Abtak Media Google News

જય વિરાણી, કેશોદ

કેશોદ જીલ્લામાં બનતા મિલકત સબંધીત ગુનાઓને ડિટેક કરી મુદ્દામાલ પકડી પાડવા ખાસ જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સ્પેકટર એન.બી.ચૌહાણના કોમ્યુનિકેશન માધ્યમથી ચોરવાડથી એક્ટિવા ચોરી કરી તથા માંગરોળથી મોબાઇલ ફોન સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ આ પોલીસ કોન્સટેબલ સહિતના અધિકારીઓએ પેટ્રોલીંગમાં નીકળેલા હતા. તે દરમ્યાન બસ સ્ટેશન પાસે બાતમી મુજબનો ઇસમ દીપકુમાર દીલીપભાઇ ઉકાણી (ઉ.વ.૧૮)જાતે પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી ખેતીનો ધંધો કરે છે. માળીયા હાટીના નવા પ્લોટ મા અંબામાના મંદીર પાછ્ળ ગીરીરાજ કોમ્પ્લેક્ષ પાછ્ળ ભંડુરીમાં રહે છે. પોલીસે આરોપી પાસેથી રૂ.૩૦,૦૦૦ કિંમતનું એક્ટીવા અને મોબાઈલ મળી કુલ રૂ.૪૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.