Abtak Media Google News

કોઈપણ પ્રકારનો રોગ શરીરમાં પ્રવેશે તે પહેલા આપણુ શરીર આપણને ઘણા સંકેતો આપતું હોય છે. તે જ રીતે આપણુ લીવર કેટલુ સ્વસ્થ છે એ આપણા પગ દ્વારા જાણી શકાય છે. લીવર શરીરનો મહત્વનો અવયવ છે. લીવરને ગુજરાતીમાં યકૃત કહેવાય છે. લીવર શરીરમાં ઝેરી પદાર્થોને તોડવા, પિત્ત ઉત્પન્ન કરવા જેવા વિવિધ કાર્યો કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં લોકો લીવરની બીમારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લીવર ડેમેજ થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જેમ બીમારીમાં વધારો થાય તેમ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શરૂઆત થઈ જાય છે.

પગના આ સંકેતો દર્શાવે છે કે તમારુ લીવર કેટલુ સ્વસ્થ છે:

1) પગમાં સોજો આવી જવો:

પગમાં સોજો આવી જવો એ સામાન્ય ચિહ્ન છે કે જે લીવરની સમસ્યા દર્શાવે છે.જ્યારે લીવર યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે એડીમામાં પ્રવાહી એકત્ર થવા લાગે છે. પગમાં પેરિફેરલ ન્યુરોપથી (પગ નિષ્ક્રિયતા આવે છે, નબળાઇ અને ચેતા નુકસાનને કારણે દુખાવો) પણ ક્રોનિક લીવર રોગ સાથે સંકળાયેલ છે. હીપેટાઇટિસ એ લીવર રોગનું સૌથી સામાન્ય કારણ છે. લીવરના અન્ય રોગોમાં સિરોસિસ ઓફ લિવર, ફેટી લિવર ડિસીઝ અને નોન-આલ્કોહોલિક લિવર ડિસીઝનો સમાવેશ થાય છે.પગ અને તળિયાની નસો ફુલાય જાય છે જેના કારણે પગમાં દુખાવો થાય છે.

2) પગના તળિયામાં ખંજવાળ :

પગમાં ખજવાળ એ લીવરની સમસ્યાનું એક ચિહ્ન છે.

કોલેસ્ટેલિક લિવર ડીસિઝ જેવા કે પ્રાયમરી બાઈલરી સિરોસિસ અને પ્રાયમરી સ્ક્લેરોસિંગ ચોલાંજાઇટીસ  સર્જાય છે. જેને કારણે પિત્ત નળીઓ બ્લોક થઈ જાય છે કે તેને નૂકશાન સર્જાય છે.કે જેને કારણે શરીરમાં પિત્ત સર્જાય છે. તમારા હાથ અને પગની ત્વચા ખૂબ જ શુષ્ક થઈ જાય છે,જેને કારણે ખાસ કરીને હાથ અને પગમાં ખજવાળની સમસ્યા સર્જાય છે

3)પગમાં ઝણઝણાટ અને નિષ્ક્રિયતા :

લીવરની સમસ્યાઓથી પીડાતા લોકોને હેપેટાઇટિસ સી ચેપ અથવા આલ્કોહોલિક લીવર રોગને કારણે પગમાં નિષ્ક્રિયતા અથવા કળતરનો અનુભવ થઈ શકે છે. આ બંને સમસ્યાઓ ડાયાબિટીસના દર્દીઓમાં પણ જોવા મળે છે, જે લીવરની સમસ્યાથી પીડિત લોકોમાં એકદમ સામાન્ય છે કારણ કે લીવર ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ બધી સમસ્યાઓ પેરિફેરલ ન્યુરોપથીને કારણે થાય છે, જે મગજ અને કરોડરજ્જુની બહારની ચેતાને નુકસાન પહોંચાડે છે.

4) અન્ય ચિહ્નો

આ સિવાય લિવરની બીમારી ઓળખવા આ ચિહ્નો દ્વારા પણ ઓળખી શકાય છે

  • આંખ અને ત્વચા પીળી પડી જવી
  • પેટનો દુખાવો તેમજ સોજો આવી જવો
  • ત્વચામાં ખજવાળ આવવી
  • પેશાબનો રંગ કાળો થઈ જવો

લીવરની બીમારીનો ખતરો ટાળવા આ ઉપાયો અજમાવો:

  • શરીરને સ્વસ્થ રાખવા માટે દારૂના સેવનમાં રોક લગાવવી જોઇએ.
  • ધૂમ્રપાનનો ત્યાગ કરવો.પૌષ્ટિક આહારના સેવનથી તેમજ વજનને જાળવી રાખવાથી પણ શરીરને સ્વસ્થ રાખી શકાય.
  • આ સિવાય દવાઓનો ઊપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ.
  • ઇન્જેક્શન લગાવતી વખતે વણવપરાયેલી સોઈનો ઊપયોગ કરવો જોઈએ.
  • શારીરિક સંબંધ દરમ્યાન પ્રોટેક્શનનો ઉપયોગ કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.