Abtak Media Google News

કોઠારીયામાં આર્થિકભીસથી કંટાળી પ્રૌઢે વખ ઘોળ્યું

શહેરમાં આપઘાતના બે બનાવો પોલીસ ચોપડે પ્રકાશિત થયા છે.જેમાં પ્રથમ બનાવમાં મોચીબજારમાં ખોડિયાર પ્રોવિઝન સ્ટોર નામની દુકાન સાથે આવેલા મકાનમાં પરસાણાનગર-7માં રહેતા 26 વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જયારે બીજા બનાવમાં કોઠારીયાના આનંદપર ગામે રહેતા પ્રૌઢે આર્થિકભીસથી કંટાળી પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોએપિટાલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

પ્રથમ બનાવની મળતી માહિતી મોચીબજારમાં ખોડિયાર પ્રોવિઝન સ્ટોર નામની દુકાન સાથે આવેલા મકાનમાં પરસાણાનગર-7માં રહેતા સુશિલ ઉર્ફે સમ્રાટ ઉર્ફે બબલુ ભરતભાઇ બેડિયાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરિવારજનો તેમજ એ ડિવિઝન પોલીસમથકના હેડ કોન્સ.વી.બી.ધાણજા, રાઇટર રાજુભાઇ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે, દુષ્કર્મના કેસમાં ભોગ બનેલી તરુણીના પરિવારજનોની વારંવારની ધમકીથી ગભરાઇને સુશિલ ઉર્ફે સમ્રાટે આપઘાત કરી લીધાનો આક્ષેપ કર્યો છે.

આક્ષેપને પગલે પોલીસે મૃતકની માતાની ફરિયાદ પરથી દંપતી અને તેના ત્રણ સંતાન સામે આપઘાતની ફરજ પાડ્યાનો ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ, તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. આપઘાત કરી લેનાર સમ્રાટ સૌથી નાનો પુત્ર હતો. જ્યારે તેનાથી મોટા પુત્ર પારસ સામે ગત ઓક્ટોબર મહિનામાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યો ત્યારબાદ ઉપરોક્ત પરિવાર ધમકી આપતું હતું.જેથી કંટાળી તેને આપઘાત કર્યો છે.

અન્ય બનાવમાં કોઠારીયા આનંદપર ગામે રહેતા અરવિંદભાઈ રવજીભાઈ જાદવ (ઉ.44)એ ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ કુવાડવા પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.અને તપાસમાં જાણવા મળ્યું હતું કે,આર્થિકભીંસથી કંટાળી આ પગલું ભર્યાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.