Abtak Media Google News

હવે પત્ની કે ઓફીસમાં ખોટુ બોલવું મુશ્કેલ હી નહીં નામૂમકીન

તમને હવે ગૂગલ એપ તમારા નીઅર અને ડીઅરનું એકઝેકટ લોકેશન જાણી આપશે. રંગીલા મિજાજના પતિ ઓફીસમાં છું ખૂબજ કામ છે. આવતા વાર લાગશે તેવા બહાના હવે આસાનીથી નહી આપી શકે.

અત્યાર સુધી ગૂગલ મેપ તમને તમા‚ લોકેશન જાણી આપતુ હતુ પરંતુ હવે તમારા સ્વજન એટલે કે નીઅર -ડીઅર (પતિ, બોયફ્રેન્ડ, મંગેતર) વગેરેનું પણ ચોકકસ લોકેશન જાણી આપશે તેઓ કઈ જગ્યાએ છે. કઈ કઈ જગ્યાએ જાય છે.

કોઈ કન્યાના સગપણની વાત ચાલતી હશે તો તેના ભાવિ ભરથારની આખીને આખી કુંડળી આ નવી ગૂગલ એપ આપી શકવા સમર્થ છે. એકંદરે, હું મીટીંગમાં છું ઓફીસે છું, દવાખાનામાં દવા લેવા આવ્યો છું મેડિકલ રીપોર્ટ કરાવવા લેબમાં આવ્યો છું મમ્મી બીમાર છે. હોસ્પિટલે લઈ ગયો છું આવા ચીલાચાલુ બહાના ઓફીસમાં પણ નહીં જ આપી શકાય નહીંતર તમારા બોસ તમા‚ ચોકકસ લોકેશન જાણી લેશેને તમારી નોકરી ખતરામાં પણ આવી શકે છે. નવી લેટેસ્ટ ગૂગલ એપ એન્ડરોઈડ ફેન પર ડાઉનલોડ કરી શકાશે. ગૂગલ મેપ પર બ્રાઉઝ કરવાનું રહે શે. ગૂગલ તમને એ પણ રીમાઈન્ડ કરતુ રહેશે કે નીઅર ડીઅર હજુ એ લોકેશન પર છે કે નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.