Abtak Media Google News

જામનગર રોડ પર પર હોટલે જમીને પરત ફળતી વેળાએ સર્જાયો જીવલેણ અકસ્માત

અબતક,રાજકોટ

રાજકોટમાં જામનગર રોડ પર ખંઢેરી નજીક કારને ટ્રકે ઠોકરે લેતા કારમાં બેઠેલા રાજકોટની હોટેલના ત્રણ મિત્ર કર્મચારીનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બેને ઇજા થઇ હતી. ત્રણેય યુવકો જામનગર રોડ પર આવેલી હોટેલમાંથી જમીને પરત આવતા હતા ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

શહેરમાં ફૂલછાબ ચોકમાં આવેલી નોવા હોટેલમાં કામ કરતા અહમદ હિંગળોજા, હોટેલનો સ્વિપર સમીર દશરથ કોલ (ઉ.વ.19) અને ફરદીન અનવરભાઇ લાખા (ઉ.વ.19) શનિવારે બપોરે જામનગર રોડ પર આવેલી હોટેલે જમવા ગયા હતા. હોટેલમાંથી જમીને ત્રણેય યુવક પરત રાજકોટ આવી રહ્યા હતા, કાર અહમદ હિંગળોજા ચલાવતો હતો. કાર ખંઢેરી નજીક પહોંચી હતી ત્યારે પાછળથી ધસી આવેલી ટ્રકે કારને ઠોકર મારી હતી, જેમાં કારમાં બેઠેલા સમીરને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું, જ્યારે ફરદીન અને અહમદને ઇજા થઇ હતી.બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશનો વતની સમીર ફૂલછાબ ચોકમાં આવેલી હોટેલ નોવામાં સ્વિપર તરીકે નોકરી કરતો હતો. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.