Abtak Media Google News

મેષ રાશિ: આ રાશિના જાતકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશે. કોઈ પણ ધંધામાં શરૂઆતમાં ધીમી પ્રગતિ થશે પરંતુ મક્કમ પ્રગતિ થશે. આજે ઘર તથા બીજી મિલકતના કામમાં અનુકૂળતા રહેશે. નોકરી માટે કરવામાં તમામ પ્રયત્નો સફળ થશે અને કાર્યક્ષેત્રમાં તમારા સિનિયર દ્વારા વખાણ થશે. જીવનસાથી સાથેનો દિવસ આજે આનંદમય રહેશે.

વ્રુષભ રાશિ: આજે ઘરના પ્રશ્નોના કારણે માનસિક તણાવ રહી શકે છે. આજે આવક કરતાં ખર્ચમાં વધારો થશે તેથી વધારાના ખર્ચા પર કાબૂ રાખવાની કોશિશ કરવી. આ રાશિના વેપારી મિત્રોને પોતાના ધંધામાં નસીબ સાથ આપશે. પોતાના સહોદર તથા સહપાઠીઓ સાથે વિવાદમાં ઊતરવું નહીં નુકસાન તમારું જ જશે.આજના દિવસ દરમિયાન કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ કરતી વખતે યોગ્ય વ્યક્તિની સલાહ અવશ્ય લેવી.

મિથુન રાશિ: આજના દિવસ દરમિયાન કોઈ પણ નવા કામ કરવાના તમારા પ્રયત્નો સફળ થશે. આજના દિવસમાં અચાનક કરવામાં આવેલી કોઈ યાત્રાથી થકાન મહેસુસ કરશો પરંતુ યાત્રા ફળદાયી સાબિત થશે. પરિવાર સાથે કરેલું પ્રવાસનું આયોજન તમારા બધા જ માનસિક તણાવને દૂર કરશે. વિદ્યાર્થીઓ માટે ઉજળા ભવિષ્યના દ્વાર ખુલશે.

કર્ક રાશિ: આ રાશિના જાતકોનું આજે સ્વાસ્થ્ય થોડુક નબળું રહેશે તેથી તબિયત બાબતે સાવધાની રાખવી. આજના દિવસ દરમિયાન કૌટુંબિક બાબતો સરળ બનશે તથા બધા જ લોકો સાથે સબંધ પહેલા જેવા થઈ જશે. વ્યવસાયમાં તમામ લોકો સાથે રાખેલા સારા સંપર્કો આજના દિવસે તમને કામ આવશે. આજે તમારો જીવનસાથી તમારી બધી જ મુશ્કેલીને સમજીને તમારો સાથ આપશે.

સિંહ રાશિ: આ રાશિના જાતકોને વ્યવસાયમાં તથા કાર્યક્ષેત્રમાં નવા ફેરફાર જોવા મળી શકે છે. આજના દિવસે કરવામાં આવેલું ધાર્મિક કાર્ય તમારી બધી જ મનોકામનાઓને પૂરી કરશે. વાહન ચલાવતી વખતે આજે સાવધાની રાખવી નહિતર અકસ્માત થવાની સંભાવના રહી શકે છે.

કન્યા રાશિ: આ રાશીના જાતકોનો આજનો દિવસ ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર રહેશે. આજે તમારી મુલાકાત તમારા કોઈ ખાસ મિત્રો સાથે થઈ શકે છે. આજે તમે તમારા પરિવારની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરી શકશો. તમારું આરોગ્ય સારું રહેશે તથા મહત્વના બેંકિંગ કામોને પર પાડી શકશો. વ્યવ્હારિક જીવનમાં કોઈ ત્રીજા વ્યક્તિની દખલગિરિથી સબંધમાં ખટાશ ઉત્પન્ન થઈ શકે છે.

તુલા રાશિ: આજથી નવા મહિનાની શરૂઆત થાય છે તેથી વિદ્યાર્થી પોતાના ઉજ્વળ ભવિષ્ય માટે નવી શરૂઆત કરવી. પતિ-પત્ની એક બીજા પર કુશંકા કરવાથી દૂર રહો. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સાથ-સહકાર મળી રહેશે. રસ્તા પર ગાડી ચલાવવામાં સાવધાની રાખવી. કોઈ મિત્રની જ્યોતિષ સલાહ તમારી તબીયત પર ઉપયોગી રહેશે. ધતા ખર્ચાને લઈ માનસીક શાંતી ભંગ થઈ શકે છે. તમારો પરિવાર તમારી કોશિશના વખાણ કરશે.

વૃશ્ચિક રાશિ: આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં વરિષ્ઠોનું દબાણ અને ઘરમાં અણબનના કારણે તણાવનો સામનો કરવો પડી શકે છે. આજે વધુ પૈસાની વધુ જરૂરિયાત હોવા છતા, ખર્ચ કરવાથી બચવું. જીવનની ભાગદોડમાં તમારા જીવનસાથીનો તમને સહયોગ મળશે. જો તમે કાર્યક્ષેત્રમાં તણાવ લેવાથી તમારું જ નુકસાન થશે તેથી મગજ પર કાબૂ રાખીને તમામ કામ પાર પાડવા.

ધન રાશિ: બીજા લોકો સાથે ખુશી વહેંચવાથી મન હળવું રહેશે. મનોરંજન અને સૌન્દર્યતા પાચળ ખર્ચ ન કરવો. આજે તમારા જીવનસાથી તમારાથી નારાજ રહી શકે છે. એવા કામ હાથમાં લોક જે રચનાત્મક પ્રકૃતિના હોય. આજે પોતાનો સમય અને ઉર્જા બીજા લોકોની મદદ માટે લગાવો.

મકર રાશિ: આ રાશિના જાતકોને જૂની બીમારી ઉદાસીનું કારણ બની શકે છે. દરેક રોકાણને સાવધાની પૂર્વક અંજામ આપો તથા જરૂરી સલાહ સુચન લીધા બાદ જ કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ કરવું. આજે કાર્ય ક્ષેત્રમાં કામના દબાણને લઈ માનસીક પરેશાન રહી શકો છો. મહત્વના વ્યક્તિઓ સાથે વાતચીત કરતા સમયે આંખ-કાન ખુલ્લા રાખવા કોઈ સારો વિચાર હાથ લાગી શકે છે જે તમને આજના દિવસમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. તમારા આત્મવિશ્વાસનો આજે ફાયદો ઉઠાવો.

કુંભ રાશિ: જો તમે વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ કરશો તો મુકશાન થવાની સંભાવના છે. પરિવાર સાથે રોમેન્ટીક દિવસ રહેશે. પૈસા બનાવવાના તે વિચારોનો ઉપયોગ કરો, જે આજે તમારા મનમાં આવે. શિક્ષા સાથે જોડાયેલા કામ તમારી જાગરૂપતામાં વૃદ્ધિ કરશે.

મીન રાશિ: આ રાશિના જાતકોનું મિલન આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે, જેનો તમારા જીવન પર સારો પ્રભાવ પડી શકે છે.આજના દિવસ દરમિયાન આર્થિક તંગી દૂર થઈ શકે છે .પોતાના પરિવારને પર્યાપ્ત સમય આપવો. આજે તમારે ઓફિસમાં એવું કામ કરવું પડી શકે છે, જે કામથી તમે લાંબા સમયથી બચવા માંગો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.