Abtak Media Google News

ચાઈનીઝ વૈજ્ઞાનિકોએ ઉંદર પર નવી જીન થેરાપીનો કર્યો પ્રયોગ: મનુષ્યો પર આ થેરાપી સફળ રહેવાનો દાવો

સમગ્ર વિશ્વમાં ચાઈનીઝ ટેકનોલોજી અનવના પ્રયોગો માટે પ્રસિદ્ધ છે પરંતુ ચાઈનીઝ પ્રોડક્ટ્સની વિશ્વસનીયતા તળિયે છે તે બાબતમાં પણ શંકાને સ્થાન નથી. ત્યારે ચાઈનાએ વૃદ્ધત્વને પાછું ઠેલતી નવી પદ્ધતિ શોધી કાઢી છે. ચાઈનાના પાટનગર બીજિંગના વૈજ્ઞાનીકોએ નવી જિન પદ્ધતિ શોધી કાઢી છે જેના અમલીકરણથી વૃદ્ધત્વને આવતું અટકાવી શકાય છે. આ પદ્ધતિના ઉપયોગથી માથાના વાળની ઉંમર વધારી શકાશે, ચહેરા પર પડી જરી કરચલીઓનો ઉપાય કરી શકાશે.

જીવનમાં દરેક શખ્સ એક નિશ્ચિત વાય લઈને આવે ચસબ અને જીવનકાળમાં એ સમયગાળાનવા પૂરો કરે છે, વૃદ્ધત્વ આવે એટલે સામાન્ય રીતે મૃત્યુનો સમય નજીક આવ્યો હિય તેવું માનવમાં આવતું હોય છે પરંતુ ચીની વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેમણે ઉપચારની એક એવી પદ્ધતિ વિકસિત કરી છે કે, જેનાથી માત્ર વધતી વ્યની અસરને જ ઓછી નહીં કરાય પરંતુ જીવનકાળને પણ વધારી દેવાશે. ચીની વૈજ્ઞાનિકોનું માનવું છે કે, નવી જીન પદ્ધતિ એન્ટી એજિંગ વિકાશને એક દિવસ મનુષ્યો પર પણ ઉપયોગ કરી શકાશે. સાયન્સ ટ્રાન્સલેશન મેડિસિન જર્નલમા પ્રકાશિત કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે ઉપચારની પદ્ધતિ કેટ-૭ નામના એક જીનને નિષ્ક્રિય કરવાનું સામેલ છે. આ જીનને કોશિકાઓની ઇજિંગમાં યોગદાન આપે છે.

આ પદ્ધતિનના મુખ્ય સંશોધક પ્રોફેસર કયું જિંગનું કહેવું છે કે, જે વિશિષ્ટ ચિકિત્સાનો તેણે ઉપયોગ કર્યો છે તેનાથી મળેલ પરિણામ પુરી દુનિયામાં પહેલી વાર છે. અલબત્ત સંશોધકોએ ઓણ જણાવ્યું છે કે હાલ કેટ-૭  જીનની સિસ્ટમનું માણસોની અન્ય કોશિકાઓ અને ઉંદરોમાં અન્ય અંગો પર પરીક્ષણ કરવાની જરૂર છે. સંશોધકોને આશા છસ જે આ ઉપચારથી વધતી જતી વયની અસરને ઓછી કરવામાં અમે સફળ રહીશું.

નોંધનીય બાબત છે કે, ઉંદરો પર પરીક્ષણમાં નવી જીન થેરાપીના કોઈ ખરાબ પરિણામ જોવા મળ્યા નથી. પ્રોફેસર જિંગના અનુસાર અમે વિભિન્ન પ્રકારની કોશિકાઓના પ્રકારમાં જીનના કાર્યનું પરીક્ષણ કરેલું, તેમાં માનવ સ્ટેમ સેલમાં, મેસેનકાઇમલ પૂર્વે જ સેવ, માણસોના લીવરની કોશિકાઓ અંશ ઉંદરોની લીવર કોશિકાઓ સામેલ હતી. દરેક કોશિકાઓમાં અમે કોઈ સેલુલર વિશાકત્તા જોઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.