Abtak Media Google News

સગીર છાત્રાઓએ રેલી કાઢી ચક્કાજામ કરી તુડ મિજાજી શિક્ષક સામે પોક્સો હેઠળ છેડતીનો નોંધાયો ગુનો

જેતપુરની કુંભાણી મ્યુનિ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષકો પોતાની ગરીમા ભૂલ્યા હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વર્તન કરવાનો શિક્ષકો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આથી, વિદ્યાર્થિનીઓ અને વાલીઓએ સ્કૂલમાં જઇને ભારે હોબાળો મચાવ્યો. વાલીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.

Img 20220920 Wa0005

જેતપુર નગરપાલિકા સંચાલીત કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીને પીટી શિક્ષકે અપશબ્દો કહેતા વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. પીટીનાં શિક્ષક દ્વારા ધોરણ 11 ની વિદ્યાર્થીનીઓ ને અપશબ્દો બોલતા શિક્ષક સામે વિદ્યાર્થીનીઓએ રેલી યોજી શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી.

Img 20220920 Wa0002

જેતપુરમાં નગરપાલિકા દ્વારા સંચાલિત શહેરના મુખ્ય ચોકમાં આવેલી કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલના પીટી શિક્ષક વિરમ નંદાણીયા દ્વારા શનિવારના રોજ ધોરણ 11ની વિદ્યાર્થીનીઓને અપશબ્દ બોલતા વાલીઓ  સ્કૂલે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીનીઓ તેમજ વાલીઓએ આચાર્યને રજૂઆત કરી હતી. પરંતુ આચાર્ય દ્વારા આ બાબતે શિક્ષકનો બચાવ કરતા મામલો બગડ્યો હતો અને વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષક વિરૂધ્ધ સૂત્રોચાર કરી પોલીસ સ્ટેશન સુધી રેલી યોજી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.

Img 20220920 Wa0033

આ સમગ્ર મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો પોલીસ સ્ટેશન રજૂઆત કરવા પહોંચતા પોલીસ અને એબીવીપીનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને એબીવીપીનાં કાર્યકર્તાઓને પોલીસે ડીટેન કરતા વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી શિક્ષક સામે તત્કાલિક પગલા લઈ સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આ મામલે અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા નગરપાલિકામાં ચીફ ઓફિસરને આવેદન આપી શિક્ષકને તત્કાલિક સસ્પેન્ડ કરવા માંગ કરી હતી અને જો આગામી દિવસોમાં શિક્ષક સામે પગલાં લેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરાતા વાલીઓ દ્વારા શાળામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. શિક્ષકોના અભદ્ર વર્તનને લઇને વિદ્યાર્થિનીઓએ અનેક વખત આચાર્યને ફરિયાદ પણ કરી હોવાનું કહેવાય છે. તેમ છતાં અનેક ફરિયાદ બાદ પણ શિક્ષક વિરુદ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહી નથી કરાઇ. આ ઘટનાને લઇને ઉગ્ર રોષે ભરાયેલા વાલીઓ, વિદ્યાર્થીનીઓ અને એબીવીપીના કાર્યકર્તાઓ જ્યારે ગર્લ્સ હાઇસ્કૂલ પહોંચ્યા હતા ત્યારે તેઓએ આવાં શિક્ષકો વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરવાની પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી પરંતુ પ્રિન્સિપાલે આ ઘટનાને લઇને નિવેદન આપતા જણાવ્યું હતું કે, ’આ ઘટના અંગે મને વિદ્યાર્થીનીઓએ કોઇ પણ જાતની રજૂઆત નથી કરી.’ આથી વાલીઓ અને વિદ્યાર્થીનીઓમાં આ બાબતે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

Img 20220920 Wa0006

આથી, વિદ્યાર્થીનીઓ અને એબીવીપી દ્વારા આ મામલે રેલી કાઢવામાં આવી. હતી ત્યારે પોલીસે ફબદા નાં કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. તદુપરાંત વાલીઓએ આ મામલે શિક્ષક નંદાણીયા વિરમભાઈ નારણભાઇ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે શિક્ષક સામે  પોસ્કો સહિતની ગંભીર કલમો દાખલ કરી તપાસ ની તજવીજ હાથ ધરી છે તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા ન.પાલિકામાં આવેદન પત્ર પણ પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.