Abtak Media Google News

આરોગ્ય, શિક્ષણ અને રોજગારી સહીત વિવિધ ક્ષેત્રોમાં સમાજ ઉપયોગી કાર્યો માટે સતત પ્રયત્નશીલ એવી  રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર હંમેશા સમાજ ના છેવાડાના માનવીનો વિચાર કરતી આવી છે અને તેમના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહે છે.તાજેતરમાં દીવાળી ના દીવસો નજીક આવી રહ્યા છે ત્યારે  કલબે એક નવો વિચાર પ્રોજેક્ટ રી- સાયકલ  અમલ માં મુકયો છે.

આપના આંગણા માં, સોસાયટી નાં પાર્કિંગ માં આપની જુની જર્જરિત બીનવપરાશી સાયકલ પડી હોય તો એ સાયકલ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર આપના આંગણે આવી એ બીન વપરાશી સાયકલ લઈ જશે અને જરુરી તમામ રીપેરીંગ કરી ને સમાજ ના જરુરીયાતમંદ લોકો ને ભેટ આપશે જે એમની જીંદગીને  દોડતી કરવા માટે ખુબ ઉપયોગી સાબિત થશે.આમ આપના આંગણા ની શોભા વધશે અને કોઈ ના જીવન આ દીવાળીએ નવી રોશની થી ઝગમગી ઉઠશે. આપની જુની સાયકલ કોઈ ના નવા સ્વપ્નો સાકાર કરશે.

આપની જુની સાયકલ આપવા માટે  રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ના રો. નિલેશ ભોજાણી (મો.નં. 9825217496), રો. કેતન કટારીયા (મો.નં.9825 076527) અને રો. ભાવેશ પાબારી(મોં.નં 98245 90990)નો સંપર્ક કરવા પ્રેસિડેન્ટ રો. પરેશ કાલાવડીયા ની યાદી માં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.