રાજકોટમાં વીંછીયાના આધેડની પથ્થરના ઘા ઝીંકી કરપીણ હત્યા

આઇવે પ્રોજેક્ટના આધારે બે હત્યારા ગણતરીના કલાકોમાં ઝડપાયા: પૈસાની લેતી દેતી બાબતે ત્રણેય મિત્રો વચ્ચે ગાળાગાળી થયા બાદ ઢીમ ઢાળી દીધાની કબૂલાત

રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકમાં સમી સાંજે વીંછિયાના પીપરડી પંથકના પ્રૌઢને તેના જ બે મિત્રોએ પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાશી છૂટ્યાની અંગેની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ, એ ડિવિઝન પોલીસની ટીમે દોડી જઇ હત્યાનો ગુનો નોંધી બે હત્યારોઓને ગણતરીની કલાકોમાં જ સંકજામાં લીધા છે.નવા ઓવરબ્રિજના ખાડામાં પડેલા મૃતદેહને પી.એમ અર્થે ખસેડી પોલીસે પરિવારજનોને જાણ કરી હતી.

હત્યાના બનાવ અંગે વીંછીયાના પીપીરડી ગામે રહેતા દિનેશ કાળું પરમાર ( ઉ.વ 25) ની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે તેના પિતા કાળા કાળું પરમાર ( ઉ.વ 50 )ને પથ્થરના ઘા ઝીકી હત્યા નિપજાવનાર અમિત ભગવાનજી જેઠવા (રહે. દેવપરા શાકમાર્કેટ ), અમિત ભગવાનજી જેઠવા ( ઉ.વ 35 રહે. મૂળ ભાવનગર,હાલ માધાપર ચોકડી) સામે હત્યા,ધમકી, જાહેરનામા ભંગની કલમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વીંછીયાના પીપરડીગામે  રહેતા મજૂરીકામ કરતા કાળુ પાલા  પરમાર (ઉ.વ 25) એ ઘરે પુત્રી મંજુને રાજકોટમાં બે શખ્સો પાસે ઉઘરાણીના બાકી નીકળતા પૈસા લેવા જતા હોવાનું કહી ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંડર બ્રિજ પાસે ખાનગી વાહનમાંથી બે શખ્સોને પૈસા આપી જવા માટે મળવા બોલાવ્યા હતા.જે સમયે અમિત જેઠવા, મયુરસિંહ ગોહેલ અને પ્રૌઢ વચ્ચે ગાળાગાળી થયા બાદ ઝગડો થતા બન્ને શખ્સોએ પથ્થર વડે પ્રૌઢના માથાને ભાગે જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવી નાશી છૂટ્યા હતા. હત્યાના બનાવ અંગેની જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ સી.જે.જોશી, ક્રાઇમ બ્રાંચના પી.આઈ વિરલ ગઢવી, એ.સી.પી રવિ ટંડેલ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. લોહીથી લથબથ મૃતદેહને પી.એમ અર્થે  ખસેડયા બાદ આઇ-વે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં ઘટનાસ્થળ નજીકથી બે શખ્સ ભાગતા દેખાયા હતા.જે  પોલીસે કેમેરામાં કેદ દેવપરાના અમિત ભગવાન જેઠવા (ઉ.વ.36) અને મયૂરસિંહ સહદેવસિંહ ગોહિલ નામના શખ્સને ઉઠાવી લીધા હતા.

ત્રણ સંતાનો નોંધારા બન્યા

પ્રૌઢની હત્યાના સમાચાર સાંભળી પરિવાર જનોમાં અરેરાટી મચી જવા પામી હતી.મૃતક પ્રૌઢને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. આજથી 25 વર્ષ પૂર્વે સગર્ભા હાલતમાં પત્ની શાંતુંબેનનું મોત નીપજ્યું હતું.કાળુભાઇ છૂટક મંજુરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા

ત્રણેય મિત્રો વચ્ચે ગાળાગાળી થયા બાદ વાત હત્યા સુધી પહોંચી

હત્યાના બન્ને આરોપીએ કબૂલાત આપી હતી કે, લોકડાઉન દરમિયાન કાળુ સાથે પરિચય થયા બાદ મિત્રતા થઇ હતી, સાંજે ત્રણેય મિત્રો બેઠા હતા ત્યારે કાળુએ માતા-પિતાને ગાળો ભાંડતા મામલો બિચક્યો હતો અને ત્રણેય વચ્ચે મારામારી થઇ હતી. મારામારી દરમિયાન કાળુ પડી જતાં અમિત અને મયૂરસિંહે પથ્થરના ઘા ઝીંકી દીધા હતા. તળાજાના ત્રાપજ ગામનો વતની સહદેવસિંહ રાજકોટમાં માધાપર ચોકડી નજીક રહે છે.