પાટડી નજીક કાર પલ્ટી ખાતા યુવાનનું મોત, ગરાસીયા પરિવારમાં અરેરાટી

0
111

પત્ની અને બાળકોને કચ્છમાં મુકી વતન કડી જતા સર્જાયો જીવલેણ અકસ્માત:

ધ્રાંગધ્રાં-પાટડી રોડ પર ફોર્ચુનર કાર પલ્ટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં ગરાસીયા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મહેસાણા તાલુકાના કડી ગામના વતની રાજદીપસિંહ અજયસિંહ જાડેજા જી.જે.2સીએ. 6615 નંબરની ફોર્ચુનર કાર લઇને ધ્રાંગધ્રા-પાટડી રોડ પર પસાર થતા હતા ત્યારે કાર પલ્ટી ખાતા અકસ્માત સજાતા તેમનું મોત નીપજ્યું છે.

રાજદીપસિંહ તેમના પત્ની અને સંતાનોને કચ્છમાં મુકી કડી પરત જઇ રહ્યા હતા ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૃતક રાજદીપસિંહ જાડેજાના પિતા અજયસિંહ જાડેજા કડીમાં રાજકીય અગ્રણી હોવાનું અને તેમના એકના એક પુત્રના માર્ગ અકસ્માતમાં થયેલા મોતથી ગરાસીયા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here