ધોરાજીના યુવા ઉદ્યોગપતિ-બિલ્ડર વિપુલભાઇ ઠેશીયાની ખોડલધામના ટ્રસ્ટી તરીકે નિમણૂંક

પૂર્વ મંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતના અગ્રણીઓ શુભકામના પાઠવી

 

અબતક,ધર્મેન્દ્ર બાબરિયા,સાગર સોલંકી

ધોરાજી

કરોડો પાટીદારોના આસ્થાના પ્રતિક સમાન એવા કાગવડના ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીક યુવા અગ્રણી ઉદ્યોગપતિ, ભામાશા અને ઘણી બધી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અને કોરોના કાળમાં ધોરાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં તન, મન, ધન લોકો વચ્ચે ઘણી બધી સેવાકીય પ્રવૃતિ કરીને દરેક સમાજના લોકોને ઉપયોગી થયા છે. એવા વિપુલભાઈ ઠેશીયાની નિમણુંક કરવામાં આવી છે.

વિપુલભાઈ ઠેશીયાની ટ્રસ્ટી તરીકે નિમણુંક થતા પૂર્વ કેબીનેટ મંત્રી, ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય લલીતભાઇ વસોયા, ધોરાજી માર્કેટીંગ યાર્ડ ચેરમેન હરકીશન માવાણી, વી.ડી.પટેલ, નીતિનભાઇ જાગાણી, કે.પી.માવાણી, હસમુખભાઇ ટોપીયા, મહેશભાઈ રાવલ, વિનુભાઈ માથકીયા, પરેશ વાગડીયા, સંજયભાઈ જાગાણી, જીતેન્દ્રભાઈ ઠેસીયા, મીહિર હીરપરા સહિતના લોકોએ વિપુલભાઈ ઠેશીયાની ખોડલધામમાં ટ્રસ્ટી તરીકે નિમણુંક થતા શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે હિન્દુ યુવક સંઘ ધોરાજી, શ્રી કૃષ્ણ ગૌશાળા ધોરાજી, માધવ ગૌશાળા ધોરાજી, ખોડલધામ સમિતિ ધોરાજી, ખોડલધામ યુવા સમિતિ ધોરાજી, નિસ્વાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી, જનતા ગ્રુપ ધોરાજી સહિત સામાજીક સંસ્થાના હોદ્ેદારો, સમાજ શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સહિતના લોકોએ વિપુલભાઇ ઠેશીયાની ખોડલધામમાં ટ્રસ્ટી તરીકે નિમણુંક થતા અભિનંદન પાઠવેલ હતા.