Abtak Media Google News

રાજકોટ: ખોખડદડ પૂલ પાસે ટ્રકની અડફેટે એકનું મોત, એક ઘાયલ

રાજકોટના ભાગોળે આવેલા ખોખડદડ પૂલ પર આજરોજ સવારે ટ્રકની અડફેટે સૂપેડી ગામના યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુપેડી ગામે રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા નીરવભાઈ રાજેશભાઈ કુબાવત નામના 31 વર્ષીય યુવાન તેના નવાગામ આણંદપરમાં રહેતા સહકર્મી અજયભાઈ વિનોદભાઈ સરવૈયા નામના 32 વર્ષીય યુવાન પાછળ બાઈક પર બેસી કુવાડવા ટૂર પર જઈ રહ્યા હતા.

તે દરમિયાન પૂરપાટ ઝડપે દોડી આવેલા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતાં બંને ફંગોળાઈ ગયા હતા. જેમાં ઘવાયેલ નીરવભાઈ કુબાવત અને અજયભાઈ સરવૈયાને સારવાર માટે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર રીતે ઘાયલ નીરવભાઈ કુબાવતને ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાયો છે. આ અંગે પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.