી પર રહ્યું છે ભાજપ સામે પડકારરૂપ બનેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ જે પોતને ફૂટબોલના ખેલાડી અને સ્પોર્ટ્સમેન ગણાવે છે તેમણે ભાજપને સત્તા માં આવતા અટકાવવા માટે ની રણનીતિ નું સુકાન સંભાળ્યું છે ત્યારે અખિલેશ યાદવ અત્યારે બે રણનીતિ મુજબ આગળ વધી રહ્યા છે એક તો નાના પ્રાદેશિક પક્ષોનો સહકાર મેળવી ખૂટતા જનાધાર ને અંકે કરવા અને બીજી  “મેન ટુ મેન”ની ફૂટબોલ ગ્રાઉન્ડની રણનીતિ મુજબ વધુ ને વધુ કાર્યકરો અને એકબીજા સાથે સાંકળીને બહુમતી સુધી પહોંચવાની રણનીતિ પણ રાજકીય ખેલ મેદાનમાં ઉતરેલા અખિલેશ યાદવ યોગી આદિત્યનાથ ને સત્તામાં આવતા રોકી શકશે કે કેમ તેના પર તમામની મીટ મંડાયેલી છે