Abtak Media Google News

મેષ રાશિફળ – આ રાશિના જાતકો આજે પોતાની જાતને આત્મવિશ્વાસથી ભરપુર અનુભવશો આ આત્મવિશ્વાસ કાર્યક્ષેત્રમાં તમારી નવી આર્થિક યોજનાઓને સફળ બનાવશે. આજના દિવસ દરમિયાન જુના કરેલા રોકાણમાંથી આવક વધી શકે છે. પરિવાર સાથે શાંતી ભરેલો વ્યવહાર રાખવો, નહીં તો વાદ-વિવાદ અને ઝઘડાઓ થતાં ઘરની શાંતીમાં ભંગ પડી શકે છે. આ રાશિના વ્યાપારીઓ માટે દિવસ આજનો દિવસ શુભ છે તેથી કોઈ પણ જગ્યાએ કરેલા સોદા ફાયદાકારક રહેશે. તમે ઈચ્છે તો તમારા જીવનસાથી સાથે સૌથી સારો દિવસ વિતાવી શકો છો.

વૃષભ રાશિફળ -બાળકોની પોઝિટિવ ગતિવિધિઓના કારણે સુકૂન જળવાયેલું રહેશે.  નર્વસ બ્રેકડાઉન તમારી વિચારવાની શક્તિ અને શરીરના પ્રતિરક્ષા તંત્રને નબળો બનાવી શકે છે પરંતુ સકારાત્મક વિચારથી આ પરેશાનીમાંથી બહાર આવી શકાશે. જો તમે આજે લાંબાગાળા માટે રોકાણ કરશો તો ફાયદો થઈ શકે છે. પિતાનો આકરો સ્વભાવ તમને નારાજ કરી શકે છે. જેથી શાંત રહો. માર્કેટિંગમાં કામ કરવાની તમારી ક્ષમતા અને ઘગસ આજે લોકો સમજશે અને તમે આગળ વધશો. આ રાશિના જાતકોએ માનસિક તણાવને દૂર રાખવા માટે શિવ મંત્રનો જાપ કરવો.

મિથુન રાશિફળ – આ રાશિના જાતકોએ પોતાની ખરાબ તબિયતને નજર અંદાજ કરવી નહીં અને તંબાકુ અને દારૂ જેવી આદતોને સારા સ્વાસ્થ્ય માટે મૂકી દેવી. આજે તમારા મનમાં ઝડપી પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા પેદા થઈ શકે છે પરંતુ ઉત્સાહમાં સમજણ ખોઈ બેસતા નહીં. તમારા સાથીને નાની-નાની વાતમાં પરેશાન કરવાથી બચવું નહિતર વાદવિવાદ થઈ શકે છે. કાપડના વ્યાપારીઓ માટે આજનો દિવસ શુભ છે. આજના દિવસે તમારી યોજનામાં અંતિમ સમયે ફેરફાર થઈ શકે છે. ફાર્મા સાથે જોડાયેલી મહિલાઓ માટે સમય વધારે અનુકૂળ સિદ્ધ થઇ શકે છે.

કર્ક રાશિફળ – આ રાશિના જાતકોએ પોતાની બીમારી વિશે કોઈ સાથે ચર્ચા કરવી નહીં. ખરાબ તબીયત પરથી ધ્યાન હટાવવા કામમાં વ્યસ્ત રહો પરંતુ સમયસર યોગ્ય દવા લેવી. આજે કાર્યક્ષેત્રમાં તમારા સારા કામ માટે તમારા વખાણ થઈ શકે છે. આજે તમને તમારા  જીવનસાથીનો ભરપૂર પ્રેમ મળી શકે છે. આજે જૂના મિત્રોને મળી શકશો જેનાથી માનસિક તણાવ દૂર થઈ શકશે.

સિંહ રાશિફળ – આ રાશિના જાતકો જો ખૂબ જ થાક મેહસૂસ કરતાં હોય તો ધ્યાન ધરવું ધ્યાનથી સુકુન અવશ્ય મળશે. ધરેલુ મામલાઓ પર પૂરતું ધ્યાન આપવું નહિતર તમારા તરફથી કરેલી ઘરની લાપરવાહી મોંઘી સાબિત થઈ શકે છે. ભાગીદારીમાં કોઈ નવી પરિયોજના શરૂ કરવા માટે આજનો દિવસ શુભ છે આજના રોકાણથી તમને આર્થિક ફાયદો થશે અને સાર્વત્રિક નફો થશે. ઘરના ખર્ચાઓને લઈ જીવનસાથી સાથે ઝઘડાઓ થઈ શકે છે અને દિવસ તણાવભર્યો રહી શકે છે.

કન્યા રાશિફળ -. તમારા જીવસાથી સાથે પારિવારીક સમસ્યાઓ શેર કરો. એક-બીજા માટે સમય આપો. જો તમે વિશેષક્ષની સલાહ વગર રોકાણ કરશો તો નુકશાન થઈ શકે છે. તમારી ઉર્જા બીજા લોકોની મદદ માટે લગાવો. જીવનસાથીની તબીયતને લઈ ચિંતાગ્રસ્ત થઈ શકે છે. માર્કેટિંગ અને મીડિયાને લગતા કાર્યોમાં તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખવું.

તુલા રાશિફળ –  આ રાશિના જાતકોએ પોતાની તબીયતનું આજે ધ્યાન રાખવુ. આજના દિવસ દરમિયાન ધનની અછતના કારણે કેટલાક મહત્વના કામો અટકી જશે આ સ્થિતિ તમારા માનસીક તણાવનું કારણ બની શકે છે. કોઈ મિત્ર પોતાની પર્સનલ પરેશાની માટે તમારી સલાહ માંગી શકે છે. પ્રેમ-ઈશ્કના ચક્કરમાં તમારો સમય ના બગાડો નહીં અને ભવિષ્ય ઉજ્વળ કરવામાં મહેનત કરવી. ઓફિસમાં તમે જેને દુશ્મન માનતા હતા તે તમારો શુભચિંતક નીકળી શકે છે. આ રાશિના જાતકોને મોડી સાંજે કોઈ સારા શુભ સમાચાર મળી શકે છે.

વૃશ્ચિક રાશિફળ – દોસ્ત તરફથી થયેલા વખાણ ખુશીનું કારણ બની શકે છે. બેન્ક સાથે જોડાયેલા કામોમાં સાવધાની રાખવી. આજે તમારે ઓફિસમાં એવું કામ કરવું પડી શકે છે, જે તમને પસંદ નથી. વકીલ પાસે કાયદાકીય સલાહ લેવા માટેનો સારો દિવસ છે. જીવનસાથી સાથે તણાવ રહી શકે છે. તમારામાં આળસને હાવી ન થવા દો.

ધન રાશિફળ – તમારા પરિવારને તમારા પર ઘણી આશા છે, જેથી તેમને નિરાશ ન કરો તમે પરિવારના તમામ કર્યો કરવા સક્ષમ છો. રોકાણ માટે અનુમાન ના આધારે રોકાણ કરવા માટે આજનો દિસ સારો નથી. તમારા નિર્ણયબાળકો પર થોપવાથી બાળક નારાજ થઈ શકે છે. કોઈ નજીકના વ્યક્તિ દ્વારા તમારી આલોચના થવાથી તમારું મન નિરાશ થઈ શકે છે. એટલે કોઈના ઉપર પણ વધારે વિશ્વાસ ન કરીને તમારી યોજનાઓને જાહેર કરો. આ સમયે ખર્ચ વધારે રહી શકે છે.

મકર રાશિફળ – વારંવાર કામમાં તમારી દખલગીરી તમારા ભાઈના ગુસ્સાનું કારણ બની શકે છે. જ્યાં સુધી તમને કોઈ પુછે નહીં ત્યાં સુધી કોઈ સલાહ ન આપવી. આજે શાંત રહો અને ઈમાનદાર રહો. મનોરંજન અને આનંદ માટેના સાધનો પર વધારે ખર્ચ ન કરવો. પોતાની પત્ની કે પ્રેમિકાની ગેર જરૂરી માંગ પુરી ન કરવી. પરોપકાર અને સામાજિક કાર્ય આજે તમને આકર્ષિત કરી શકે છે.

કુંભ રાશિફળ –  તમને કામના મોર્ચે પરેશાની આવી શકે છે, કેમ કે, તંદુરસ્તી સાથે નહીં આપે, જેથી જરૂરી કામ તમારે અધુરૂ છોડવું પડી શકે છે. જેથી ધૈર્ય અને હોશિયારીથી કામ લેવું. નવો આર્થિક કરાર કરવાથી ધન તમારા તરફ આવી શકે છે. બહારના લોકોના હસ્તક્ષેપના કારણે જીવનસાથી સાથે તણાવ વધી શકે છે. ઓફિસમાં તમારા કામ પર કોઈ અન્ય વ્યક્તિ નુકશાન પહોંચાડી શકે છે. જેથી આંખો અને કાન ખોલીને રાખો જેથી આસપાસની ગતિવિધિ પર ધ્યાન રહે.

મીન રાશિફળ – આજનો દિવસ તમારે માટે ઉર્જા ભર્યો રહેશે. જોકે, ધન તમારા હાથમાંથી સરળતાથી સરકી જશે. પરંતુ તમારા સારા સિતારા તંગી નહીં આવવા દે. મિત્રો અને પરિવાર તરફથી સારો સહયોગ મલશે. તમારા કારણે આજે ઓફિસમાં મોટુ નુકશાન થઈ શકે છે, જેથી શાંતીથી વિચારી કામ કરવું. સ્વાસ્થ્ય સાચવવું. વાહન કે કોઈ કિંમતી વસ્તુની આજે તમે ખરીદી શકશો અથવા ખરીદવાની યોજના બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.