તમે સ્મોકિંગની ખરાબ લતથી પરેશાન છો?કરો આ ઊપાય ….

smoking | health
smoking | health

 ઘણી દવાઓ બજારમાં ઉપલબ્ધ છે જે ધૂમ્રપાન છોડાવામાં મદદરૂપ થાય છે પરંતુ ધુમપ્રાન છોડ્યાં બાદ મોટા ભાગના વ્યક્તિઓ 6 મહિનાની અંદર ફરી ધુમ્રપાનનું સેવન કરવા લાગે છે.પરંતુ અલ્જાઈમ નામના રોગને મુક્ત કરવા માટે શોધાયેલી દવા લોકોમાં ધૂમ્રપાનની લતને સ્થાયી રીતે સમાપ્ત કરી શકે છે.

આ સંશોધન માટે ઉંદરો અને મનુષ્યો ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંશોધકોને સમગ્ર નિકોટીનના સેવનમાં 2 એસિટાઈલકોલિનેસ્ટરેજ (એસીએચઈઆઈએસ) અવરોધકો ‘ગેલેનટામીન અને ડોનેપેજિલ’ના પ્રભાવોનો અંદાજ લગાવ્યો હતો. સંશોધકોને જાણવા મળ્યું હતું કે, ઉંદરોને એસીએચઈઆઈએસ નામની દવા આપવાથી નિકોટીનના સેવનમાં નોંધાપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

સંશોધકોએ મનુષ્યો ઉપર આ શોધના ભાગરૂપે 18-60 વર્ષના આયુના 33 લોકો ઉપર ચિકિત્સીય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અમેરિકાના પેંસિલ્વેનિયા યુનિવર્સિટીથી આ અધ્યયનના સંશોધક રેબેકા એશેયરના મતે, ‘આ બન્ને દવાઓ શરીરમાં નિકોટીનની માત્રાને ઘટાડી શકે છે, સાથે એસીએચઈઆઈએસ નામની દવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતુ નથી.’