Abtak Media Google News

અંગ્રેજીમાં એક કહેવત છે કે ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ’. જુનું એટલું સોનું- આ કહેવતના રવાડે બોલીવુડ ચડ્યું છે. અગાઉ અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની કલ્ટ ફિલ્મ તેજાબની રીમેક બનાવવાની જાહેરાત થયા બાદ હવે અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની ક્લાસિક ફિલ્મ આનંદની પણ રીમેક બનાવવાની જાહેરાત થઈ ચુકી છે.

Screenshot 6 15

બોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મ આનંદના ઓરિજિનલ પ્રોડ્યુસર એન. એન. સિપ્પીના પૌત્ર સમીર રાજ સિપ્પી હતા. સમીરના કહ્યા અનુસાર નવી પેઢીને આ ફિલ્મ નવી શૈલીથી દર્શાવવી જરૂરી બની છે. આ ફિલ્મના શબ્દો આજની પેઢીને પ્રેરણા આપે તેવા છે. ‘જિંદગી ઔર મૌત ઉપર વાલે કે હાથ મેં હૈ જહાંપનાહ’ આ બધા જ ડાયલોગ જીવનમાં ઉપયોગી બને તેવા છે.

Screenshot 7 14

આનંદ ફિલ્મના સહ નિર્માતા વિક્રમ ખખ્ખરનું કહેવું છે કે આપણે જ્યારે નવી નવી સ્ટોરીઝ શોધી રહ્યા છીએ ત્યારે જો આપણી જ ઓરિજિનલ ક્લાસિક્સમાં શોધ ચલાવીએ તો આપણને નવાં રત્નો મળી શકે તેમ છે. જોકે, ફિલ્મમાં અમિતાભ અને રાજેશ ખન્નાની ભૂમિકા કોણ ભજવશે એ નક્કી નથી. ફિલ્મની હજુ સ્ક્રિપ્ટ લખાઈ રહી હોવાનું કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.