પૂજય શ્રીશ્રી રવિશંકરજી પ્રેરીત આર્ટ ઓફ લીવીંગનો હેપીનેસ પ્રોગ્રામનું આયોજન સવારે ૬ થી ૯ તથા સાંજે ૬ થી ૯ સુધી તા.૨૮/૧૧/૨૦૧૯ થી તા.૧/૧૨/૨૦૧૯ સુધી વિવેકાનંદ હોલ, સ્વસ્તીક સોસાયટી મેઈન રોડ, આમ્રપાલી એરપોર્ટ ફાટક વચ્ચે રાજકોટ ખાતે કરેલ છે. આ કોર્સ આપણા જીવનમાં બદલાવ માટે આ પ્રોગ્રામ એ (જીવન જીવવાની કળા) સર્વાંગી અને અત્યંત અસરકારક કોર્સ છે. આ છ દિવસીય કોર્સ નાડીતંત્રને શુઘ્ધ કરી મને અને શરીરને તણાવમાંથી મુકત કરી સ્વસ્થ અને પ્રસન્ન બનાવે છે. પરીણામે વિપરીત પરિસ્થિતિમાં પણ સ્વસ્થતાથી અસરકારક નિર્ણય લેવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. જે વ્યવસાયિક તેમજ અંગત જીવનમાં આમુલ પરિવર્તન લાવે છે. વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે મો.૯૯૭૯૮૮૦૦૭૭ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.