Abtak Media Google News

યુવરાજસિંહનો રાજકારણમાં ઝડપથી થયેલા ઉદય સાથે ખંડણી, બ્લેક મેઇલીંગ કરી બળજબરીથી પૈસા પડાવવા સહિતના વિવાદમાં ફસાતા રાજકીય કેરિયર પુરી થઇ જશે?

કલાર્કની ભરતીમાં ડમી ઉમેદવાર પરિક્ષામાં બેસી પરિક્ષા આપ્યાના આપના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરાયેલા ઘટ્ટસ્ફોટ અંગે ઉંડી છાનભીન કરવા રચાયેલી એસઆઇટીની ટીમે યુવરાજસિંહ જાડેજા કેટલીક વરવી ભૂમિકા બહાર આવી હતી. તેને ડમીકાંડમાં સેડોવવાના બહાને પ્રકાશ દવે અને પ્રદિપ બારૈયાને ડમીકાંડમાં ન સંડોવવાના બદલામાં એક કરોડ બળજબરીથી પડાવ્યાનું બહાર આવતા શિકારી ખુદ શિકાર બની ગયાની સ્ફોટક વિગતો પ્રકાશમાં આવતા યુવરાજસિંહ જાડેજા આપના નેતા કે ખંડણીખોર તેવા સવાલો થઇ રહ્યા છે. યુવરાજસિંહ સામે સાહેદોના નિવેદન અને સાયોગિંક  પુરતા પુરાવા હોવાથી તેની સામે કાવતરુ રચી ભય બતાવી બળજબરી અને બ્લેક મેઇલીંગ કરી એક કરોડની ખંડણી વસુલ કર્યાનું ભાવનગર રેન્જના આઇજી ગૌતમ પરમારે પત્રકાર પરિષદમાં સતાવાર જાહેરાત કરી યુવરાજસિંહ જાડેજા સામે નિલમ બાગ પોલીસ મથખમાં ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. બળજબરીથી એક કરોડ પડાવવામાં તેની સાથે સંડોવાયેલા તમામની ધરપકડ થશે અને યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માગશે તેમ કહ્યું હતું.

ડમી કાંડમાં બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ જાડેજા દ્વારા નામ ના લેવાની શરતે એક કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ બાબતે યુવરાજસિંહની લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ ભાવનગર એસઓજીમાં શુક્રવારે સમન્સ મળ્યા બાદ હાજર થયા હતા. આ પહેલા તેમણે પોતાના પર લગાવવામાં આવેલા આરોપો ખોટા હોવાનું પણ જણાવ્યું હતું. યુવરાજસિંહની મેરેથોન પૂછપરછ બાદ તેમની બળજબરીથી ખંડણી વસુલ કરવાના ગુનામાં ધરપકડ કરી છે.

Screenshot 4 26

ડમી કાંડમાં યુવરાજસિંહે કાવતરૂ રચી એક કરોડની ખંડણી વસુલ કરવાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. વીડિયો, ચેટના સ્ક્રીન શોટના પૂરાવા તેમજ વિવિધ નિવેદનોના આધારે કાર્યવાહી કરાઈ છે. રેન્જ આઈજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગત 19મી તારીખે યુવરાજસિંહને તેમના પર થયેલા આક્ષેપો સંદર્ભે એસઓજીની ઓફિસે બોલાવવામાં આવ્યા હતાં પરંતુ તેમની તબિયત નાદુરસ્ત થવાને કારણે ફરીથી આજે 21 તારીખનો સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ સમન્સ અનુલક્ષીને યુવરાજસિંહ આજે સવારે 12 વાગે હાજર થયેલ હતાં. તેમની ઘણાં મુદ્દા પર પૂછપરછ કરવામાં આવી હતી. એસઓજીની ટીમે અને એસઆઈટીની ટીમે તેમને જે મુદ્દાઓ પર પૂછપરછ કરી જેમાં સૌ પ્રથમ તો તેમને સમય આપવામાં આવ્યો હતો તેમની જે તે ફરિયાદોને લઈ. ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું કે, તમારી પાસે ડમી કાંડ મામલે કેટલીક માહિતી છે જે બાબતે તેમણે બે જેટલા કાગળ આપ્યા છે જેમાં ડમીકાંડ મામલે કેટલાક નામો છે જે નામો ડમીકાંડમાં સામેલ હોવની શક્યતા છે જે માહિતીનું વેરિફિકેશન કરી પોલીસ આગળની કાર્યવાહી કરશે અને જવાબદારોની ધરપકડ કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

ડમીકાંડમાં પ્રેસ કોન્સફરન્સ યોજી પ્રકાશ દવેને ભય બતાવી રૂ.45 લાખ અને પ્રદિપ બારૈયા પાસેથી કાવતરૂ રચી બળજબરીથી રૂ.55 લાખની ખંડણી પડાવ્યાનો યુવરાજસિંહ જાડેજા સામે ગુનો નોંધાયો એસઆઇટીનીતપાસમાં સાહેદોના નિવેદન અને સાંયોગિક પુરતા પુરાવા યુવરાજસિંહ વિરુધ્ધ મળી આવતા તેની એક કરોડ પડાવ્યાના ગુનામાં ધરપકડ કરી રિમાન્ડ પર લેવાશે: ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર

યુવરાજસિંહને તેમના નાણાંકિય વ્યવહારો બાબતે સતત પૂછપરછ કરવામાં આવતા તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યાં છે. તેમની સમક્ષ હકિકતો મુકવામાં આવી પોલીસ પાસે પાપ્ત થયેલી માહિતીનું વેરિફિકેશન પણ મુકવામાં આવ્યું પણ તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યાં છે. પોલીસ પાસે જે હકિકતો પાપ્ત થઈ છે તે મુજબ યુવરાજસિંહ અને તેમના માણસોઓએ પ્રદિપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી 1 કરોડ જેટલી માતબર રકમ જબરદસ્તીથી કઢાવી લીધી છે જે માહિતીને અનુલક્ષી અને યુવરાજસિંહની સ્પષ્ટતા બાદ હકીકતોને અનુલક્ષીને આજે યુવરાજસિંહ અને અન્ય માણસોની વિરૂદ્ધ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386 અને 388 તેમજ 120 બી મુજબનો ગુનો દાખલ કરાયો છે.

આ ગુનાની હકીકત મુજબ ગત 25મી માર્ચની આસપાસના રોજ યુવરાજસિંહ તેમના માણસો દ્વારા ભાવનગર પંથકમાં ઋષિ બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વીડિયો ઉતાર્યો અને એ વીડિયો એમના વ્યક્તિ ઘનશ્યામ લાધવા દ્વારા ડમીકાંડ મામલે ડમીકાંડના એક આરોપી પ્રકાશ દવે ઉર્ફે પીકે દવે અને તેમના પત્નીને તે વીડિયો બતાવ્યો હતો. ઘનશ્યામ લાધવા તેમજ યુવરાજસિંહ અને તેમના માણસો દ્વારા તે વીડિયો બતાવી સતત પ્રકાશ દવે અને તેમના પત્નીને દબાણમાં રાખ્યા હતાં. અલગ અલગ જગ્યા ડીલ નક્કી કરવાનો પી કે અને તેમના સંબંધીઓને બતાવ્યો હતો. 25, 26 અને 27 તે લોકોને સતત પ્રેસરમાં રાખ્યા બાદ યુવરાજસિંહએ 28 તારીખે મીટિંગ કરવાનું નક્કી કર્યું અને આખરે રકજકના અંતે સાંજની મીટિંગ યુવરાજસિંહના સાળાની ઓફિસ છે વિક્ટોરિયા પ્રાઈમ કોમ્પેલક્ષમાં ત્યાં પી કે પોતે તેમજ તેમના કાકા રામ કાકા તેમજ ઘનશ્યામ લાધવા પી કેના પિતારાઈ ભાઈ ઘનશ્યામ ધાધલિયા તેમજ બિપિન ત્રિવેદી તેમજ યુવરાજસિંહના સાળા શિવુભા તેમજ કાનભા તેમજ રાજુ નામના વ્યક્તિની હાજરીમાં મીટિંગ થયેલી જેમાં યુવરાજસિંહ પી કેને ધમકી આપેલી કે, આજે 28 તારીખે હું પ્રેસ કોન્ફરન્સ કરવાનો હતો પરંતુ તારા કારણે મોફુક રાખી છે અને તેને હું ગુજરાતના ડમી કાંડમાં નંબર વન તરીકે ચિતરવાનો હતો પરંતુ કનુભા અને ઘનશ્યામની શરમ મને નડી ગઈ છે ત્યારબાદ તેની પાસે 70 લાખ જેટલી માતબર રકમની માંગણી કરવામા આવી અને આખરે આ ડીલ 45 લાખમાં ડીલ ફાઈનલ થઈ અને પી કેના નિવેદન મુજબ ઘણી આજીજી અને પગે પડ્યા બાદ આ ડીલ ફાઈનલ થઈ. 29મી તારીખની સવારથી પી કે પૈસા ભેગા કરવાના શરૂ કર્યા અને તેના સગા સંબધીઓ જોડેથી પૈસા ભેગા કરીને ઘનશ્યામ લાધવાને આપ્યાનું રેન્જ આઇ.જી.ગૌતમ પરમારે પત્રકારોને જણાવ્યું હતું.

આવી જ રીતે 27 થી 28 તારીખ પ્રદિપ બારિયા જે ડમીકાંડમાં આરોપી છે તેને પણ ઘનશ્યામ લાધવાએ જણાવ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સમાં તારૂ પણ નામ આવવાનો છે તું પણ પૂરો થઈ જશે. પ્રદિપ ડરી ગયો હતો અને તેણે પણ કહ્યું કે, તમે મારી પણ મીટિંગ યુવરાજસિંહ સાથે ગોઠવી દો. 30મી માર્ચે આ મીટિંગ ગોઠવાઈ પણ આ જ સ્થળે ગોઠવાઈ હતી જેમાં પ્રદિપ બારિયા, જીગાદાદા, બિપિન ત્રિવેદી અને શિવુભા તેમજ કાનભા તેમજ રાજુભા હાજર રહ્યાં હતા ત્યારે યુવરાજસિંહ પ્રદિપને એક ડાયરી બતાવી હતી અને જણાવ્યું હતું કે, આમાં જે નામ છે તેમાંથી તું કોઈને ઓળખે છે. ત્યાર પ્રદિપે કહ્યું કે, આ બધુ રહેવા દો, બાપુ મારૂ પતાવી દો. ડિલની શરૂઆતમાં પ્રદિપે 10 લાખ કહ્યું અને મામલો બગડેલો તેમને બહાર કાઠી દેવામા આવ્યા ફરી બેઠક કરી અને યુવરાજસિંહ 60 લાખની માંગણી કરેલી ત્યારે પ્રદિપ બારિયા રડવા લાગેલો અને ખૂબ આજીજી કરતા 55 લાખમાં આ ડીલ ફાઈનલ થઈ. તેણે સાંજથી જ સગા સંબંધીઓ જોડેથી પૈસા ભેગા કરવાનો શરૂ કર્યા. આ 55 લાખ રૂપિયા ત્રણ અલગ અલગ તબક્કામાં યુવરાજસિંહ પાસે પહોંચાડ્યા હોવાનું પત્રકાર પરિષદમાં રેન્જ આઇ.જી.ગૌતમ પરમારે જણાવ્યું છે.

આ તમામ સંયોગિક પુરાવા તેમજ આ હકિકતને સમર્થન કરતા કેટલાક નિવદેનો પણ મેળવવામાં આવ્યા છે અને સંયોગિક પુરાવા અને નિવેદનોના આધારે સમન્સ આપી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતાં જેમાં તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યાં છે તેથી યુવરાજસિંહ અને શિવુભા જાડેજા તેમજ કાનભા જાડેજા, ઘનશ્યામ લાધવા તેમજ બિપિન ત્રિવેદી, રાજુ તેમજ અન્ય વિરૂદ્ધ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 386, 388 તેમજ 120 બી મુજબનો ગુનો દાખલ કરાયો છે. કેટલાક પુરાવા મળ્યા છે તેમજ કેટલાક તેમની વિધીવત રીતે ધરપકડ કરી રિમાન્ડ લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.